Divya Bhaskar

 Success Story
Home » Divyashree » Success Story » success story hansaben mehta laundry

4 ચોપડી ભણેલા હંસાબેન સકરવાલે પહેલા દિવસે 4 રૂપિયાની કમાણી સાથે શરૂઆત કરેલી

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 19:46PM IST
  • 4 ચોપડી ભણેલા હંસાબેન સકરવાલે પહેલા દિવસે 4 રૂપિયાની કમાણી સાથે શરૂઆત કરેલી

    દિવ્યશ્રી ડેસ્ક: મારા પતિના પગારથી ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી.અમારે સંતાનોમાં બે દિકરા અને એક દિકરી હતાં.સંતાનો જેમ-જેમ મોટા થઈ રહ્યા હતા તેમ-તેમ ખર્ચાઓ પણ વધી રહ્યા હતા.મેં કહ્યું એમ પહેલાથી જ આર્થિક સંકડામણ હતી જે ગળાનો ગાળીયો બની રહી હતી.

    લૉન્ડ્રિના કામમાં પહેલા દિવસે 4 રૂપિયા જ મળ્યા


    હું સમજી ગઈ હતી કે માત્ર મારા પતિની કમાણીથી ઘર ચાલશે નથી.હું માત્ર 4 ચોપડી ભણી હતી માટે નોકરીનો તો વિચાર કરવાનો થતો નહોતો.આથી મેં નક્કી કર્યું કે હું ઘરેથી થઈ શકે એવો લૉન્ડ્રિનો વ્યવસાય કરીશ.15 વર્ષ પહેલા આ રીતે મારા ખુદના વ્યવસાયની શરૂઆત થાય છે.વ્યવસાય શરૂ તો કર્યો પણ પહેલા દિવસથી જ સંઘર્ષ શરૂ થાય છે.પહેલા દિવસે માત્ર 4 કપડાઓનું કામ મળ્યું હતું.તે દિવસોમાં એક કપડાની ઈસ્ત્રી કરવાનો ફક્ત 1 રૂપિયો જ મળતો હતો માટે પહેલા દિવસે માત્ર 4 રૂપિયાની જ આવક થાય છે.

    દિકરાને એમબીએ કરાવી નોકરી અપાવી
    જોકે તે દિવસથી આજદિન સુધી હું ક્યારેય હિંમત ન હારી પરિણામે આજે પણ મારો વ્યવસાય ચાલુ છે.હું હાલમાં દર મહિેને 20 હજાર રૂપિયાની કમાણી કરું છું.મારી કમાણીથી માત્ર ઘર ચાલ્યું એટલું જ નહીં પણ સંતાનોનો ઉછેર પણ સારી રીતે થઈ શક્યો.મારો મોટો દિકરો એમબીએ કરીને નોકરીએ લાગી ગયો છે તો નાનો દિકરો ગ્રેજ્યુએટ થઈ ગયો છે.દીકરીને પણ ધામધૂમથી પરણાવી શકી કેમકે હું ખુદનો વ્યવસાય કરતી હતી.

    વ્યવસાય માટે હિંમત અને મહેનતની જ જરૂર
    હું બહેનોને કહીશ કે ઘરમાં પતિની આવકથી જીવવામાં તકલીફ પડતી હોય તો ઝડપથી વ્યવસાય કરવાની હિંમત કરો.તમારે હિંમત કરી મહેનત જ કરવાની છે ફળ આપવાની જવાબદારી ભગવાન નિભાવશે.તમારી સામે હું જીવતું જાગતું ઉદાહરણ છું કે જે 4 ચોપડી ભણેલી છતા વ્યવસાય કર્યો અને પહેલા દિવસે 4 રૂપિયા જ કમાણી કરી પણ હિંમત ન હારી.

    -હંસાબેન પોપટલાલ સકરવાલ લોન્ડ્રી,નારણપુરા,અમદાવાદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી