Success Story

મેં શિલ્ડ અને ટ્રોફી બનાવવાનું શરૂ કર્યું અને આ ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવી

divyabhaskar.com | Last Modified - Nov 17, 2018, 18:08PM IST
 • મેં શિલ્ડ અને ટ્રોફી બનાવવાનું શરૂ કર્યું અને આ ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવી

  દિવ્યશ્રી ડેસ્ક:ગુજરાતમાં કોઈએ અક્રિલિક શબ્દ પણ સાંભળ્યો નહોતો ત્યારે અમે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું.આજથી 20 વર્ષ પહેલા 5 હજારની મૂડીથી નાનાપાયે શરૂ કરેલો અમારો વ્યવસાય ગુજરાત વ્યાપી છે.

   


  પ્લાઈવૂડના માર્કેટ સામે અક્રિલિકનું માર્કેટ ઉભું કર્યું
  પ્રાંતિજ જેવા નાના શહેરમાં ઘરેથી અક્રિલિક સ્વિચ બોર્ડ બનાવવાનું શરૂ કર્યું હતું.જે સમયે પ્લાઈવૂડની બોલબાલા હતી ત્યારે અક્રિલિકમાંથી બનેલી પ્રોડક્ટ વેચવી આસન કામ નહોતું.લોકોને ગળે વાત ઉતારવી પડતી કે પ્લાઈવૂડમાંથી બનેલા સ્વિચ બોર્ડ કરતા અક્રિલિકમાંથી બનેલા સ્વિચ બોર્ડ કઈ રીતે શ્રેષ્ઠ.

   


  વ્યવસાયમાં પતિનો પણ સાથ મળ્યો
  બિઝનેસની શરૂઆતના 5 વર્ષ સુધી ઘરેથી જ કામ ચાલતું હતું.આ પછી બજારમાં ભાડાની જગ્યા લઈ કામ કરતા હતાં.સરકારી નોકરી મળતી હતી છતાં મારા પતિ હિતેશે વ્યવસાય પર પહેલી પસંદગી ઉતારી મારી સાથે જોડાય છે.

   

   

   

  ગ્રાહકોનો સંતોષ અમારી સફળતાની ચાવી
   મને 5 વર્ષના અનુભવથી ઘણું શીખવા મળ્યું હતું.અમે હવે  શિલ્ડ અને આઈકાર્ડ બનાવવાની શરૂઆત કરીએ છીએ.શાળાઓ અને સમાજિક સંગઠનો તરફથી કામ મળવાનું શરૂ થાય છે.અમને વર્ક ઓર્ડર મળે ત્યારે માત્ર ક્વોલિટી પર જ નહીં સર્વિસ પર પણ ધ્યાન આપતા હતાં.અમારા તરફથી ગ્રાહકોને સંતોષકારક કામ મળતા ધીરેધીરે સમગ્ર ગુજરાતમાંથી કામ મળવા લાગે છે.

   

   

  રાતોરાત રસ્તા પર આવી ગયા હતા
  મારી અત્યાર સુધીની વાતો સાંભળી તમને લાગતું હશે કે બધું બરાબર જ ચાલતું હશે.જો તમે આવું વિચારતા હોય તો ખોટું છે કેમકે એક સમયે ધંધામાં ખોટ આવતા રસ્તા પર આવી જવું પડ્યું હતું.એક કંપની તરફથી અમને સળંગ 5 વર્ષ કામ ચાલે એટલો ઓર્ડર મળે છે.આ ઓર્ડરના ભરોસે અમે પ્રાંતિજમાંથી અમદાવાદમાં સ્થળાંતર થઈએ છીએ.આજથી 10 વર્ષ પહેલા 20 હજારના ભાડાથી જમીન રાખી યૂનિટ શરૂ કરીએ છીએ.અમદાવાદ જેવા મોઘા શહેરમાં ભાડે ઘર પણ રાખ્યું હતું.જે કંપનીએ ઓર્ડર આપ્યો હતો તેણે છ મહિના પછી અચાનક ઓર્ડર કેન્સલ કરી દીધો.અમે રાતોરાત રસ્તા પર આવી ગયા કેમકે અત્યાર સુધીની બધી કમાણી અમે 5 વર્ષના ઓર્ડરને ધ્યાને રાખી રોકી દીધી હતી.

   

  શૂન્યમાંથી સર્જન કર્યું અને સફળતા મેળવી
  અમદાવાદમાં નોકરી કરી ઘર ચલાવવાનો વિચાર કર્યો.જોકે અમને લાગ્યું કે નોકરી કરવી જ્યારે સ્વભાવમાં જ નથી ત્યારે પ્રાંતિજ પાછા ફરીને ફરી ધંધો બેઠો કરીએ.અમે આ બીજા નંબરના વિચાર પર અમલ કર્યો અને પ્રાંતિજમાં ફરી એકડએકથી શરૂઆત કરી અને મહેનત કરી.

   

   

  આજે વાર્ષિક 15 થી 20 લાખનું ટર્નઓવર 
  અમે રાખમાંથી ફરી બેઠા થયા હતા ત્યારે આ વખતે સફળતા પણ બેવડા પ્રમાણમાં મળે છે.ગુજરાતના દરેક ખૂણામાંથી કામ મળે છે ત્યારે હાલમાં 8 જણનો સ્ટાફ છે તો વાર્ષિક 15 થી 20 લાખ સરેરાશ ટર્નઓવર છે.

   

   


  સાયન્સ મોડેલ પણ બનાવીએ છીએ
  અમે હવે ગણીત અને વિજ્ઞાનના સાયન્સ મોડેલ પણ બનાવીએ છીએ.ગુજરાતના સાયન્સ સેન્ટરોમાં અમારા ત્યાંથી જ બનેલા સાયન્સ મોડેલ ઉપયોગમાં લેવાય છે.

  ગ્રાહકોને લાગતું કે હું સ્ત્રી છું માટે ખબર નહીં પડે.

   


  હું મહિલાઓને સંદેશ આપીશ કે વ્યવસાય કરવાની હિંમત કરો સફળતા જરૂર મળશે.પુરુષોને પણ પાછળ રાખી દે એવી સફળતા મળશે.મારી વાત પુરી કરતા-કરતા એક અનુભવ વહેંચીશ કે હું જયારે પહેલી વખત કોઈ ગ્રાહકનો ફોન ઉપાડતી ત્યારે તે મારો અવાજ સાંભળી ફોન મુકી દેતા અથવા તમારા પતિને ફોન આપો એમ કહેતા.તેઓને લાગતું હતું કે હું એક મહિલા છું એટલે આ વ્યવસાયમાં મને ખબર પડતી નહીં હોય.મારો આ અનુભવ એટલે જણાવ્યો કેમકે સ્ત્રી નક્કી કરે તો કોઈ પણ વ્યવસાયને સફળતાથી કરી દુનિયાને ખબર પાડી શકે છે.
  -ઉર્વશીબેન મોદી 
  ફાઉન્ડર,યશ લેસર,પ્રાંતિજ 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી