Success Story

શિતલ શાહે આર્ટના શોખને વ્યવસાયમાં તબદિલ કરી મેળવી સફળતા

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 19:21PM IST
 • શિતલ શાહે આર્ટના શોખને વ્યવસાયમાં તબદિલ કરી મેળવી સફળતા

  દિવ્યશ્રી ડેસ્ક: મને બાળપણથી ચિત્રકામનો શોખ હતો.મને આર્ટ સાથે લગાવ હોવાથી હું મહેંદીના ક્લાસિસ કરું છું.મારા પપ્પા રૂઢિચુસ્ત હોવાથી તેમણે મારા આ નિર્ણયનો વિરોધ કર્યો હતો કેમકે તેઓને આ કામ નાનું લાગતું.જોકે મમ્મી સપોર્ટ કરે છે જેથી કોર્ષ કરી શકું છું.
   
  નોકરી નહીં વ્યવસાય કરવાનું નક્કી કર્યું
  મારા લગ્ન સુરતના એક મધ્યમવર્ગીય પરિવારમાં થાય છે.હું જે પરિવારમાં પરણીને આવી હતી ત્યાં મારે પણ કામ કરીને ઘરમાં પૈસા લાવવા જરૂરી હતા.મારા પતિએ મને નોકરી અથવા ગમતું કામ જેવા બે વિકલ્પો આપ્યા હતા.મેં બીજા નંબરનો વિકલ્પ પસંદ કરી બ્યુટી પાર્લરના ક્લાસિસ કરવાનો નિર્ણય લીધો.

   

  બ્યુટી પાર્લરમાં કામ મળ્યું પણ પગાર ન મળ્યો
  વર્ષ-1993માં બ્યુટી પાર્લરનો કોર્ષ કર્યા પછી અલગ-અલગ બ્યુટી પાર્લરમાં કામ કરું છું.હું કામ કરતી અને જયારે પગાર માગતી તો જવાબ મળતો કે તમને આ કામ આવડી ગયું છે. તમે હવે ખુદનું બ્યુટી પાર્લર શરૂ કરો.મારા પતિનો પગાર ઓછો હતો માટે ઘરમાં એટલી બચત મૂડી નહોતી કે ખુદના વ્યવસાયમાં રોકી શકાય.


  નોકરીમાં પહેલો પગાર 400 રૂપિયા મળેલો
  એક વર્ષ સુધી એક પણ રૂપિયો લીધા વગર નોકરી કર્યા પછી હવે પહેલી વખત એવી નોકરી મળે છે જેમા મને 400 રૂપિયા પગાર મળવાનો હતો.અહીં 6 મહિના નોકરી કર્યા પછી મેં શિક્ષિત બેકારની લોન લીધી અને મારા ખુદના વ્યવસાયની શરૂઆત કરી. મેં અનુભવ્યુ હતું કે જો સાહસ કરો તો ભગવાન પણ મદદ મોકલે જ છે.

   


  મારો અનુભવ છે કે તમે જ્યારે સાહસ કરવાનું વિચારો છો ત્યારે ભગવાન તમને મદદ કરે છે.મેં પણ જયારે સાહસ કરવાનું વિચાર્યું ત્યારે ભગવાને મારા માસા સસરા મનહરભાઈને મોકલી આપ્યા.જેમણે મને ભાડાની જગ્યા લઈ બ્યુટી પાર્લર શરૂ કરવા પ્રોત્સાહિત કરી પરિણામે સુરતના તાડવાડી વિસ્તારમાં એક ભાડાની જગ્યામાં 7 હજારની મૂડી સાથે બ્યુટી પાર્લર શરૂ કરું છું.

   

  દિવડા અને રાખડી પણ વેચ્યા
  હું હવે દર મહિને 5 હજાર રૂપિયા કમાતી થઈ ગઈ હતી.જોકે મુશ્કેલી એ હતી કે આ રકમમાંથી દુકાન ભાડું,લાઈટ બીલ અને સાધન સામગ્રીમાં થતા રોકાણની રકમ બાદ કરતા માંડ 1 હજાર રૂપિયાબચતા.આ સમયગાળા દરમ્યાન જ દિવાળીએ દિવડા તો રક્ષાબંધને રાખડીઓ પણ વેચી.

   

  ખુદની જગ્યા ખરીદી બ્યુટી પાર્લરનો વ્યાપ વધાર્યો
  2000 નું વર્ષ મારા માટે ખુબ ફળદાયી રહ્યું કેમકે આ વર્ષે હું ખુદનું બ્યુટી પાર્લર શરું કરવા માટે જમીનની ખરીદી કરું છું.મારી બચત મૂડી અને અને બાકીની બેંક લોન સાથે 'શીતલ બ્યુટી પાર્લર' ની મોટાપાયે શરૂઆત થાય છે.

   

   

  પુત્રનું બાળપણ ગાર્ડનમાં નહીં પાર્લરમાં પસાર થયું
  સફળતા પહેલા મારે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો કેમકે એક તરફ મારે વ્યવસાયને બાળકની માફક મોટો કરવાનો હતો તો મારી કૂખે જન્મેલા દીકરાને પણ મારે જ મોટો કરવાનો હતો.મારો દીકરો નાનો હતો ત્યારે ઘરના સભ્યો બ્યુટી પાર્લર પર તેને લઈને આવે અને હું એને ફીડિંગ કરાવતી.મારા પુત્રનું બાળપણ ગાર્ડનમાં નહીં પણ અમારી સાથે પાર્લરમાં વિત્યું છે.આમ મારી આ સફળતામાં  મારા પતિની સાથે મારા પુત્રનું યોગદાન પણ વિશેષ છે.

   

   

  દર મહિને આશરે 1 લાખની આવક
  મેં સાહસ અને મહેનતના જોરે આ વ્યવસાયને એક નાનકડા બીજ માંથી વટવૃક્ષ બનાવ્યું છે.સુરતમાં હાલ અમારી બે શાખાઓ છે ત્યારે દર મહિને આશરે 1 લાખ જેટલી આવક થઈ રહી છે.
     
  સફળતાની સાથે રેકોર્ડસ પણ સ્થાપ્યા
  મેં વ્યવસાયિક સફળતાની સાથે-સાથે કેટલાક સીમાચિન્હો પણ સ્થાપિત કર્યા છે.મને આનંદ છે કે યૂનિક વર્લ્ડ રેકોર્ડસ,લિમકા બૂક ઓફ રેકોર્ડસ,ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસ સહિત અનેક રેકોર્ડસ સ્થાપિત કર્યા તો નારી સન્માન એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે.
    
  યુવા અને મહિલાઓને સ્વનિર્ભર બનાવવાનો યજ્ઞ
  મને આનંદ ત્યારે થાય છે જયારે હું અન્ય યુવાનો અને ખાસ કરીને મહિલાઓને સ્વનિર્ભર બનાવવા નિમિત્ત બનું છું.હું અને મારા પતિ આ કામો  'શીતકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ' હેઠળ કરતા રહ્યા છીએ.મારી સફળતા પાછળ મારા પતિ કલ્પેશ અને પુત્ર ઋત્વિકનું મોટું યોગદાન છે. 
     
  તમારામાં રહેલી કલાને પારખી આગળ વધો
  હું ગુજરાતની અન્ય મહિલાઓને એટલું જ કહીશ કે પોતાની અંદર પડેલી કલાને ઓળખે અને પરિવારને સાથે રાખી ગમતા ક્ષેત્રમાં આગળ વધે.
  -શીતલ શાહ,ફાઉન્ડર,શીતલ બ્યુટી પાર્લર,સુરત

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી