તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દૂધનો વ્યવસાય કરી સફળતા પ્રાપ્ત કરનાર સિંહુંજ ગામની બિઝનેસ વુમનની વાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રીડેસ્ક:હું શહેનાઝ મકબૂલ વ્હોરા મહેમદાવાદ તાલુકાના સિહુંજ  ગામમાં રહું છું. હું હાલમાં ચાર ભેંસો સાથે પશુપાલનનો   વ્યવસાય કરું છું. મેં એક ભેંસ સાથે આ વ્યવસાયની શરૂઆત કરી હતી. મને ધારી સફળતા મળતા ધીમે-ધીમે હું ભેંસોની સંખ્યા વધારો કરતી ગઈ. આજે દરરોજ બે ટંકનું મળી ૩૦ લીટર જેટલા દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ દૂધ હું ડેરીમાં ભરું છું તો સાથે સાથે છૂટક વેચાણ પણ કરું છું. હું ભવિષ્યમાં વ્યવસાયને ખૂબ મોટાપાયે કરવાની ખેવના ધરાવું છું.

 

 

મહીનાના દીકરાને ઘરે મુકી તાલીમમાં જતી
મારે મારા આ દૂધના વ્યવસાય સિવાય મારી બીજા વ્યવસાયની કહાની પણતમને કહેવી છે.એક મહિલા ઉદ્યોગ સાહસિક તરીકેની મારી સફર વર્ષ 2002માં શરૂ થઈ હતી.મેં ICECDમાં મહિલા ઉદ્યોગ સાહસિક માટેની તાલીમ મેળવી હતી. આ સમયે મારી દીકરી છ મહિનાની જ હતી.આમ છતાં મારા પતિએ મને હિંમત આપી અને મારી પડખે ઉભા રહ્યા. મારા પતિ તાલીમ દરમ્યાન સમયાંતરે દીકરીને ફિડીંગ માટે લઈને તાલીમ સ્થળ પર આવતા હતાં.મેં સંજોગોને શરણે થવાના બદલે મહિલા ઉદ્યોગ સાહસિક તરીકેની તાલીમ મેળવી હતી.

 

 

નાનકડી દુકાનને મિનિ મોલ બનાવ્યો
આ તાલીમ  મેળવ્યા બાદ મારા ગામમાં મેં એક દુકાનની શરૂઆત કરી હતી. મારા વ્યવસાયને ને મેં મોટો કર્યો  પરિણામે આજે મારી આ દુકાન હવે દુકાન નહીં પણ એક મિનિ મોલ જેવી બની ગઈ છે. મારા મિનિ  મોલમાં જીવન જરૂરિયાતની એ ટુ ઝેડ વસ્તુઓ ગ્રાહકોને મળી શકે છે. આજની તારીખે મારા આ મિનિ મોલમાં 40 લાખની કિંમતનો માલ ભરેલો છે,જેથી તમે અંદાજ લગાવી શકો કે મારી સફળતા પણ કેવડી મોટી છે.

 

 

રોજના 3 હજાર પફનું વેચાણ કરું છું
મેં હાલમાં ભાગીદારીમાં બેકરી નો નવો વ્યવસાય શરૂ કર્યો છે. દરરોજ ત્રણ હજાર નંગ પફનું  હોલસેલ માં વેચાણ કરું છું. મહેમદાબાદ થી લઇ કઠલાલની દુકાનોમાં મેં બનાવેલા પફ વેચાઈ રહ્યા છે. મારી કહાની માત્ર વાહવાહી મેળવવા માટે નથી પણ હું અન્ય બહેનો પાસે અપેક્ષા રાખીશ તેઓ પણ હિંમત કરી સ્વનિર્ભર બને.
-શહેનાઝ મકબૂલ વ્હોરા
સિહુંજ,મહેબદાબા

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો