સ્ટ્રોંગ રિલેશન / લગ્નના વર્ષો બાદ પણ મનમાં રહેલો પાર્ટનર માટેનો પ્રેમ વ્યક્ત કરો

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

divyabhaskar.com

May 18, 2019, 10:03 AM IST

દિવ્યશ્રી ડેસ્કઃ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવો, કોઇ વાત કે વિષય પર મતભેદ થવો સામાન્ય બાબત છે. લગ્ન જીવનની શરૂઆતના સમયમાં પ્રેમ જ બધુ હોય છે, તમે તમારા પાર્ટનર પ્રેમ કરો છો, તેથી તમને શરૂઆતમાં દરેક વસ્તુ તેમની દરેક વાત પસંદ હોય છે. પરંતુ જેમ-જેમ વર્ષો પસાર થવા લાગે છે. ત્યારે તે જ પાર્ટનર સાથે કંટાડો આવે છે, ઘણી વખત વ્યક્તિ પોતાના ટેન્શનમાં હોય છે જેના કારણે તેને બીજાની વાત સાંભળવી પણ ગમતી નથી. પતિ-પત્ની બંનેને લાગે છે, કે તેઓ વચ્ચે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી. હકીકતમાં એવું હોતું નથી. તેઓ વર્ષો બાદ એકબીજાને પહેલાં કરતાં પણ વધારે પ્રેમ કરતાં હોય છે, પણ ફરક એટલો છે કે પહેલાં તેઓ મનની વાત જાહેર કરતાં હતાં હવે તેઓ મનની વાત મનમાં જ રાખે છે. જેના કારણે તેઓને લાગે છે કે તેઓના સંબંધનો અહીં અંત આવી ગયો છે.

પ્રેમ કે સંબંધનો ક્યારેય અંત નથી આવતો અને પતિ-પત્નીના સંબંધનો મૂળ આધાર પ્રેમ જ હોય છે. જેને તે બે વ્યક્તિએ જ સમજવાનો હોય છે. જો તમને લાગી રહ્યું છે, કે તમારા પાર્ટનર સાથે પહેલાંની જેમ વાત-ચીત નથી થતી કે તમે એકબીજાથી દૂર થવા લાગ્યાં છો. તો હાર માન્યા વિના ફરીથી એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરો.

સૌ પ્રથમ તમારા પાર્ટનર સાથે શાંતિથી બેસો અને તમારા મનમાં ચાલી રહેલા વિચારો તેમને જણાવો. તમારી વાત સાંભળીને તે પોતે કયા વિચારોમાં છે, તે કેમ સમય નથી આપી શક્તો, તે વિગતે જણાવશે. મનમાં રહેલી એકબીજાની વાત જાણી લીધા બાદ થોડો સમય પોતાના માટે ફાળવીને બંને સાથે ફરવા જાઓ. કોઇ સુંદર જગ્યાએ જાઓ અત્યાર સુધી થયેલા મતભેદ ભૂલી જાઓ. તમે જેટલો સમય સાથે વિતાવશો એટલો તમને અહેસાસ થશે કે આજે પણ તમે એકબીજા માટે ખાસ છો.

જો તમારે પાર્ટનર સાથે ઝઘડો થયો હોય તો તે ઝઘડાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે ઝઘડો સોલ્વ કરવા ઇચ્છતા હોય તો ઝઘડામાં વાંક કોનો હતો?, ઝઘડો કોને શરૂ કર્યો? વગેરે જેવી બાબતોનો કોઇ અર્થ નથી. આ બધી બાબતો વિશે વિચાર્યા વિના એમ વિચારો કે ઝઘડાનું કારણ ભલે ગમે તે હોય પણ સંબંધ તમારો છે ફક્ત એટલું યાદ રાખી અને તમારો વાંક હોય કે ન હોય માફી માંગીને પોતાના સંબંધ પહેલાં કરી લો. બને એટલો વધુ સાથે સમય વિતાવો.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી