Success Story

ગુજરાતમાં ટીચર રિક્રુટમેન્ટ સર્વિસની પાયોનીયર બની અમદાવાદની બે બહેનપણીઓ

divyabhaskar.com | Last Modified - Nov 02, 2018, 11:35AM IST
 • ગુજરાતમાં ટીચર રિક્રુટમેન્ટ સર્વિસની પાયોનીયર બની અમદાવાદની બે બહેનપણીઓ

  શરૂઆતમાં પ્રિસ્કૂલ શરૂ કરી હતી
  મેં વર્ષ 2006માં preschool થી મારા વ્યવસાયની શરૂઆત કરી હતી.મારી ફ્રેન્ડ પાયલ પણ મારી સાથે મારા આ વ્યવસાયમાં જોડાય  છે. હું અને પાયલ વર્ષ ૨૦૧૨ સુધી આ અમારી preschool ને ચલાવ્યા બાદ તેને બંધ કરીએ છીએ. અમે preschool બંધ કર્યા બાદ અલગ-અલગ સ્કૂલના ટીચર્સને તાલીમ આપવાનું કામ શરૂ કરીએ છીએ. અમે ટીચર્સને તાલીમ આપતી વખતે ખાસ કાળજી લેતા કે એ માત્ર ભણવામાં જ નહીં પણ મેનેજમેન્ટ ની અપેક્ષા મુજબ અન્ય બાબતોમાં પણ હોંશિયાર બને. આ કામ બે વર્ષ સુધી કર્યા બાદ હવે અમે કશુંક નવું કરવા જઈ રહ્યા હતા.

   

   

  ટીચર રિક્રુટમેન્ટ સર્વિસમાં પાયોનીયર
  હવે અમે અમારા એજ્યુકેશન ફિલ્ડના અનુભવના આધારે એક નવો જ વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું. અમે વર્ષ 2015માં ટીચર રિક્રુટમેન્ટ સર્વિસ ના વ્યવસાયની શરૂઆત કરી. આ વ્યવસાય ને દેશ અને રાજ્યમાં સૌપ્રથમવાર શરૂ કરવાનો શ્રેય અમને મળે છે, એટલે કે અમે પાયોનીયર છીએ.અમે www.teachersearch.com નામની વેબસાઈટ અને આ વેબસાઇટ સાથે જોડે કરેલ સોફ્ટ્વેરના માધ્યમથી સ્કૂલમાં નોકરી ઇચ્છતા કેન્ડિડેટ અને સ્કૂલ મેનેજમેન્ટ સુધી online અમારી પહોંચ વધારવાની શરૂ કરી.જોકે ઓફલાઈન પણ કામ કરવું પડ્યું હતું અને આજે પણ offline કામ જ વધુ કરવું પડે છે.

   

   

  અમે બેસ્ટ ટીચર્સ તૈયાર કરીએ છીએ
  અમે હવે schools ને ડિરેક્ટરથી લઈ  ટીચર માટે યોગ્ય વ્યક્તિને શોધી આપવાનું કામ કરી રહ્યા હતા. અમે ૩૫ થી વધુ   schools  સાથે જોડાઈને 100 જેટલા કેન્ડિડેટના પ્લેસમેન્ટનું કામ કરી શક્યા છીએ. અમે અમારી આ સર્વિસ માટે સ્કૂલ પાસેથી એક મહિનાના પગારની રકમ વસૂલ કરીએ છીએ, જ્યારે કેન્ડિડેટ પાસેથી એક રૂપિયો પણ લેતા નથી. અમે કોઈ વ્યક્તિને માત્ર ટીચરની જોબ અપાવવાનું કામ પૂરું કરે અમારી જવાબદારી પૂરી થઈ ગઈ છે એવું સમજતા નથી. અમે આ ટીચરને  Groom  કરીએ છીએ જેથી  એને  સારી  સેલેરી મળે અને મેનેજમેન્ટને એક સારો ટીચર મળે.

  મહિલાઓની સલામતીને પ્રાધાન્ય
  અમારી કંપની સ્કૂલ મેનેજમેન્ટ અને ટીચર વચ્ચે બ્રિજ બનવાનું કામ કરી રહી છે. અમને લાગે છે કે અમારી સફળતા પાછળ અમારી માત્ર મહેનત નહીં પણ મહિલા કેન્ડિડેટ માટે સલામતીની બાબતો ભાર દેવાની મારી પ્રાથમિકતા પણ જવાબદાર છે. આ ક્ષેત્રે મહિલાઓનું યોગદાન મોટા પ્રમાણમાં છે ત્યારે અમે કોઈ મહિલા કેન્ડિડેટને નોકરીના સ્થળે મોકલતા પહેલા અમે જાત મુલાકાત લઈએ છીએ. મેનેજમેન્ટના અલગ-અલગ લોકોને મળીને એક નિષ્કર્ષ ઉપર આવીએ છીએ કે મહિલા માટે અહીં સલામતી છે કે નહીં. અમને સંપૂર્ણ ખાતરી થાય પછી મહિલા કેન્ડિડેટ નું પ્લેસમેન્ટ કરવાનું નક્કી કરીએ છીએ.અમે ગુજરાત બહાર રાજસ્થાન અને બેંગ્લોર ની schools માટે સંતોષકારક કામ કરી ચૂક્યા છે. આથી અમારું લક્ષ્ય છે કે દેશભરમાં અમે બાળકોના હિતોને ધ્યાનમાં રાખી બેસ્ટ ટીચર્સ આપવા માગીએ છીએ. 

  વ્યવસાય કરો,વિચાર નહીં


  મારે જો કોઈ મેસેજ આપવાનો હોય તો હું બહેનોને એટલું જ કહીશ એ જ્યારે પણ તમને ઘરે બેસીને ખુદનો વ્યવસાય કરવાની ઇચ્છા થાય ત્યારે તરત જ વ્યવસાયની શરૂઆત કરી દો. જો તમે તમારા આ વિચારને અમલમાં મૂકવાનું મોડુ કરશો તો ઘણું મોડુ થઈ જશે. આથી દરેક બહેનોને ફરી કહીશ કે જો તમે દિલથી કામ કરશો અને મહેનત કરવામાં પાછા નહીં પડે તો સફળ થતાં તમને દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં.

  -દિપા અમિત શાહ
   પાયલ શાલીન શાહ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી