સર્વે / એક માતાનો રોલ અસામાન્ય મહેનતવાળો અને પરિવારના સભ્યોની માગથી ભરેલો હોય છે

પ્રતિકાત્મ તસ્વીર
પ્રતિકાત્મ તસ્વીર

divyabhaskar.com

May 12, 2019, 11:01 AM IST

દિવ્યશ્રી ડેસ્કઃ એક મહિલાએ પોતાના જીવનમાં ઘણાં બધા સંબંધ નિભાવવાના હોય છે. મહિલા લગ્ન બાદ પરિવારનું ધ્યાન તો રાખતી જ હોય છે, પણ માતા બન્યાં બાદ આ જવાબદારીમાં વધારો થાય છે. માતા બન્યાં બાદ મહિલા પોતાના કરતાં પહેલા પોતાના બાળકો અને પછી પરિવારને પ્રાયોરીટિ આપે છે. ઘણી મહિલા ઓફિસમાં કામ કરતી હોય છે, તો ઘણી મહિલા હાઉસ વાઇફ હોય છે. `જે મહિલા ઘર સંભાળતી હોય, તેનું ઘરમાં માન ઓછું હતું, કારણ કે તે ક્યાં બહાર જઇને નોકરી કરે છે. તેણે તો ઘરનાં ચાર કામ કરીને આખો દિવસ આરામ જ કરવાનો હોય છે.' આ પ્રકારની માનસિકતા લોકોમાં હતી. જો કે હવે સમય બદલાઇ રહ્યો છે, અને વર્કિંગ વુમન કરતાં હાઉસ વાઇફને વધુ માન આપવામાં આવે છે.આ જ વિષયને લઇને યુએસની એક સંસ્થા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વે મુજબ સાબિત થયું કે, `ઓફિસમાં કામ કરવા બરાબર જ ઘરનું કામ છે. હાઉસવાઇફની નોકરી 24 કલાકની હોય છે.'

બાળકો પાછળ માતા અઠવાડિયામાં 98 કલાકનો સમય આપે છે

સર્વે અનુસાર,`એક માતા પોતાના બાળકોની દેખરેખ પાછળ એક અઠવાડિયામાં 98 કલાકનો સમય આપે છે. યુએસની બે હજાર માતાને આ સર્વેમાં સામેલ કરવામાં આવી હતી. આ માતાઓના બાળકોની ઉંમર 5થી 10 વર્ષની અંદર હતી. સામાન્ય દિવસમાં એક માતાનો દિવસ સવારે 6 વાગ્યાથી શરૂ થાય છે, અને રાત 11 વાગે પડે છે. તેમાં જો માતાની વર્કિંગ શિફ્ટ જોવામાં આવે તો તે અઠવાડિયામાં સાત દિવસ 14 કલાકની શિફ્ટ બરાબર છે, એટલે કે એક માતાની નોકરી સામાન્ય નોકરીના ફૂલ ટાઇમ જોબથી પણ વધારે છે.'

40 ટકા મહિલા પોતાના પર કામનો તણાવ અનુભવે છે
આ સર્વે પર કામનું પ્રેશર અનુભવે છે, લગભગ રોજ એક માતા પોતાના માટે (નવરાશનો) ફક્ત 1 કલાક જ કાઢી શકાવે છે. ઉપરાંત 40 ટકા મહિલાઓ માને છે કે જીવનમાં ક્યારેય કામ પૂર્ણ થશે જ નહીં, તેના કારણે તેઓ તણાવ અનુભવે છે. પરિણામે સર્વેમાં સાબિત થયું કે એક માતાનો રોલ અસામાન્ય મહેનતવાળો અને પરિવારના સભ્યોની માગથી ભરેલો હોય છે.

રોજના કામની યાદીમાં પોતાના નહીં પણ પરિવારના કામ સામેલ
આ અગાઉ થયેલા રિસર્ચ અનુસાર, એક માતા પોતાના કામ કરવાની રોજની યાદીમાં 26 કામને સામેલ કરે છે, જેમાં તેનું પોતાનું કોઇ કામ નથી હોતું પરંતુ બાળકો અને પરિવારના કામ જેમાં બ્રેકફાસ્ટ બનાવો, ટીફિન, બાળકોને તૈયાર કરવા, ઘરમાં વડિલોની દવાઓનો સમય યાદ રાખવો, સમયસર ડોક્ટર પાસે ચેકઅપ વગેરેનો સમાવેશ કરે છે.

X
પ્રતિકાત્મ તસ્વીરપ્રતિકાત્મ તસ્વીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી