Success Story

મહિમા જાવરિયા એકાઉન્ટિંગના વ્યવસાયમાં સક્સેસનો ગુણાકાર

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 17:41PM IST
  • મહિમા જાવરિયા એકાઉન્ટિંગના વ્યવસાયમાં સક્સેસનો ગુણાકાર

    દિવ્યશ્રી ડેસ્ક:હું આજે ઘર સંભાળવાની સાથે અકાઉન્ટિંગનો વ્યવસાય પણ કરું છું. મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી માટે પ્રિલિમિનરી એક્ઝામ્સ આપી હતી. આથી એકાઉન્ટિંગ અને તેને સંબંધિત સોફ્ટવેરની મને જાણકારી તો હતી જ. લગ્ન થયા પછી અમદાવાદમાં સ્થાયી થયા. શરૂઆતમાં કેટલોક સમય મેં એકાઉન્ટિંગ મેનેજર તરીકે નોકરી પણ કરી. પરંતુ બાળકના જન્મ બાદ નોકરી છોડી દીધી. મારું સંતાન થોડું મોટું થયા પછી મને વિચાર આવ્યો કે એકાઉન્ટિંગનું કામ તો હું ઘરે બેસીને પણ કરી જ શકું છું. આથી ૨૦૧૭માં મેં શરૂઆત કરી દીધી. 

     

     

    હસબન્ડ હતા પહેલા ક્લાયંટ
    મારા હસબન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. અગાઉ તેઓ પોતાના કામ અન્યને આપતાં હતાં. હવે એ જ કામ તેમણે મને સોંપ્યા. મને એ કહેતાં ગૌરવ થાય છે કે તેમણે એ કામનો પ્રોફેશનલ ચાર્જ પણ ચૂકવ્યો અને મને ૨૫૦૦૦ રૂપિયા આપ્યા હતા. 

     

     

    પ્રોફેશનલ નેટવર્ક બનાવવા સંઘર્ષ કર્યો
    ઘરેથી વ્યવસાય શરૂ કર્યો અને ઘરમાંથી જ કામ પહેલું કામ મળી ગયું. જોકે હવે ઘરની બહાર નીકળીને બીજા કામો મેળવવા મારા માટે એક પડકાર હતો. હું રાજસ્થાનથી આવી હતી માટે અહીં કોઈ પ્રોફેશનલ નેટવર્ક પણ નહોતું. મેં CA રિલેટેડ સેમિનારમાં ભાગ લીધો અને લોકોને મારી પ્રોફાઈલ શેર કરી. મને નેટવર્ક બનાવતા છ મહિના લાગ્યા પણ પછી અસાઈન્મેન્ટ બેઝિસ પર કામ મળવાના શરૂ થઈ ગયા.

     

     

    રિયલ પેપરિકા જેવા મોટા ક્લાયંટ
    આજે મારી પાસે 9 જેટલા ક્લાયંટ છે, જેમના માટે હું અકાઉન્ટિંગનું કામ કરું છું. મને કંપની સેક્રેટરીના કામની પણ જાણકારી છે ત્યારે ક્લાયંટ તરફથી ડ્રાફ્ટિંગનું કામ પણ મળવા લાગે છે. આજે મારા ક્લાયંટની યાદીમાં રિયલ પેપરિકા, કચ્છી કિંગ જેવા મોટા ક્લાયંટ પણ છે.

     

    ઘર અને વ્યવસાય બંનેની જવાબદારી એક સાથે ઘરની અને વ્યવસાયની જવાબદારી નીભાવવી અઘરું કામ હોય છે.આ બંને જવાબદારી નીભાવવામાં હું સફળ રહી છું ત્યારે મને એક સ્ત્રી હોવાનું ગૌરવ છે.

     

     

    CA કર્યા પછી પરણી ગયેલી મહિલાઓને કામ આપીશ
    મારા ફ્યૂચર ગોલની વાત કરું તો હું CA નો કોર્ષ કર્યા પછી લગ્ન થઈ ગયા હોય અને નોકરી ન કરી શકતી હોય એવી બહેનોને કામ આપીશ. આવી બહેનોને હું એક મંચ પર લાવીશ અને આઉટસોર્સિંગથી કામ આપીને સ્વનિર્ભર બનાવીશ.

     

    રિસ્ક લેતા શીખો
    હું અન્ય મહિલાઓને પણ કહીશ કે ખુદને ઓછી ન આંકે અને કંઈક નવું કરવા માટે રિસ્ક લેતા શીખે. તમે તમારા કામમાં 100% આપશો ત્યારે તમને સફળ થતાં કોઈ રોકી શકશે નહીં.
    -મહિમા  જાવરિયા,CA,અમદાવાદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી