Success Story

યૂટયૂબમાં જોઈને કેન્ડલ બનાવતા શીખ્યા, આજે લાખોની કેન્ડલ વેચે છે

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 18:21PM IST
 • યૂટયૂબમાં જોઈને કેન્ડલ બનાવતા શીખ્યા, આજે લાખોની કેન્ડલ વેચે છે

  દિવ્યશ્રી ડેસ્ક:હું એક એવી બિઝનેસ વુમન છું જેણે યૂટયૂબમાં જોઈને કેન્ડલ બનાવતા શીખી હતી.જોકે કેન્ડલ બનાવતા શીખવું આપણે માનીએ એટલું સરળ નથી.મેં જયારે શીખવાની શરૂઆત કરી ત્યારે એક કેન્ડલ બનાવતા 6 કલાક જેટલો લાંબો સમય જતો હતો.જોકે મેં ધીરજ ગુમાવી નહીં પરિણામે આજે હું ટૂંકાગાળામાં સફળ બિઝનેસ વુમન બની શકી.

   

   

  દીકરાના જન્મથી થયો મોરો બિઝનેસ વુમનનો જન્મ
  બિઝનેસ વુમન તરીકે મારો જન્મ થયો તેની પાછળ મારા બાળકનો જન્મ જવાબદાર છે.હું આ વાત એટલા માટે કરું છું કેમકે હું માતા બની તે પહેલા નોકરી કરતી હતી.જોકે માતા બન્યા બાળકના ઉછેરની જવાબદારીના કારણે ઘરે રહેવાનું થાય છે.આથી મેં નક્કી કર્યું કે હું ઘરેથી કોઈ વ્યવસાય શરૂ કરીશ.

   

  કુટુંબના એક લગ્નપ્રસંગથી બિઝનેસની શરૂઆત
  વર્ષ-2012માં નક્કી કર્યું કે કેન્ડલ બનાવી તેનું વેચાણ કરવું.દોઢ મહિનાના કઠોર પરિશ્રમ પછી હું કેન્ડલ બનાવતા શીખી ગઈ હતી.આ સમયગાળામાં જ અમારા કુટુંબમાં એક લગ્નપ્રસંગ આવે છે.મને આ લગ્નપ્રસંગે કરવામાં આવનાર ડેકોરેશન માટે કેન્ડલ બનાવવાનો મોકો મળે છે.મને આજે પણ યાદ છે કે મેં પહેલીવાર 140 કેન્ડલ્સ બનાવી હતી જેને જોઈને બધાએ વખાણ કરેલા.

   

   

  બેઝિક કેન્ડલથી લઈ એક્સક્લૂઝિવલી કેન્ડલ સુધી
  તે દિવસથી લઈ આજના દિવસ સુધી મેં કયારેય પાછું વળીને જોયું નથી.મેં Awax Studio નામ આપી મારા વ્યવસાયને આગળ વધાર્યો.હું હાલમાં બેઝિક કેન્ડલથી લઈ એક્સક્લૂઝિવલી કેન્ડલ બનાવીને વેચાણ કરું છું.

   

   

  આજે વાર્ષિક 5 લાખ જેટલું ટર્નઓવર 
  આજે Awax Studio પાસે કોમનમેનથી માંડી કોર્પોરેટ ક્લાઈન્ટની એક લાંબી યાદી છે.મારી સફળતામાં પાછળનું મુખ્ય કારણ મારા કામમાં દર વખતે જોવા મળતું નાવીન્ય છે.હું થીમેટીક કેન્ડલ બનાવું છું જેથી ગ્રાહકોને મારું કામ વધારે પસંદ પડે છે.આ વાત હું એક ઉદાહરણથી સમજાવીશ કે એક જ લગ્નપ્રસંગે મને એક સાથે 5 હજાર કેન્ડલનો ઓર્ડર મળ્યો હોય તેવું બે વખત બન્યું હતું.નાનપાયે શરૂ કરેલા આ બિઝનેસમાં આજે વાર્ષિક 5 લાખ જેટલું ટર્નઓવર છે.

   

   

  પરિવારના સપોર્ટ વગર સફળતાની કલ્પના નહીં
  મારા પરિવારનો મને સારો અને સતત સપોર્ટ રહ્યો છે.જેમાં મારા નાનકડા દીકરાથી લઈ ઉંમરલાયક વડસસરાનો પણ સમાવેશ થાય છે.મારો પરિવાર અને મારા ગ્રાહકોનો મને સહકાર છે ત્યારે હું ભવિષ્યમાં અમદાવાદમાં મેડમ તુસાદ મ્યૂઝિયમ જેવું મ્યૂઝિયમ બનાવવાનું લક્ષ્ય ધરાવું છું.

   

  ખુદ પર વિશ્વાસ રાખો,પરિવારને સાથે રાખો
  હું બહેનોને કહીશ કે ખુદ પર વિશ્વાસ રાખે અને  પરિવારને સાથે રાખી વ્યવસાય કરે તો સફળતા જરૂરથી મળશે.તમે કોઈ પણ કામ કરો તેમા સતત નવું આપવાનો પ્રયત્ન કરશો ત્યારે જે સફળતા મળશે તે લાંબાગાળાની હશે.
  -આશ્કા પટેલ,ફાઉન્ડર,એવેક્સ સ્ટૂ઼ડિયો
   

   

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી