રિસર્ચ / ડેટિંગ ન કરતા કિશોરોમાં ડિપ્રેશનનું જોખમ ઓછું રહે છે

Teenagers who are not dating have a lower risk of depression

સોશિયલ મીડિયા એક્સપોઝર અને ઈન્ટરનેટના કારણે કિશોરો પણ વિજાતીય પાત્રો સાથે ડેટિંગ કરવાનું શરૂ કરે છે

ડેટિંગ કરનારા ટીનેજર્સમાં ડિપ્રેશનનું જોખમ વધારે હોય છે

નોન-ડેટર્સ અથવા જે ડેટ નથી કરતા તે લોકો અસ્વસ્થ રહે છે

Divyabhaskar.com

Sep 07, 2019, 12:11 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. અત્યારે વધતી જતી ડેટિંગ એપ્સ અને નાની ઉંમરમાં બાળકોના હાથમાં સ્માર્ટફોન, સોશિયલ મીડિયા એક્સપોઝર અને ઈન્ટરનેટના કારણે કિશોરો પણ વિજાતીય પાત્રો સાથે ડેટિંગ કરવાનું શરૂ કરે છે. પરંતુ આવું કરવું કિશોરો માટે જોખમનો રસ્તો બની શકે છે. અમેરિકાની જ્યોર્જિયા યુનિવર્સિટીના એક રિસર્ચમાં સંશોધકોને જાણવા મળ્યું કે, એવા કિશોરો જે ક્યારેય કોઈ પણ રોમેન્ટિક સંબંધમાં નથી રહ્યા, તેમનામાં ડેટિંગ કરનારા લોકોની સરખામણીએ સામાજિક વિકાસ સારો હોય છે અને ડિપ્રેશન પણ ઓછું જોવા મળે છે.

ડેટિંગથી દૂર રહેવું એ સ્વાસ્થ્યના વિકાસ માટે સારો વિકલ્પ

ડેટિંગ કરનારા ટીનેજર્સમાં ડિપ્રેશનનું જોખમ વધારે હોય છે. રિસર્ચમાંથી મળેલાં પરિણામો તેનાથી વિરોધાભાસી છે કે નોન-ડેટર્સ અથવા જે ડેટ નથી કરતા તે લોકો અસ્વસ્થ રહે છે.

છતાં બંને સ્વીકાર્ય અને સ્વસ્થ વિકલ્પ છે

જ્યોર્જિયા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા આ રિસર્ચનાં મુખ્ય સંશોધક બુરક ડગ્લસના જણાવ્યા પ્રમાણે, સ્કૂલોમાં સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા શિક્ષકો, માનસિક સ્વાસ્થ્યના વ્યાવસાયિકો અને શિક્ષકોએ તે સામાજિક ધોરણોની પુષ્ટિ કરવી આવશ્યક છે જે કિશોર-કિશોરીઓની વ્યક્તિગત સ્વતંત્રતાને સમર્થન કરે જેથી તે નિશ્ચિત કરી શકે કે ડેટિંગ કરવું જોઈએ કે નહીં, કેમ કે, બંને સ્વીકાર્ય અને હેલ્ધી ઓપ્શન છે.

પ્રશ્નાવલી દ્વારા તારણ કાઢવામાં આવ્યું

સ્કૂલ હેલ્થ જર્નલમાં આ રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10ના 594 વિદ્યાર્થીઓને સામેલ કરવામા આવ્યા હતા. સંશોધકોએ વિદ્યાર્થીઓનાં ચાર
અલગ અલગ જૂથ બનાવ્યાં અને રેટિંગ્સ અને આપવામાં આવેલી પ્રશ્નાવલીનો ઉપયોગ કરીને શિક્ષકોએ તેમની સરખામણી કરી હતી.

X
Teenagers who are not dating have a lower risk of depression

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી