ડિવોર્સ / છૂટાછેડા બાદ લગ્નજીવન માટે નકારાત્મક ભાવ ન રાખો, જીવન નવેસરથી શરૂ કરો

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

divyabhaskar.com

Apr 29, 2019, 12:45 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. કોઇપણ સબંધ હોય, તેને નિભાવવા માટે તેમાં જતું કરવાની ભાવના રાખવી પડે છે. અન્ય સંબંધોમાં તો જતું કરવામાં આવે છે, પરંતુ જ્યાં પતિ-પત્નીના સંબંધની વાત આવે તો આ સંબંધ જીવનભરનો હોય છે, અહીં એકબીજા સાથે કોઇ હિસાબે ફાવે એમ ન હોય તો? તેમ છતાં પતિ-પત્ની શરુઆતના સમયમાં જતું કરવાની ભાવના રાખે છે પછી સમય જતાં તમેના વચ્ચે મતભેદમાં વધારો થાય છે, અને તે મતભેદ ક્યારે મનભેદમાં પરિવર્તિત થઇ જાય છે. તેમને પોતાને પણ ખબર રહેતી નથી. એક બીજાની ઘરમાં હાજરી હોય કે ન હોય તે વાતથી બંનેમાંથી એકને પણ કોઇ ફરક જ નથી થતો. આમ સમય પસાર કર્યા બાદ તેઓ અલગ થવાનો નિર્ણય કરે છે, અને અંતે છૂટાછેડા લે છે.

છૂટાછેડા લીધા બાદ જીવન વધુ અઘરું બને છે
આપણે કહીએ છીએને કે અત્યારે લોકો પોતાના જીવનમાં જ વ્યસ્ત હોય છે, તેઓને અન્ય વ્યક્તિના જીવન સાથે કોઇ જ મતલબ નથી, પરંતુ જે છોકરી કે છોકરાના ડિવોર્સ થયા હોય, તેના વિશે જાણવામાં, કોણ સાચું હતું ને કોણ ખોટું હતું? વગેરે જેવી બાબતમાં લોકોને બહુ જ રસ હોય છે. જેના કારણે વ્યક્તિ કોઇ જાહેર પ્રોગ્રામમાં કે અન્ય લોકોને મળતા અચકાય છે, તેને સતત મનમાં ભય રહે છે કે કોઇ મને કંઇક પૂછશે તો? વ્યક્તિ માનસિક રીતે પોતાના જીવનથી હતાશ બની ગઇ હોય છે. લગ્ન બાદ પિયરથી સાસરે ગયેલી દીકરી પાછી આવે ત્યારે ઘરના સભ્યો તેને ખૂબ જ સાચવતા હોય, તેમ છતાં પોતે ભારરૂપ છે તેનો અનુભવ કરો...વગેરે જેવા અનેક વિચારો છૂટાછેડા બાદ લગ્નને વધુ અઘરું બનાવે છે.

નવેસરથી જીવનની શરૂઆત કરો
છૂટાછેડા લેવા પાછળ અનેક કારણ હોઇ શકે છે, જેમાં દરેક કપલના કારણો અલગ અલગ હોય છે. પરંતુ છૂટાછેડા લીધા બાદ જીવન પતી નથી જતું, નવેસરથી જીવનની શરૂઆત કરો. તમે લગ્ન પહેલા કે પછી પણ જોબ કરતાં હો તો જોબ ચાલુ જ રાખો. અન્ય વ્યક્તિના સવાલોથી ગભરાયા વિના આત્મવિશ્વાસ સાથે પોતાના કામમાં ધ્યાન આપો. જે વસ્તુથી ખુશી મળે તેવા કામ કરો.

નકારાત્મક ન બનો
ઘણી વખત સાસરીયાના માનસિક કે શારીરિક ત્રાસના કારણે પણ છૂટાછેડા લેવામાં આવે છે, જેના કારણે વ્યક્તિ બીજા લગ્નની વાત આવે ત્યારથી જ ન પાડે છે. તે પોતાની સાથે બનેલી ઘટનાને ભૂલી શકતી નથી. તેને એમ જ લાગે છે. ફરી પણ તેની સાથે ખરાબ જ થશે. તે હંમેશા પોતાની જાતને કોશે છે. પરંતુ આમ કરવાનો કોઇ અર્થ નથી. જે થયું એ ભૂતકાળ હતું, આવનારા દિવસોમાં જે થશે તે સારું થશે. આ પ્રકારનો વિચાર રાખવો જોઇએ. બીજી વખત લગ્ન કરવાની ના ન પાડો, તમે અત્યારે તૈયાર ન હો તો વાંધો નથી. થોડો સમય લો, ત્યાર બાદ પણ લગ્ન માટે તો જરૂરથી વિચાર કરો.

જો તમારે બાળક નથી તો તે સારી તમારી પર કોઇ પ્રકારની જવાબદારી પણ નથી. તમે પોતાના માટે થોડો સમય કાઢીને કંઇ નવુ શીખવાનું કે જોબ વિશે પણ વિચારી શકો છો. જો તમારે બાળક છે, તો બાળક વધુ મહત્ત્વનું છે, તેના ભવિષ્યની ચિંતા કરો, તેને સારામાં સારું એજ્યુકેશન આપવાનો પ્રયત્ન કરો. બાળક હોય તો બીજા લગ્ન કરવા માટે બાળકની પરવાનગી જરૂરથી લેજો, તથા ભાવિ પતિને પણ બાળકથી કોઇ પ્રોબ્લેમ નથીને તે ખાસ જાણી લો. ત્યાર બાદ બીજા લગ્ન કરો.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી