સર્વે / રિલેશનશિપમાં બ્રેકઅપ કેમ થાય છે? લોકોએ ખુલીને જણાવ્યું

Why are breakups in relationship? People said openly

Divyabhaskar.com

Jul 06, 2019, 07:24 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ચોમાસાની સિઝન શરૂ થતાં જ જાણે ફુલગુલાબી માહોલ પણ શરૂ થઈ ચૂક્યો છે. હરવા-ફરવા અને પોતાનાં પ્રિય પાત્ર સાથે હળવાશની પળો માણવાની આ સિઝનમાં ક્યારેક સંબંધોમાં ખટાશ આવતી હોય છે. બંને પાત્રો વચ્ચે કોઈ વાતને લઈને વધુપડતી ખેંચતાંણ થતાં વાત બ્રેકઅપ સુધી આવી જતી હોય છે. રિલેશનશિપમાં બ્રેકઅપ કેમ થાય છે તે અંગે એક દિનુયાભરનાં લોકોને સાંકળીને એક સર્વે કરવામાં આવ્યો હતો.

રિલેશનશિપ અંગે થયેલા સર્વેમાં 1643 લોકોને બ્રેકઅપ વિશે પૂછવામાં આવ્યું હતું. જેમાંથી 49 ટકા મહિલા અને 51 ટકા પુરુષોએ રિલેશનશિપમાં બ્રેકઅપ વિશે ખુલીને વાતચીત કરી હતી. સર્વેમાં દુનિયાના અલગ અલગ દેશના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જવાબ આપવામાં 50 ટકા ઉત્તર અમેરિકા, 20 ટકા યૂરોપ અને 20 ટકા એશિયાના લોકો સામેલ હતા.

જો તમારું બ્રેકઅપ થયું હોય તો દુઃખી થવાની કે એકલતાનો અનુભવ કરવાની જરૂર નથી. રિલેશનશિપમાં મોટાભાગના લોકોનું બ્રેકઅપ થાય છે. સર્વે અનુસાર, મોટાભાગનાં લોકોના જીવનમાં 2 થી 6 વખત બ્રેકઅપ થાય છે. આ સર્વેમાં માત્ર 5 ટકા લોકોએ કહ્યું કે, રિલેશનશિપમાં તેમનું બ્રેકઅપ નથી થયું. ઘણા લોકોએ કહ્યું કે બ્રેકઅપમાં સમય લાગે છે. કોઈ પણ સંબંધ તરત તૂટી નથી જતો. લોકોને પૂછવામાં આવ્યું કે, જ્યારે સંબંધ તૂટી જાય છે ત્યારે શું તે પોતાના જુના પાર્ટનરની સાથે પાછા ફરવા માંગે છે? જેમાં લોકોનો જવાબ હા હતો. સર્વેમાં ઘણા લોકોએ બ્રેકઅપનું કારણ કમિટમેન્ટ પણ જણાવ્યું હતું.

સર્વેમાં મોટાભાગના લોકોએ કહ્યું કે બ્રેકઅપનું સાચું કારણ હજું સુધી તેમને પણ ખબર નથી. 82 ટકા લોકોએ કહ્યું કે, પાર્ટનર જ્યારે રિલેશનશિપમાં વિશ્વાસઘાત કરે છે ત્યારે બ્રેકઅપ થઈ જાય છે. એટલે આ લોકોએ વિશ્વઘાસતને બ્રેકઅપનું કારણ જણાવ્યું. 33 ટકા પુરુષોએ કહ્યું કે, મહિલાઓ બેવફા હોવાને કારણે બ્રેકઅપ થાય છે.

X
Why are breakups in relationship? People said openly

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી