Divya Bhaskar

 Success Story
Home » Divyashree » Success Story » earn from home by done bissness

થેલીમાં 500 રૂપિયાની કટલેરી ભરીને વેચનાર શાયરાબાનુ આજે 25 હજારનું કરે છે વેચાણ

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 20:00PM IST
  • થેલીમાં 500 રૂપિયાની કટલેરી ભરીને વેચનાર શાયરાબાનુ આજે 25 હજારનું કરે છે વેચાણ

    દિવ્યશ્રી ડેસ્ક:ખેતરમાં મજૂરી છોડી કટલેરીનો વ્યવસાય કર્યો,મેં કટલેરીનો વ્યવસાય કર્યો પછી મને જિંદગી જન્નત લાગે છે.હું અને મારા પતિ પહેલા ગામના ખેડૂતોના ત્યાં ખેતીકામ કરતા હતાં.હું આ વાતને બીજા શબ્દોમાં કહું તો અમે મજૂરી કરતા હતાં.આજે ખુદનો વ્યવસાય કર્યા પછી લાગે છે કે નિર્ણય લેવામાં ઘણું મોડું કર્યું.કોઈના ખેતરમાં મજૂરી કરવા કરતા ખુદના વ્યવસાયમાં કરવી પડતી મહેનતની મજા જ જુદી છે.

    થેલીમાં 500 રૂપિયાનો માલ ભરી વેચવા નીકળી
    આ વાત 3 વર્ષ પહેલાની છે જ્યારે અમારા ગામ રૂપાલથી મેં કટલેરીનો વ્યવસાય શરૂ કર્યો હતો.મેં 500 જેટલી નજીવી મૂડીથી માલની ખરીદી કરી વેચાણ શરુ કર્યું હતું.હું થેલીમાં વસ્તુ ભરીને ઘેર-ઘેર ફરી હતી.મને પહેલા દિવસે થોડો મોળો પ્રતિસાદ મળ્યો હતો,પણ મારો વિશ્વાસ ડગ્યો નહોતો.મેં સતત ત્રણ વર્ષ સુધી સખત મહેનત કરીને હાલ આગળ વધી રહી છું.

    દર મહિને 20 થી 25 હજારની કમાણી કરું છું
    મેં વ્યવસાય શરૂ કર્યો એના પહેલા દિવસે જે આવક થઈ તેમા પછીના દિવસોમાં વધારો જ થતો રહ્યો છે.આજે ગ્રાહકોની સંખ્યા પણ સારી છે ત્યારે દર મહિને સરેરાશ 20 થી 25 હજારની કમાણી થાય છે.મેં ધંધાનો વ્યાપ વધતા લારી ખરીદી છે અમે હવે આજુબાજુના ત્રણ ગામોમાં પણ વેચાણ કરું છું.

    હિંમત અને મહેનતથી વ્યવસાય કરી શકાય
    મારી આ કહાનીમાં હું કેટલા રૂપિયાની કમાણી કરું છું તે અગત્યનું નથી,અગત્યનું છે કેવું જીવીએ છે.મેં ખુદનો વ્યવસાય શરૂ કર્યો પછી સમગ્ર પરિવારના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે.મારી બે દીકરીઓ સારી રીતે ભણી રહી છે તો મારા પતિને પૈસા વગર કાલે શું થશે? આ કાયમી ચિંતામાંથી મુક્તિ મળી છે.આથી હું તો તમામ બહેનોને કહીશ કે મારા જેવી અભણ સ્ત્રી સ્વનિર્ભર બની શકતી હોય તો તમે તો જરૂર બની શકશો.વ્યવસાય કરવા પૈસા નહીં પણ હિંમત અને મહેનતની જરૂર છે માટે હિંમત કરો.
    -શાયરાબાનુ નુરમહંમદ વ્હોરા,રૂપાલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી