Success Story

રીતુ નારીયાએ ક્રિએટિવીટી અને કૉન્ફિડન્સ થકી ચોકલેટનો વ્યવસાય કર્યો

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 18:10PM IST
  • રીતુ નારીયાએ ક્રિએટિવીટી અને કૉન્ફિડન્સ થકી ચોકલેટનો વ્યવસાય કર્યો

    દિવ્યશ્રી ડેસ્ક:માતા બન્યા પછી બેંકની નોકરી છોડી,મેં  3 વર્ષ પહેલા હોમમેઈડ ચોકલેટનો બિઝનેસ શરૂ કર્યો હતો. બિઝનેસ શરૂ કર્યો તે પહેલા એક પ્રાઈવેટ બેંકમાં બ્રાન્ચ હેડ હતી. માતા બન્યા બાદ મેં  નોકરી છોડી દીધી. કેમકે હું બાળકનો ઉછેર જાતે કરવા માગતી હતી.


    મુંબઈમાં ચોકલેટ બનાવવાની તાલીમ લીધી
    જોકે હું ઘરમાં રહીને પણ ગમતું કામ કરવા ઈચ્છતી હતી.મને પહેલાથી જ ક્રિએટિવ વર્ક કરવું ગમતું હતું માટે મેં નક્કી કર્યું કે હું હોમ મેઈડ ચોકલેટ બનાવી તેનું વેચાણ કરીશ.હું મુંબઈમાં ચોકલેટ બનાવવાની તાલીમ લઈ બાદમાં ઘરેથી જ બિઝનેસ શરૂ કરું છું.

     

    પહેલો ઓર્ડર 125 ચોકલેટનો મળે છે
    મેં પહેલીવાર જે ચોકલેટ બનાવી હતી તે મિત્રોને ખવડાવી તો મારા વખાણ થયા જેથી મારો ઉત્સાહ વધ્યો.મારો આત્મવિશ્વાસ વધતા હું વ્યવસાય પણ આગળ વધારું છું.મને યાદ છે જે પહેલો ઓર્ડર મળ્યો હતો તે 125 ચોકલેટનો હતો.

     

     

    આજે 60 ફ્લેવર્સની ચોકલેટ બનાવું છું
    આ પહેલા ઓર્ડર પછી આજદિન સુધી મેં પાછું વળીને જોયું નથી.હું હાલમાં 60 ફ્લેવર્સની ચોકલેટ બનાવું છું.અમે મેસેજ ચોકલેટ થી લઈ ચોકલેટ બૂકે સુધીની ચોકલેટનું વેચાણ કરીએ છીએ.

     

     

    ક્લાયંટને હાઈજનિક અને ક્રિએટિવીટીનો અહેસાસ
    આજે કોમનમેનથી લઈ કોર્પોરેટ સુધી બધા ગ્રાહકોને અમારી સેવાથી સંતોષ છે.મેં પહેલા દિવસથી કાળજી લીધી છેકે મારા ગ્રાહકોને જે પ્રોડક્ટનું  વેચાણ કરું તે હાઈજનિક તો હોવી જ જોઈએ પણ સાથે-સાથે તેને ક્રિએટિવીટીનો પણ અહેસાસ થવો  જોઈએ.

     

     

    દેશના તમામ શહેરોમાં ચોકલેટ વેચવી છે
    મેં અમદાવાદની બહાર પણ પાંખો ફેલાવી છે ત્યારે મુંબઈ અને વડોદરામાં પણ મારી બનાવેલી ચોકલેટ લોકો હોંશે હોશેં ખાઈ રહ્યા છે.મારું લક્ષ્ય છેકે હું સમગ્ર દેશમાં મારી ચોકલેટનું વેચાણ કરું.3 વર્ષ પહેલા શરું કરેલો આ બિઝનેસ આજે આગળ વધી રહ્યો છે ત્યારે વાર્ષિક 5 થી 6 લાખની ચોકલેટનું વેચાણ થઈ રહ્યું છે.

     

     

    ફેસબુક પેજથી કરું છું માર્કેટિંગ 
    હું માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાના ભરપૂર ઉપયોગ કરું છું.ફેસબુક પેજ Ritu's Handcrafted Chocolates ના માધ્યમથી મારા વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ ચાલું છે.

     

    ગ્રાહકોની પહેલી પસંદ છીએ
    મને કહેતા આનંદ થાય છે કે બેબી અનાઉન્સમન્ટ,રિટર્ન ગિફ્ટ,બર્થ ડે અને તહેવાર વખતે હોમ મેઈડ ચોકલેટ ખરીદવાની વાત આવે તો લોકો અમારા પર ભરોસો મુકી રહ્યા છે.

     

    બેકરી બેઈઝ ડેઝર્ટ પ્રોડક્ટ્સ પર ફોકસ 
    બિઝનેસ ડાયવર્સિફાઈની વાત કરું તો હું હાલમાં બેકરી બેઈઝ પ્રોડક્ટ્સ અને ડેઝર્ટ પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.હું મારી વાત મને ગમતા એક થોટ સાથે પુરી કરીશ કેમકે રોજે એક વખત આ થોટને રીડ કરું છું,તમે પણ વાંચો...''Great Businesses are built to last with passion and hard work''-Meredith Mahoney
    -રિતુ નારીયા,બિઝનેસ વુમન,અમદાવાદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી