Divya Bhaskar

 Success Story
Home » Divyashree » Success Story » kumud strat her school and handle book binding bisuness

સ્કૂલ સંચાલનની સાથે બાઈન્ડિંગ યુનિટ શરૂ કરી કુમુદે મેળવી સફળતા

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 19:39PM IST
  • સ્કૂલ સંચાલનની સાથે બાઈન્ડિંગ યુનિટ શરૂ કરી કુમુદે મેળવી સફળતા

    દિવ્યશ્રી ડેસ્ક: એક બિઝનેસ વુમન હોવાની સાથે હું એક નર્સરી સ્કૂલની ઓનર પણ છું. મારા ગ્રાહકો બાઈન્ડિંગ ફિલ્ડમાં મારી ઝડપને કારણે મને યાદ રાખે છે.આ સાથે હું ક્વોલિટી પર પણ ભાર આપું છું. મને આ બિઝનેસનો પ્રોજેક્ટ ફાઈનલ કરતા એક વર્ષ લાગ્યું હતું. બુક બાઈન્ડિંગ યુનિટ સ્થાપવાનો મને પહેલાથી કોઈ રસ નહોતો, જોકે કુદરતી પ્રેરણા અને મારી નર્સરી સ્કૂલને કારણે આ પ્રોજેક્ટ આકાર પામ્યો અને સફળ રહ્યો.

    સરવેથી મળ્યો બિઝનેસ આઈડિયા
    મે ICECD જોઈન કરી મેનેજમેન્ટની ટ્રેનિંગ લીધી.ટ્રેનિંગ દરમિયાન મારા મગજમાં બિઝનેસ શરૂ કરવાના વિચારો આવવા લાગ્યા. એક સરવે થકી બાઈન્ડિંગ બિઝનેસમાં આગળ જતા ઘણી તકો રહેલી હોવાનું મને જાણવા મળ્યું. આ સાથે મારા પતિ જેઓ એક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા હતા, તેમણે વિસ્તારમાં બાઈન્ડિંગ યુનિટ ઓછા હોવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ બધી વાતોને ધ્યાનમાં લઈ મે બાઈન્ડિંગ યુનિટના પ્રોજેક્ટને આગળ વધારવાનો નિર્ણય કર્યો.

    બેંક સ્કિમ હેઠળ પ્રોજેક્ટ ન આવતા સહાય ન મળી
    મને પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા 76,100 રૂપિયાની જરૂર હતી. જોકે આ પ્રોજેક્ટ બેંકેબલ સ્કિમ હેઠળ ન હોવાથી કોઈપણ બેંક લોન આપવા તૈયાર નહોતી. મારા પ્લાન્ટ ને જીવંત રાખવા મિત્રના યુનિટમાં કામ શરૂ કર્યું અને તેનું યુનિટ ફ્રી હોય ત્યારે જ અમુકવાર તો નાઈટમાં કામ કરતી હતી.

    મહેનત રંગ લાવી તો બિઝનેસ ચાલવા લાગ્યો
    ધીમે-ધીમે મારો બિઝનેસ ચાલવા લાગ્યો. મારા અને પતિના સંપર્કોએ મારી શરૂઆતને યોગ્ય સાબિત કરી. તમામ મુશ્કેલીઓ વચ્ચે હું પોતાના બિઝનેસ પ્લાનને વળગી રહી. ડિલિવરી સંબંધિત સમસ્યા અને અન્ય કારણોસર અમુક વખત નુકસાન પણ સહન કરવું પડ્યું. બે મહિનાની ધીરજ બાદ 49,100 રૂપિયાની લોન મળી. મારા એક જાણીતાએ તેના બેંક મેનેજર મિત્ર થકી આ લોન અપાવી અને તેના થકી મેં જરૂરી મશીનરી ખરીદી હતી.

    ટેક્નિકલ સહાય માટે કોઈ આગળ ન આવ્યું
    કામને પરફેક્ટ બનાવવા ઘણા લોકો પાસે ટેક્નિકલ નોલેજ માટે મદદ માંગી હતી. જોકે કોઈની તરફથી જવાબ મળ્યો નહીં. જાણકારોને ફોન કરી પણ મદદ માંગી પરંતુ તેમા પણ નિષ્ફળતા મળી. અંતે પોતે ટેક્નિકલ નોલેજ મેળવવાના બદલે જાણકારને પોતાના યુનિટમાં રાખવાનો નિર્ણય લીધો. આ બધી મહેનત રંગ લાવી અને 18000 રૂપિયાના માસિક ટર્નઓવરથી બિઝનેસ આગળ વધવા લાગ્યો. તે પછી મે ધીમે-ધીમે સરકારી કોન્ટ્રાક્ટ મેળવ્યા. વર્કલોડને મેનેજ કરવા દૈનિક ધોરણે કર્મચારીઓ પણ રાખી બિઝનેસ આગળ વધારતી રહી.

    સ્કૂલ અને બિઝનેસનું સફળ સંચાલન
    હું સ્કૂલ અને બાઈન્ડિંગ યુનિટ બંનેને યોગ્ય રીતે ચલાવવા લાગી. જેમાં કોઈપણ મદદ કરવા ન આવતું અને ન તો કોઈનો બેકઅપ સપોર્ટ મળ્યો. જેને કારણે ઘણીવાર હું થાકી જતી હતી. જોકે બિઝનેસની સફળતાના સંતોષ બાદ બાઈન્ડિંગ યુનિટને પ્રિન્ટિંગ પ્રેસમાં ફેરવવા અને આ ફિલ્ડમાં મારું નામ મોટું બનાવવાનું સ્વપ્ન છે. જો કોઈપણ ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય કરી લો તો તમને કોઈ અટકાવી શકે નહીં.
    કુમુદ ચૌહાણ, બુક બાઈન્ડિંગ યુનિટ, અમદાવાદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી