Success Story
Home » Divyashree » Success Story » handicap women earn by tailoring

કાંતાબેન વાણીયા કહે છેઃભગવાને પગમાં ખોડ આપી તો પણ વ્યવસાય કરી હાલ મારા પગ પર ઉભી છું

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 19:52PM IST
  • કાંતાબેન વાણીયા કહે છેઃભગવાને પગમાં ખોડ આપી તો પણ વ્યવસાય કરી હાલ મારા પગ પર ઉભી છું
    દિવ્યશ્રી ડેસ્ક: દિવ્યાંગ છું પણ ડરપોક નથી,હું જન્મથી દિવ્યાંગ છું.મેં મારી શારીરિક નિર્બળતાને માનસિક નિર્બળતામાં પલટવા દીધી નથી.મારા વતન સાણંદમાં ધોરણ-12 સુધી અભ્યાસ કર્યા બાદ હું આગળ ભણી શકતી નથી.મારે આગળ ભણવું હોય તો અમદાવાદ આવવું પડે પણ હું તેના માટે શારીરિક રીતે અસક્ષમ હતી.

    મેં રડવાના બદલે લડવાનું નક્કી કર્યું
    મારું ભણવાનું અધવચ્ચે છૂટી ગયું ત્યારે થોડો સમય ગમ્યું નહોતું.જોકે હું લાંબો સમય હતાશ રહી શકતી નથી માટે ભવિષ્યની ચિંતા કરી રડવાના બદલે લડવાનું નક્કી કર્યું.મેં ભરતગૂંથણની તાલીમ લઈ 5 વર્ષ સુધી એક સંસ્થામાં નોકરી પણ કરી.
    મારા કામના અમેરિકા સુધી વખાણ થયા
    વર્ષ-2005 માં મેં નોકરી છોડી ખૂદનો વ્યવસાય શરૂ કર્યો.ઘરેથી વ્યવસાય શરૂ કરવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતું.હું ગ્રાહકો શોધવા જઈ શકું એમ નહોતી ત્યારે ગ્રાહકોને મારા સુધી લાવવાના હતાં.મને શરૂઆતમાં તકલીફ પડી પણ મારું કામ સારું હતું તેથી સારા દિવસો પણ ઝડપથી આવ્યા.મને યાદ છે કે અમદાવાદ બોપલના એક ગ્રાહકને મારું કામ એટલું ગમ્યું કે તેમણે અમેરિકામાં રહેતા એમના સગાને તે મોકલી આપ્યું.
    હું મારા બાપ માટે સાપનો ભારો નથી
    હું ખુશ હતી કે છેક અમેરિકા સુધી મારા કામના વખાણ થયા હતાં.વ્યવસાયની શરૂઆત સારી થતા આગળ વધવા માટે જરૂરી ઉત્સાહમાં પણ વધારો થયો.આમ હવે મારો વ્યવસાય આગળ વધી રહ્યો હતો.હું આજે પણ ઉત્સાહથી આ વ્યવસાયને વળગી રહી છું.હું મારા માતા-પિતા સાથે જ રહું છું. પિતા નિવૃત્ત થઈ ગયા છે ત્યારે હાલ મારી આવકથી જ અમારું ઘર ચાલે છે.
    મેં 400 બહેનોને સ્વનિર્ભર બનાવી
    હું વ્યવસાયની સાથે-સાથે હાલમાં અન્ય બહેનોને પણ ભરતગૂંથણની તાલીમ આપી રહી છું.હું અત્યાર સુધીમાં 400 જેટલી બહેનોને તાલીમ આપી ચૂકી છે.મને સંતોષ એ વાતનો છે કે મારી પાસેથી તાલીમ પામેલી આ બધી બહેનો હાલમાં ખુદનો વ્યવસાય કરી સ્વનિર્ભર બની છે.
    -કાંતાબેન ગોવિંદભાઈ વાણીયા,ભરતગૂંથણ,સાણંદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી