માવજત / સંબંધને ગાઢ બનાવવા બિનજરૂરી સલાહ-સૂચન ન આપો

સંબંધમાં પણ રોકટોક ન કરીને થોડી છૂટ આપો, વિશ્વાસ કરો
સંબંધમાં પણ રોકટોક ન કરીને થોડી છૂટ આપો, વિશ્વાસ કરો

divyabhaskar.com

Mar 11, 2019, 07:23 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સામાન્ય રીતે દરેક સંબંધમાં ચડાવઉતાર આવતો હોય છે. વ્યક્તિ-વ્યક્તિએ તેમના વિચારોમાં પણ વિવિધ જોવા મળે છે. કોઇ એક વિષયને લઇને પણ પરિવારના સભ્યોના વિચારોમાં ભેદ જોવા મળે છે. આ ભેદના કારણે જ્યારે ઘરને સંભાળતી મહિલાની અવગણના થાય છે. ઘરની પોતાના સ્વભાવના કારણે જ્યાં જરૂર જણાય કે ન જણાય ત્યાં પણ સલાહ-સૂચન આપે છે. જેમાં તેની લાગણીની નોંધ લેવામાં આવતી નથી પરંતુ વિના કામની સલાહની નોંધ લેવાય છે. તે જ પ્રમાણે આજના સંતાનોને પણ કોઇની સલાહ નથી પસંદ હોતી નથી. દરેક વ્યક્તિને સ્વતંત્રતા આપવી જરુરી છે.

કહેવાય છે ને કે સ્પ્રિંગને દબાવવાથી વધારે ઉછળે છે. સંબંધમાં પણ રોકટોક ન કરીને થોડી છૂટ આપો. આમ કરવાથી વિશ્વાસ પણ રહેશે, પ્રેમ વધશે, માન રહેશે તથા સંબંધ વધુ ગાઢ બનશે.

મહિલાઓ તેમના સહજ સ્વભાવને લીધે ઝડપથી ભાવુક બની જાય છે. કોઇ એમની સાથે પોતાની સમસ્યા શેર કરે તો એ તેમને સલાહ આપી દે છે, પણ પહેલાં એ જાણવું વધારે જરૂરી છે કે એમને તમારી સલાહની કેટલી જરૂર છે. સલાહ ત્યારે જ આપો જ્યારે કોઇ તમારી પાસે સ્પષ્ટ રીતે સલાહ માગે. બિનજરૂરી સલાહ આપવાના કારણે તમારા મહત્વમાં ઘટાડો થશે.

માતા માટે સંતાનો એમનું જીવન હોય છે. એમના માટે માતાને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ તમારી આ ચિંતાને સલાહમાં એવી રીતે જણાવો કે આજના પ્રેક્ટિકલ અને સમજદાર સંતાનો તમારા માટે ગેરસમજ ન કરે. તેથી સંતાનો સાથે માતા-પિતા નહીં પણ મિત્રોની જેમ રહો, જેથી તેમના મનની કોઇપણ વાત હોય તે તમારી સાથે વિના સંકોચે શેર કરી શકે.


ઉદાહરણ આપવાનું સારું લાગે છે અને ઘણી વાર તેનાથી માર્ગદર્શન પણ મળે છે, પરંતુ બધા લોકોને ઉદાહરણો સાંભળવાનું નથી ગમતું. ઉદાહરણ જરૂર પડે તો જ આપો કેમ કે આજે દરેક વ્યક્તિ પોતાનું જીવન પોતાની રીતે જીવવા ઇચ્છે છે. દરેક વ્યક્તિને એમ જ લાગે છે કે તેના જીવનમાં વધુ સંઘર્ષ છે, તેનું જીવન અન્ય માટે ઉદાહરણ સમાન છે. પરંતુ હકીકતમાં દરેક વ્યક્તિનું જીવન પ્રેરણાદાયી જ હોય છે.

X
સંબંધમાં પણ રોકટોક ન કરીને થોડી છૂટ આપો, વિશ્વાસ કરોસંબંધમાં પણ રોકટોક ન કરીને થોડી છૂટ આપો, વિશ્વાસ કરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી