Success Story

20 કિલો બટાકાથી વેફરનો વ્યવસાય કરનાર દક્ષાબેન મિસ્ત્રીની બિઝનેસ સફર

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 18:12PM IST
  • 20 કિલો બટાકાથી વેફરનો વ્યવસાય કરનાર દક્ષાબેન મિસ્ત્રીની બિઝનેસ સફર

    દિવ્યશ્રી ડેસ્ક:100 રૂપિયાની મૂડી અને 20 કિલો બટાકાથી કરી શરૂઆત,મેં છ વર્ષ પહેલા બટેટાની વેફર બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. એ વખતે રોકાણ માટે મારી પાસે માત્ર 100 રૂપિયાની મૂડી હતી. મેં પહેલીવાર 20 કિલો બટેટા ખરીદી ઘરે જ વેફર બનાવી હતી. મારી આજુબાજુના લોકોને મારી વેફર પસંદ આવતાં મને પ્રોત્હાસન મળ્યું હતું. તે દિવસથી લઈ આજદિન સુધી પછી ક્યારેય પાછું વળીને જોયુ નથી.

     

     

    પતિની આવક પૂરતી ન હોવાથી વ્યવસાય કર્યો
    મને વ્યવસાય કરવાનો વિચાર આવવા પાછળ પણ એક કહાની છે.અમારા ઘરમાં કમાનાર મારા પતિ એક હતાં અને ખાનાર હું અને મારી બે દીકરી એમ કુલ ચાર જણ હતાં. આથી કાયમી ઘરમાં પૈસાની અછત રહેતી હતી. હું આજે પણ તે દિવસો ભૂલી શકતી નથી જયારે મારા પતિનો પગાર 5 હજાર હતો અને સામે ઘરનો ખર્ચ 15 હજાર હતો. ઘરની આ સ્થિતીમાં સુધારો થાય તે માટે મેં વ્યવસાય કરવાનો નિર્ણય કર્યો હતો.

     

     

    વ્યવસાયના ગુણ નહોતા પણ ગુણવત્તા હતી
    મારો ધંધો જેમ-જેમ વિકાસ પામતો ગયો તેમ-તેમ મેં પ્રોડક્ટ્સમાં પણ વધારો કર્યો. હું હવે બટાટાની વેફર સિવાય પાપડ, અથાણું, થેપલા, સાબુદાણાની ચકરી જેવી વસ્તુ બનાવવા લાગી હતી. મારા માલની ગુણવત્તા એટલી સારી હતી કે એને વાપરનાર જ મારી જાહેરાત કરતા હતાં. મારી મહેનત રંગ લાવી અને વેપારનો વ્યાપ વધતા છૂટક ગ્રાહકોની સાથે હવે દુકાનોમાં પણ મારો માલ જવા લાગ્યો હતો.

     

     

    દીકરીનો સારી રીતે ઉછેર કરી શકી
    મને કોઈ પૂછે છે કે તમે વેપારમાં કેટલું કમાણા તો હું કહું છું કે મારી બે દીકરીઓનો સારી રીતે ઉછેર કરી શકી અને પતિને ઘરમાં ટેકો કરી શકી તે મારી ખરી કમાણી છે. હું તમામ બહેનોને કહીશ કે પતિ કમાતા હોય તો પણ તમારે ખુદનો વ્યવસાય કરવો જોઈએ. સ્ત્રી જ્યારે સ્વનિર્ભર બને છે ત્યારે સમગ્ર પરિવારને ફાયદો થાય છે. હું આજે 50 વર્ષે પણ વ્યવસાયમાં સક્રિય છું.
    -દક્ષાબેન મિસ્ત્રી, વેફરના વેપારી, નવા વાડજ અમદાવાદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી