રિસર્ચ / ભારતમાં પુરુષો ટીવી જોવામાં અને મહિલાઓ કપડાં પ્રેસ કરવામાં વીજળીનો સૌથી વધુ ઉપયોગ કરે છે

In India, men use electricity the most when they watch TV and women press clothes

  • કાર્નેગી યુનિવર્સિટીએ વીજળીના ઉપયોગને લઈને દેશના 7 મોટા રાજ્યોમાં સર્વે કર્યો
  • 25 ટકા મહિલાઓનું કહેવું છે, વીજળી આવવાથી તેઓને તેમની પસંદગીનું કામ કરવાનો સમય મળ્યો
  • સાત રાજ્યોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સામેલ છે

Divyabhaskar.com

Dec 28, 2019, 06:55 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ભારતીય ઘરોમાં વીજળીની સુવિધાનો સૌથી વધુ ફાયદો પુરુષોને થયો છે કેમ કે તેઓ મનોરંજન માટે ટીવી વધારે જોવે છે, જ્યારે મહિલાઓ ઘરનું કામ કરવામાં વીજળીનો ઉપયોગ કરે છે. કાર્નેગી મેલન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં આ વાત સામે આવી છે. રિસર્ચ સાયન્સ મેગેઝિન નેચરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુરુષો ટીવી જોવા માટે સૌથી વધારે વીજળીનો ઉપયોગ કરે છે, જ્યારે મહિલાઓ કપડા પ્રેસ કરવા માટે ઉપયોગ કરે છે.


યુનિવર્સિટીના ડેનિયલ અર્માનિયોસ અને તેમની ટીમે દેશના 7 મોટા રાજ્યોમાં વીજળીના ઉપયોગ અંગે રિસર્ચ કર્યું. તેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સામેલ છે. પ્રયોગ તરીકે સૌથી પહેલા ગુજરાતમાં 30 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. અહીં જાણવા મળ્યું કે, તેમાંથી અડધા ઘરોના રસોડામાં લાઈટ જ નથી. ટીવી અને પંખાનો સૌથી વધારે ઉપયોગ પુરુષો જ કરે છે.

6 રાજ્યોમાં પણ સમાન પરિણામ
ડેનિયલના જણાવ્યા પ્રમાણે, ત્યારે બાદ અમે 6 રાજ્યોમાં સર્વે કર્યો. અહીં પણ સમાન પરિણામો જોવા મળ્યાં. માત્ર 25 ટકા મહિલાઓનું કહેવું હતું કે, વીજળી આવવાથી તેઓને તેમની પસંદગીનું કામ કરવા માટે સમય મળ્યો. આ પહેલા તેઓ માત્ર ઘરના કામમાં જ વ્યસ્ત રહેતી હતી. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ઘરોમાં વીજળી પહોંચ્યા બાદ લિંગ ભેદભાવ ઘટાડવાની અથવા દૂર કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ સર્વેના પરિણામો જોતા એવું જણાતું નથી કે ઘરોમાં વીજળીની સુવિધાથી લિંગ ભેદભાવને દૂર કરવામાં વધારે મદદ મળી હોય.


પંખા અને બલ્બનો ઉપયોગ પણ પુરુષો જ વધારે કરે છે
રિપોર્ટમાં એ વાત પણ સામે આવી કે આ ભેદભાવ માત્ર ગેજેટ્સ અને ડિવાઈસ સુધી મર્યાદિત નથી. બલ્બ અને પંખા જેવા નાના ઉપકરણોનો ઉપયોગ કરવામાં પણ પુરુષો મહિલાઓ કરતા આગળ છે. તે ઉપરાંત મહિલા પ્રધાન પરિવારના રસોડામાં પંખાની સંખ્યા પુરુષ પ્રધાન પરિવારની સરખામણીમાં વધારે જોવા મળી હતી.

X
In India, men use electricity the most when they watch TV and women press clothes

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી