તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ડોટરના બર્થ ડે પર હોમ મેઈડ કેક બનાવી સક્સેસ ક્રેક કરનાર બિઝનેસ વુમનની કહાની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક:ડોટરના બર્થડે પર પહેલી હોમ મેઈડ કેક બનાવી.મેં પાંચ વર્ષ પહેલા મારી ડોટરના જન્મદિને હોમ મેઈડ કેક,બનાવી હતી.બજારમાં મળતી કેક કરતા ઘરે જાતે. બનાવેલી કેક તે દિવસે મીઠી લાગી હતી.મારી ડોટરના  જન્મદિને જાણે કે મારો પણ નવો જન્મ થયો.તે  મારો એક ગૃહિણીમાંથી બિઝનેસ વુમન તરીકે જન્મ થયો હતો.

 

કેકના બિઝનેસથી બે ફાયદા થયા
મારાં બાળકો નાનાં હતાં. તેથી હું નોકરી કરવા જઈ શકતી નહોતી.આથી મને વિચાર આવ્યો કે હોમમેઈડ કેક બનાવી વેચાણ કરું જેથી બે ફાયદા થશે. મારે ડિઝાઈનર બનવું હતું, પણ સંજોગોવશાત બની શકી નહીં. આથી હોમ મેઈડ કેકના બિઝનેસમાં પહેલો ફાયદો આ હતો કે મારું ગમતું કરવાનો અહીં મોકો હતો. બીજા ફાયદાની વાત કરીએ તો મને આર્થિક ફાયદો પણ થવાનો હતો.

 


પહેલો ઓર્ડર 6 કિલો કેકનો હતો
આથી મેં ઘેર બેસી કેક બનાવીને વેચાણ કરવાની શરૂઆત કરી.મને પહેલો ઓર્ડર મારા હસબન્ડ સાથે ઓફિસમાં કામ કરતા એક ભાઈ તરફથી મળ્યો હતો.તેમણે આપેલો 6 કિલો કેકનો પહેલો ઓર્ડર સફળતાના શિખર પર લઈ જતી સીડીની પહેલી પગથી સમાન હતો.

 

 

આજે 50 પ્રકારની કેક બનાવું છું
હું હવે રાત-દિવસ મહેનત કરી મારા વ્યવસાયને આગળ વધારી રહી હતી.મને મારું કામ જ સંતોષ અપાવે છે અને કામ પણ અપાવે છે.  છેલ્લાં બે વર્ષથી આ બિઝનેસમાં સારો ચાલે છે. . હું આજે 50 પ્રકારની કેક બનાવી રહી છું.  જેમાં મેદાની કેક, ઘઉંની કેક, સોજીની કેક, દહીંની કેક, કેળાંની કેક સહિતની કેકનો સમાવેશ થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખાસ પ્રકારની કેક બનાવું છું.

મહિને 30 હજારની કમાણી કરું છું.

 

મહિને 30 હજારની કમાણી કરું છું
મારી બનાવેલી કેક હાઈજેનિક હોય છે જેથી સ્વાસ્થ્યને લઈ જાગૃત લોકો મારા ગ્રાહકો બની જાય છે. હું કેકના ક્લાસ પણ ચલાવું છું ત્યારે અત્યાર સુધીમાં 40 થી વધુ બહેનોને તાલીમ આપી છે.મારી આવક વિશે વાત કરું તો દર મહિને સરેરાશ 30 હજારની કમાણી કરું છું. મારે બહેનોને કહેવું છે કે ઘરની જવાબદારી નિભાવતાં નિભાવતાં જે સમય બચે છે તે સમયમાં પણ વ્યવસાય કરી સફળ થઈ શકાય.

-રૂત્વાબેન મિતેશભાઈ ઘીયા
અમદાવાદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો