તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Success Story Of Sangeeta Patel, She It Operates A Hair Salon

નાનપણમાં સારા દેખાવાના શોખે સંગીતા પટેલને સફળ હેર સ્ટાઇલિસ્ટ બનાવ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મારા નાનપણનો શોખ આગળ જતાં વ્યવસાય બન્યો
હું નાની હતી ત્યારથી જ મને હેર સ્ટાઇલિંગનો શોખ હતો. ત્યારે મને ખબર નહોતી કે આગળ જતાં મારો આ શોખ વ્યવસાયમાં તબદિલ થશે. હું પરણી તે પછી મેં સમયનો સદુપયોગ કરવા અને ઘરમાં આવકનો સ્રોત વધારવા મારા ખુદના વ્યવસાયની શરૂઆત કરી હતી. મેં વર્ષ 1996માં હેર સ્ટાઇલિસ્ટ તરીકેના મારા કામની શરૂઆત કરી હતી.

 

વ્યવસાયની શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો.

મને શરૂઆતમાં કામ સરળતાથી મળ્યું નહોતું. મેં લોકોને કહેવાની શરૂઆત કરી તે પછી મને લોકો કામ માટે બોલાવવા લાગ્યા હતા. હું જ્યારે લોકોના ઘરે હેરસ્ટાઈલના કામ માટે જતી ત્યારે મારા નાનકડા દીકરાને પણ સાથે લઈ જવો પડતો હતો. આમ અનેક તકલીફો વચ્ચે મારું ગમતું કામ ચાલુ રાખ્યું અને અંતે મને સફળતા મળી હતી. મારા કામની કદર કરનારા લોકોની યાદી તો લાંબી છે, પણ જો થોડાં નામ આપવાનાં હોય તો હું તેજલ શાહ, વૈશાલી શાહ અને શિક્ષણ ક્ષેત્રે નામાંકિત નામ સીમા મુન્શાને  જરૂર યાદ કરીશ.

 

પરિવારનો સહકાર મને સફળતા તરફ લઈ ગયો.

મારી આ સફળતા પાછળ મારા પતિથી માંડી ઘરના તમામ સભ્યોનો સહકાર પણ જવાબદાર છે. આ તકે મારા પિતાતુલ્ય સસરા કાન્તિભાઇ પટેલને જરૂર યાદ કરીશ કે તેમણે રૂઢિચુસ્ત થવાના બદલે મને મારા કામને લઈ ઊડવાનો મોકો આપ્યો હતો. મારા અઢીસો જેટલા ક્લાયન્ટ્સ જ્યારે પણ સુંદર દેખાવું હોય ત્યારે મને જ યાદ કરે છે. એક હેર સ્ટાઇલિસ્ટ તરીકે આનાથી મોટી સફળતા બીજી કોઈ ના હોઈ શકે.

 

એકેડમી શરૂ કરવાનું લક્ષ્ય છે
હું ભવિષ્યમાં મારા ક્ષેત્રમાં આગળ વધીને એક એકેડેમી શરૂ કરવા માગું છું, જ્યાં બહેનોને બ્યુટી પાર્લર સંબંધિત તમામ કામોનું  શિક્ષણ મળશે. હું અત્યાર સુધીમાં અનેક બહેનોને હેર સ્ટાઇલિસ્ટ બનાવી ચૂકી છું, તો મારે ત્યાં  4 જેટલી બહેનોને કાયમી રોજગારી આપી રહી છું. જીવનમાં નવું શીખવા માટે હું હંમેશાં તત્પર રહું છું. મારી કહાણી કહ્યા પછી અંતમાં એટલું જ કહીશ કે બાકીની બહેનો પણ ખુદના વ્યવસાયનો સંકલ્પ કરે, કેમકે સાહસ વિના સિદ્ધિ નથી.

- સંગીતા પટેલ
અદાવાદ

 

 

 

 

 


    

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો