લગ્નજીવન / પતિ-પત્ની વચ્ચે ફરીયાદો નહીં, એકબીજા માટે પ્રેમ અને માન હોવું જોઇએ

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

divyabhaskar.com

May 08, 2019, 04:25 PM IST

દિવ્યશ્રી ડેસ્કઃ લગ્ન સંબંધ દ્વારા ફક્ત બે વ્યક્તિને નહીં પરંતુ બે પરિવાર જોડે છે. જેમાં બે વ્યક્તિ જીવનભર સાથે રહેવાનું વચન આપે છે. લગ્નના થોડા સમય સુધી તો પતિ-પત્ની ખૂબ જ ખૂશ હોય છે. પરંતુ સમય જતા એકબીજા પ્રેમ કરતા ફરીયાદનું પ્રમાણ વધવા લાગે છે. પતિઓને પત્ની સાથે હંમેશા ફરીયાદ રહ્યાં કરે છે, તેમાં પણ તમે આમાં કઇ ખબર ન પડે તેવા વાક્યો ખાસ બોલે છે. જે પત્નીને દુઃખી કરે છે. આ સંબંધમાં કોઇ વ્યક્તિ સહન કરે કે ભોગ આપે તો સંબંધ ટકી તો રહેશે, પણ તે સંબંધમાં હોવી જોઇએ તેવી મીઠાશ નહીં રહે. તેથી પતિ-પત્નીએ એકબીજાને માન આપીને આ સંબંધને જાળવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
લગ્ન બાદ પતિ અને પત્ની બંનેએ ખાસ ધ્યાન રાખવું જોઇએ, કે પોતાના જુના મિત્રો સાથે સંબંધ ખરાબ ન થાય. ઘણી વખત એવુ બને છે કે લગ્ન પછી મિત્રોને મળવાનો કે તેમની સાથે વાત કરવાનો પણ સમય મળતો નથી. આમ ન કરો, પહેલાં જેટલો નહીં પરંતુ મિત્રો સાથે થોડો સમય અચુકથી ફાળવવો જોઇએ.

જ્યારે ભાઇ, ભાભી, બહેન, માતા, પિતા, મિત્રો ક્યારેય કોઇ કામ કરવાની ના પાડે તો તમને ખોટું નથી લાગતું પણ જો જીવનસાથી તે કામ કરવાની ના પાડે તો તમને ખરાબ લાગી જાય છે. તો ખરાબ લગાડતા પહેલાં ના પાડવા પાછળનું કારણ જાણવું જરૂરીથી જાણો અને જો કોઇ કારણ ન પણ હોય તો તેને મોટો મુદ્દો ન બનાવો.

કોઇ બીજુ કેવુ દેખાય છે, પાર્ટીમાં શું પહેરી જવું?, જેવી બાબતો પર પાર્ટનરને પોતાની મરજી પ્રમાણે નિર્ણય લેવાની છૂટ આપવી જોઇએ. પાર્ટનરને ક્યારેય પોતાની વાત માનવા પર મજબૂર ન કરો.

ઘરમાં મા, ભાભી, બહેન, પિતા, ભાઇ વગેરેની મદદ કરનાર માણસ, પતિની ભૂમિકામાં આવવાની સાથે જ કોઇપણ કામને હાથ લગાવતો નથી, જે માતાને પાણી આપતો હોય તે દીકરો પોતાના માટે પાણી પણ પત્ની પાસે માગવા લાગે છે. આ પ્રકારની વૃત્તિ ખોટી છે.

મિત્રો વચ્ચે મજાક હંમેશા પત્ની પર બનાવીએ છીએ, અને માતા માટે હંમેશા માન જડવાઇ રહે તે પ્રકારની જ વાત કરીએ છીએ.

પોતાને વ્યસ્ત અને મસ્ત રાખવા માટે સ્ત્રી હંમેશા પતિની નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે, તથા પતિ ઓફિસથી ઘરે આવે ત્યાં સુધી પત્ની રાહ જોતી હોય છે. પતિ માટે જીવન સમર્પિત કરતી પત્નીને પતિ ઘણી વખત સમજી નથી શકતો અને તેનું અપમાન કરી બેસે છે.

જેમ જેમ લગ્નને સમય થાય તેમ તેમ તેઓ વચ્ચે સંબંધ ગાઢ જરૂર બને છે, પરંતુ તે સાથે એકબીજાને પહેલા જેટલો સમય તેઓ આપી શકતા નથી. તો લગ્નના વર્ષો બાદ પણ પતિ સાથે સંબંધ પહેલા જેવો જ રાખવા માટે એક બીજા સાથે સમય વિતાવો, કોઇ અન્ય કપલ સાથે તમારી સરખામણી ક્યારેય ન કરો.

સુખ હોય કે દુઃખ દરેક વાત પતિ પત્નીએ એકબીજાના મિત્ર બનીને દરેક વાત શેર કરવી જોઇએ. જો કોઇ વાતને લઇને ગેરસમજ થતી હોય કે, શું કરવું છે તે ખબર ન પડતી હોય તો એકબીજા સાથે વાત કરવી જોઇએ.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી