Success Story

મેં આ ઉદ્યોગ દ્રારા પૈસા જ નહીં સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની પણ કમાણી કરી

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 18:19PM IST
 • મેં આ ઉદ્યોગ દ્રારા પૈસા જ નહીં સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની પણ કમાણી કરી

  દિવ્યશ્રી ડેસ્ક:હું ઉત્તરપ્રદેશના બનારસની મૂળ વતની છું અને હાલમાં ગુજરાતના છત્રાલમાં પરિવાર સાથે રહું છું.મારા પતિ ઘરનું ગુજરાન ચલાવવા છત્રાલમાં કરિયાણાની દુકાન ચલાવી રહ્યા છે.પતિની આવકથી ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હતી.પતિની આ મુંઝવણ જાણી જતા મેં નક્કી કર્યું કે હું પણ ઘરની આવક વધારવામાં મદદ કરી.આથી મેં ઘરમાં બેસી સિલાઈ કામ શરૂ કર્યું.જોકે મુશ્કેલી એ હતી કે કામ એટલું નહોતું મળતું કે ઘરની સ્થિતીમાં કોઈ ખાસ સુધારો દેખાય.

   

  સફળતા ન મળી તો હતાશ થઈ પણ હારી નહીં
  એક તરફ પતિ મહેનત કરતા હતા તો બીજી તરફ હું મહેનત કરતી હતી.આમ છતા દર મહિને બે છેડા ભેગા ન થતા હું હિંમત ગુમાવી રહી હતી.એક સમયે આવ્યો કે જ્યારે મારા પર નબળા વિચારો હાવી થઈ ગયા.મને વિચાર આવ્યો કે હવે આ મહેનત કરવાનો કોઈ અર્થ નથી.જોકે આ હતાશાને હું હારમાં પલટાવા દેતી નથી.

   


  મહેનત છોડી નહીં,પ્રયત્ન ચાલું રાખ્યા
  જોકે મારો અંતરાત્મા કહેતો હતો કે મહેનત ચાલું રાખ એક દિવસ જરૂર સફળતા મળશે.હું મારા અંતરનો અવાજ સાંભળું છું અને સિલાઈ કામ છોડતી નથી.હું મહેનત થકી સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્નશીલ રહેવાનું નક્કી કરું છું.

   

  ઘરમાંથી બહાર નીકળી બજારમાં આવી
  હું બે વર્ષ સુધી દર મહિને માત્ર રૂ.1500 થી 2000 સુધીની કમાણી કરું છું.જોકે એક દિવસ ICECD સંસ્થાના લોકોનો સંપર્ક થાય છે.આ સંસ્થા તરફથી મહિલા ઉધોગ સાહસિક બનવા માટેની તાલીમ તો મળે જ છે પણ વ્યવસાયનો વ્યાપ વધારવા માટે માર્ગદર્શન અને હિંમત પણ મળે છે.હું ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળી એક ભાડાની જગ્યામાં દરજીકામની દુકાન શરૂ કરું છું.

   
  પતિ સાથે ખભેખભો મીલાવી આગળ વધી
  મારી હાજરી હવે બજારમાં હતી જેથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય છે.હું ગ્રાહકોને સંતોષકારક કામ આપતી હતી માટે ધંધો સારો ચાલવા લાગે છે.એક તરફ પતિ કરિયાણાની દુકાન ચલાવતા હતા તો હું દરજીકામની દુકાનને સંભાળતી હતી.

   

  વ્યવસાયથી સંતાનોનું ઉજ્જવળ ભવિષ્ય કમાણી
  અમારે સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે.હું માત્ર ઘર ચલાવવા માટે વ્યવસાય કરતી નથી.મેં નક્કી કર્યું કે આ વ્યવસાયમાંથી જે પૈસા મળે તેનો ઉપયોગ મારા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવો.હાલમાં મારી દીકરી કોલેજમાં છે અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો કોર્ષ કરે છે.મેં વ્યવસાય શરૂ કર્યો તેની સફળતા માત્ર આવકથી નક્કી થાય એવું હું નથી ઈચ્છતી.હું સ્પષ્ટ માનું છું કે મેં વ્યવસાય કર્યો અને ઘરમાં પૈસા આવ્યા જેથી પુત્રને અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકું છું તો પુત્રીને કમ્પ્યૂટર એન્જિનિયરિંગ બનાવી શકી.આમ હું સફળ મહિલા ઉધોગ સાહસિક તો છું પણ મેં માત્ર પૈસા નહીં સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની કમાણી પણ કરી છે.
  -રીટાદેવી લાલબહાદુર કુશવાહા,છત્રાલ 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી