Success Story

મેં કોઈ તાલીમ લીધા વિના આંતરિક સુઝબુઝથી શરૂ કર્યું હતું ડ્રેસ ડિઝાઇનિંગનું કામ અને મને મળી ઝળહળથી સફળતા

divyabhaskar.com | Last Modified - Nov 19, 2018, 17:58PM IST
 • મેં કોઈ તાલીમ લીધા વિના આંતરિક સુઝબુઝથી શરૂ કર્યું હતું ડ્રેસ ડિઝાઇનિંગનું કામ અને મને મળી ઝળહળથી સફળતા

  દિવ્યશ્રી ડેસ્ક: ડ્રેસ ડિઝાઈનિંગનો મારો સફર સફળતા અને સંતોષથી છલોછલ રહ્યો. મને  બહુ પહેલાથી જ આ ફિલ્ડમાં રસ હતો અને મેં ઘર પરથી કામ શરૂ કર્યું. આજે મારા ઘરથી બુટીક ચાલી કર્યાં બાદ ક્યારેય આ વ્યવસાયમાં મને નિરાશા કે નિષ્ફળતા નથી મળી. મારા ન્યૂ આઇડિયાઝ અને ક્રિએટિવ વર્કને ફેશનની દુનિયામાં સારો પ્રતિસાદ મળ્યો છે. 


  2010માં કર્યો બિઝનેસ સ્ટાર્ટ 
  મેં આ બિઝનેસ 2010થી સ્ટાર્ટ કર્યો.  હું આઉટફિટ ડિઝાઈનિંગનું કામ મારા ઘર પર જ કરી રહી છું. ઘર પર જ બુટીક શરૂ કર્યું છે. આ વ્યવસાયમાં મને લગ્ન પહેલાથી રસ હતો. પરંતુ કંઇ ખાસ કરી શકી ન હતી. 2010 બાદ મારા પતિએ મારા આ શોખને પોષવા માટે મને બુટીક ખોલવાની પ્રેરણા આપી અને 2010થી શરૂ થયો મારો ડ્રેસ ડિઝાઇનિંગનો સફર.  મારા કામનો પરિચય આપવા માટે પહેલા મેં મારા કામનું એક્ઝિબિશિન ગોઠવ્યું હતું. ત્યારબાદ બુટીક શરૂ કર્યું. મારી આ જર્નિ વિષે વાત કરું તો વ્યવસાય શરૂ કર્યાં બાદ મારા કામને એટલો સારો પ્રતિસાદ મળ્યો કે મને મારા માટે કે કોઇ ફેસ્ટીવલ એન્જોય કરવા માટે સમય જ નથી રહેતો. 

   


  આ વિષયમાં પહેલાથી હતો રસ 
  મને આ ફિલ્ડમાં પહેલાથી રસ હતો. હું જયારે કોલેજમાં હતી ત્યારે ક્યારેય રેડીમેડ ડ્રેસ ન હતી ખરીદતી. હું મટીરિયલ લઇને મારા ડ્રેસ ખુદ ડિઝાઈન કરતી હતી. આ ડ્રેસની લોકો બહુ જ તારીફ કરતા અને મને તેના ડ્રેસ  ડિઝાઈન કરી આપવાની ડિમાન્ડ કરતાં. મારા કામને આ બધાથી ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. હું લોકોની ડિમાન્ડ મુજબ અને મારી ક્રિએટીવીથી આઉટફિટ ડિઝાઈન કરી આપતી હોવાથી મારી પાસે કલાઈન્ટની કોઈ દિવસ કમી નથી રહી. 

   


  સફળતાનું રહસ્ય યુનિક વર્ક
  વ્યવસાય શરૂ કરીએ ત્યારે શરૂઆતના સમયમાં એવી થાય કે થોડો સંઘર્ષ કરવો પડે. તમારે નામ કમાવવા માટે માર્કેટિંગ કરવું પડે. જો કે મારે આવું જ કંઇક જ નથી કરવું પડ્યું. મારું કામ જ મારૂ માર્કેટિંગ છે. મારી સફળતાનું રહસ્ય માત્ર મારૂ યુનિક વર્ક અને  ફેશનની દુનિયા સાથેનું અપડેશન છે. મારા ક્લાઈન્ટનો સંતોષ જ મારા વ્યવસાયની સાચી મૂડી છે અને એજ મારા વ્યવસાયના વિકાસનું માર્કેટિંગ છે. 

   

   

  મેં આ વ્યવસાય માટે કોઈ જાહેરાત ક્યારેય નથી આપી. મારા કામનું માર્કેટિંગ માઉથ ટૂ માઉથ જ થયું છે. મારા કલાઈયન્ટનું કામ તેના સંપર્કમાં આવનારને પસંદ પડી જાય અને પછી તે પણ મારા ક્લાઈન્ટ બની જાય. હું મારા ક્લાઈયન્ટને સંતોષકારક કામ આપવા માટે  જયપુર, મુંબઇ જેવા સિટીના ફેશન એક્ઝિબિશન એટેન્ડ કરૂ છું. તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ફેશનના ટ્રેન્ડ જાણીને તેમાં મારૂ ક્રિએશન ઉમેરીને ડ્રેસ ડિઝાઈન કરૂં છું. જે ગ્રાહકોને ખૂબ જ પસંદ આવે છે. 

   


  મહિને અંદાજિત 40 હજારની કમાણી
  મને આ વ્યવસાયથી કામમાં સંતોષને સાથે આર્થિક ફાયદો પણ ખૂબ જ થાય છે. ઓફ સિઝનમાં એવરેજ 30થી 35 હજાર અને સિઝનમાં હું આરામથી 40 કે તેથી વઘુની કમાણી કરૂ છું. દિવાળી, નવરાત્રી, લગ્નસરાની સિઝનમાં ઓર્ડર વધી જાય છે અને કામ વધતાં આ સમયમાં સારી એવી કમાણી થાય છે. જો કે  હું ડ્રેસ માટેનું ફેબ્રિક અને તેના માટે વપરાતી બધી એક્સેસરીઝ પણ રાખું છું એટલે મારા પ્રોફિટને હું મારા બિઝનેસમાં જ ઇન્વેસ્ટ કરૂ છું. મારા નીચે બે ટેઈલર કામ કરે છે. જે મારા ડિઝાઈન કરેલા ડ્રેસ સ્ટીચ કરે છે. આ બંને ટેઈલરને પણ મારા કામથી સારી એવી રોજગારી મળે છે.  

   

   

  મારો ફ્યુચર પ્લાન
  આમ તો હું મારા કામ અને મારી આ વ્યવસાયની સફળતાથી ખૂબ જ ખુશ છું. હું સતત આ કામને લઈને વ્યસ્ત રહું છું પરંતુ મને ક્યારે તેનો થાક નથી લાગતો કારણ કે મારા ગમતું કામ છે. હાલ મારૂ બુટીક ઘર જ ચાલી રહ્યું છે, મારા બિઝનેસને વધુ સફળતાની ક્ષિતિજ પર લઈ જવા માટે હું સારા એરિયામાં અલજ થી મારૂ બુટીક શરૂ કરવા માંગુ છું. મારા બિઝનેસનો વ્યાપ વધારવા માટે મારો ભવિષ્યનો પ્લાન બસ કંઇક આવો જ છે.
  -અલ્પા ચેતન શાહ , ડ્રેસ ડિઝાઇનિંગ 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી