તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એબ્રોઈડરીના વર્કના શોખને બનાવ્યો વ્યવસાય અને મને સારી સફળતા મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક: કહેવાય છેને કે, કોઈને કોઈ કળા કે આવડત કુદરતે દરેક લોકોમાં મૂકી હોય છે.  કોઈ સારી પેઈન્ટિંગ કરી શકતું હોય છે તો કોઈ ગીત સંગીતમાં માહેર હોય. મને પહેલાથી હેન્ડવર્ક અને ભરતગૂંથણમાં રસ હતો. મારા શોખને મેં વધુ વિકસાવ્યો અને તેને વ્યવસાય બનાવ્યો. આજે હું બુટીક માટે એબ્રોઈડરી અને હેન્ડવર્ક કરીને ઘરે બેઠા સારી એવી કમાી પણ કરું છું. આ કામમાં અભિરૂચિ હોવાથી હું આ વર્કને એન્જોય કરૂ છું.

 

 

મમ્મી પાસેથી શીખ્યું હેન્ડવર્ક
ઘરમાં મારા મમ્મીને ભરતગૂંથણ, એબ્રોઈડરી વર્ક અને ઉનના સ્વેટર, મોજા વગેરે ગૂંથવાનો શોખ હતો. મારી મમ્મી જ્યારે ફુરસદના સમયમાં આ કામ કરતી તો હું પણ તેમની જોડે બેસીને આ કામ શીખતી હતી. ધીરે ધીરે મને આ કામ ફાવી ગયું.આ કામમાં ફાવટ આવી ગયા બાદ હું ઘરના નાના-મોટા એબ્રોઈડરી વર્ક કરવા લાગી. જ્યારે અમારા ઘરે કોઈ ગેસ્ટ આવતા અને અમારા આ કામ જોઈને પ્રભાવિત થઇ જતાં ત્યારે ખૂબ આનંદ થતો. મારા એબ્રોઈડરીના કામને વ્યસાયની દિશા પણ કદાચ અહીં જ મળી તેવું કહી શકાય. અમારે ઘરે મહેમાન આવતા અને મારૂ કામ ગમી જતું તો આવું વર્ક કરી આપવાના ઓર્ડર આપી જતાં. બસ આ રીતે વ્યસાચિક રીતે આ કામ કરવાની શરૂઆત થઇ. 

 

 

શોખને બનાવ્યો વ્યવસાય
હું અને મારા મમ્મી શરૂઆતમાં રિલેટીવ અને આડોશ-પાડોશના ઓર્ડર મુજબ કામ કરતાં હતા.  બહુ લાંબા સમયથી એબ્રોઈડરી અને હેન્ડવર્ક માટે વેપારીઓ પાસેથી ખરીદી કરતાં વેપારીઓ સાથે પણ સારો સંપર્ક થઈ ગયો, આ વેપારીઓને પણ અમારા કામની જાણ થઈ. વેપારીઓ પાસે બુટીક માટે વર્ક કરતા લોકો પણ ખરીદી માટે આવતા હોય છે. બસ આ વેપારીએ અમને જણાવ્યું કે તમે બુટીક માટે ઓર્ડર મુજબ કામ કેમ નથી કરતા ? જો આ રીતે કામ કરશો તો સારૂ એવું વળતર મળશે. ત્યારબાદ અમે બુટીક માટે વર્ક કરી આપવાની તૈયારી બતાવી અને ત્યારબાદ બુટીકની ડિમાન્ડ પ્રમાણે મેં હેન્ડવર્ક, એબ્રોઈડરી વર્ક શરૂ કર્યું. 


બુટીકનું કામ મળતા વ્યવસાયને મળી ગતિ
બુટીકનું કામ મળ્યા બાદ મારા વ્યવસાયને ખરા અર્થમાં ગતિ મળી એમ કહું તો ચાલે. હું બુટીકની ડિમાન્ડ પ્રમાણે એબ્રોઈડરી વર્ક કરી આપવા લાગી. હું કયારેય હોલસેલમાં કામ નથી લેતી પરંતુ યુનિક વર્ક કરવામાં માનતી હોવાથી એકાદ બે યુનિક પીસ પર યુનિક વર્ક કરતી હતી, બસ આ કારણથી જ મારો કામ વખાણાયું અને મારા વ્યવસાયને ગતિ મળી આજે મારી પાસે 4 જેટલા બુટિકના કામ છે. આટલું જ નહીં જ હું અન્ય ચાર કારીગરોને રોજગારી પણ આપું છું. જી હાં. મારી નીચે ચાર કારીગર હાલ કામ કરે છે. આ કામથી હું અંદાજીત 20થી 25 હજાર ઘરે બેઠા આરામથી કમાઈ શકું છું.  સારી એવી કમાણીની સાથે કંઇક કર્યાનો સંતોષ પણ થાય છે. 

 

 

મેરેજ બાદ કામ ચાલું રહ્યું 
લગ્ન બાદ પણ સદનસીબે મારે આ મારો વ્યવસાય છોડવો ન હતો પડ્યો. મને આ કામ માટે ફેમિલિનો પુરેપુરો સપોર્ટ મળતો હોવાથી મેં આ કામ ચાલું જ રાખ્યું હતું. મારૂ પિયર અને સાસરૂ એકજ ગામ અમદાવાદમાં હોવાથી મારે નવા કોન્ટેક્ટ ઉભા કરવાની પણ મેરેજ બાદ  જરૂર ન હતી રહી. મારો વ્યવસાય એજ ગતિથી ચાલતો રહ્યો. મહત્વપૂર્ણ વાત તો એ છે કે, મારી સાસરી અને પિયરમાં પણ બધાને આ કામમાં રસ છે અને ઘરની લેડિઝને આ કામ ફાવે છે. તેથી મને કામમાં પણ બધા ખૂબ જ મદદ કરે છે. અમારૂ ફેમિલિ જ અમારૂ બિઝનેસ ગ્રૂપ છે. તેવું કહું તો ચાલે. 

 

 

મારા વર્કનું એક્ઝિબિશન યોજવાની ઈચ્છા
હવે આ મુકામે પહોંચ્યા બાદ મને એવું થાય છે કે, બીજાને આર્ડર મુજબ અને બીજા માટે બહુ કામ કરી લીધું હવે હું મારૂ ખુદનું કંઇક ઉભું કરું. જેનાથી મારી આ કળાને ખરા અર્થમાં ક્રેડિટ મળે અને મને પણ નામ મળે. હું મારૂ આવું યુનિક વર્ક કરીને તેનું એક્ઝિબિશન યોજવા ઇચ્છું છું.એકઝિબિશનથી સારૂ એવું વેચાણ થાય છે અને કામનું માર્કેટિંક માટેનું પણ આ સારૂ પ્લેટફોર્મ છે. અત્યાર સુધી મેં મારા કામ માટે લોન મેં ક્યારેય લોન ન હતી લીધી. વ્યવસાયથી જે પણ નફો થતો તે હું વ્યવસાયના વિકાસ માટે વાપરતી હતી. જો કે હવે લોન લઇને મારાા આ બિઝનેશને એક્ઝિબિશન યોજીને મોટાપાયે વિકસાવવા ઇચ્છું છું 
- અર્પિતા રાણા, અમદાવાદ 

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો