બદલાવ / અમુક ઉંમર બાદ દીકરી માતા જેવી અને પુત્ર પિતા જેવો બનવા લાગે છે

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

divyabhaskar.com

May 03, 2019, 03:48 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. કહેવાય છે ને દીકરી માતા અને પુત્ર પિતા જેવી જ હોય છે. શરૂઆતનો દીકરીનો વિદ્રોહી સ્વભાવ સમય જતા તે માતાની જેમ વ્યવહારુ બની જાય છે. તાજેતરમાં જ થયેલાં એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, 33 વર્ષની મહિલાઓ તેમની માતા જેમ દેખાવા માગે છે. ત્યાં પુરુષો 34 વર્ષની ઉંમરે પોતાના પિતા જેવા બનવા માગે છે.

શોખ અને સ્વભાવ બંનેમાં બદલાવ
33 વર્ષની ઉંમરે મહિલાઓ પોતાની માતાની જેમ ટીવી જોવાનું શરૂ કરે છે, તેમના શોખ અને પસંદ પણ માતા જેવી થવા લાગે છે. એટલું જ નહીં દીકરીના હાવભાવ પણ માતા જેવા જ થવા લાગે છે. હકીકતમાં મહિલાઓના વ્યક્તિત્વમાં આ બદલાવ માતૃત્વના કારણે આવે છે. વધતી ઉંમર સાથે-સાથે વ્યક્તિત્વમાં પણ પરિવર્તન લાવે છે.

પિતા બન્યા બાદ પુરુષોના વ્યવહાર અલગ જોવા મળે છે
એક સર્વેમાં પુરુષોએ ખુલાસો કર્યો કે તે 34 વર્ષ સુધી પોતાના પિતા જેવા થવા લાગો છો. સર્વેમાં સમાવેશ થયેલ પુરુષોનું કહેવું છે કે, પિતા બન્યા બાદ તે પોતાના પિતા જેવો જ વ્યવહાર કરવા લાગે છે. અમુક પુરુષોનું કહેવું છે કે, અમુક ઉંમર પછી વાળ ઓછા થવા, વજન વધવું, ખાલી ઓરડામાં ચાલુ લાઇટ બંધ કરવી વગેરે જેવી આદતો તમે પિતા જેવા બની રહ્યાં છો, તેના લક્ષણો છે. એટલું જ નહીં આ ઉંમરમાં આવીને પુરુષ પોતાની રાજનૈતિક વિચારધારને પોતાના પિતા જેવી જ બનાવી લે છે.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી