ઇન્ટરનેશનલ ફેમિલી ડે / સંયુક્ત હોય કે વિભક્ત કુંટુંબ હોય સભ્યોમાં આત્મિયતા હોવી જરૂરી છે

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

divyabhaskar.com

May 15, 2019, 11:31 AM IST

દિવ્યશ્રી ડેસ્કઃ આજે 15મી મેના રોજ `ઇન્ટરનેશનલ ફેમિલી ડે' ઉજવવામાં આવે છે. અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, તમે તમારાં બા-દાદા, કે મમ્મી-પપ્પાના મોંઢે તેમના વેકેશનના કિસ્સા સાંભળ્યાં જ હશે. તેઓ વેકેશનમાં મામા-ફોઇના ઘરે જતાં અને ખૂબ જ એન્જોય કરતાં હતાં. તે સમયે દરેક મોટાભાગના લોકો સંયુક્ત કુંટુંબમાં રહેતા હતાં, ઘણી વખત તો માતા કોઇ કામમાં હોય અને બાળક કાકી કે બા સાથે જમી પણ લીધું હોય...તેની માતાને ખબર જ ન રહેતી. સુખ હોય કે દુઃખ દરેક સમયને બધા મળીને પાર પાડી દેતા, ક્યારેય પણ કોઇ ઘરના એક પુરુષ પર વધુ જવાબદારી આવે કે ન ઘરની કોઇ એક મહિલા પર ઘરનું કામ આવે. બધા હળી મળીને કામ કરતાં હતાં.

આજે પરિવારનું મહત્ત્વ તો યથાવત છે, પરંતુ સંયુક્ત કુંટુંબની સંખ્યામાં વિભુક્ત કુંટુંબનું પ્રમાણ વધ્યું છે. અત્યારની પેઢી પોતાના અલગ જ વિચારો ધરાવે છે, તેઓ સમજે છે કે અત્યારે દરેક વ્યક્તિના પોતાના વિચારો હોય છે જેના કારણે સંયુક્ત કુંટુંબમાં કોઇને કોઇ વ્યક્તિ સાથે મતભેદ અને ઘર્ષણ થવું સ્વભાવિક છે. તેના કરતાં અલગ રહીને જ કેમ ન સાથે રહીએ. ઘણાં સંયુક્ત પરિવાર છુટા પડીને બાજુ બાજુમાં રહેવા લાગે છે, અને રવિવાર હોય કે કોઇ તહેવાર હોય તો બધા હળીમળીને સાથે જમવાનો પ્રોગ્રામ કરે છે. જેના કારણે મતભેદ થવાની શક્યતા ઓછી રહે છે.

પહેલાંનાં સમયમાં લોકો સંયુક્ત કુંટુંબમાં રહેતા હતા, તેનો અર્થ એમ ન હતો કે તેઓને કોઇની સાથે મતભેદ થતાં ન હતાં. પણ હા, તે લોકોમાં જતુ કરવાની ભાવના હતી. જો કે આજે સંયુક્ત કુંટુંબ હોય કે વિભક્ત કુંટુંબ તેમાં પ્રેમ, લાગણી, આત્મિયતા હોવી જરૂરી છે. લોકોના ઘર ભલે નાના થાય પણ મન નાના ન થવા જોઇએ.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી