દોસ્તી / શું એક છોકરા અને છોકરી વચ્ચે મિત્રતા ન હોઇ શકે ?

Could not be a friendship between a boy and a girl

divyabhaskar.com

Apr 18, 2019, 03:40 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. એક લડકા ઓર લડકી કભી દોસ્ત નહીં હો સકતે.... આ તો ફિલ્મનો ડાયલોગ છે. પરંતુ સમાજના લોકો પર આ ડાયલોગની ભારે અસર જોવા મળે છે. આજે સમય ઘણો આગળ વધી ગયો છે, તેમાં એક છોકરા અને છોકરીની મિત્રતાને પણ લોકોએ સ્વીકારી છે. તેમ છતા ક્યાંયક એવુ બને છે કે જ્યારે કોઇ છોકરો અને છોકરી ગ્રુપ સિવાય એકલા કોફી શોપમાં કોફી પીતા હોય અથવા જાહેર જગ્યાએ બેઠા હોય તો પણ લોકો તેમને અલગ દ્રષ્ટિથી જોતા હોય છે. જો ખરેખર સમય આગળ વધી ગયો છે તો આપણે કેમ નહીં.

એક છોકરો અને છોકરી સારા મિત્રો હોય છે. જો કે એવાતને પણ નકારી ન શકાય કે લાઇફ પાર્ટનરમાં પણ વ્યક્તિ સારા મિત્રની શોધ કરે છે. તેમાં એક પળે એવો વિચાર પણ આવી જાય છે કે જો આપણો મિત્ર જ લાઇફ પાર્ટનર બને તો કેટલું સારું ? આ વિચાર ખોટો નથી. પણ તે માટે બંનેને એક પ્રકારની લાગણી થવી જરૂરી છે.

સારો મિત્ર લાઇફપાર્ટનર બની શકે છે. પરંતુ દરેક મિત્રને એક જ રીતે ન જોઇ શકાય. દરેક વ્યક્તિને ખ્યાલ હોય જ છે કે ક્યા મિત્રનું પોતાના જીવનમાં કેટલુ મહત્વ છે.

ઘણી વખત બને છે, કે આસપડોશ હોય કે મિત્રની મમ્મી પેલી છોકરી તો મારા છોકરાની ફ્રેન્ડ છે, એટલે કે બહેન જેવી જ છે. કે પછી પેલો છોકરો તો મારી છોકરીનો ફ્રેન્ડ છે એટલે ભાઇ જેવો જ છે..... શા માટે ફ્રેન્ડશિપમાં ભાઇ-બહેન જેવા સંબંધ જોડવાની જરૂર પડે છે. માતા-પિતાએ પોતાના બાળકો પર વિશ્વાસ રાખવો જોઇએ. અને બાળકોએ તે વિશ્વાસને જાળવી રાખવો જોઇએ.

મિત્રતા ખુબ જ સુંદર બંધન છે, જેને વ્યક્તિ પોતાના વિચારો પસંદ અનુસાર મિત્રતાનો સંબંધ બનાવે છે. જેમાં કોઇ રોક-ટોક હોતી નથી. મિત્રની સાથે કોઇપણ વાત કરી શકાય, હસી શકાય, રડી શકાય, જે કોઇની સાથે શેર ન થાય તે મિત્ર પાસે જરૂરથી શેર થાય. તેમાં મિત્ર છોકરી છે કે છોકરો એ મહત્વનું નથી હોતું તે સમય ફક્ત મિત્રતા જ મહત્વની હોય છે.

આપણે બે છોકરાઓને પાક્કા ભાઇબંધ કહી શકીએ, કે બે છોકરીઓને પાક્કી બહેનપણી કહીએ છીએ તો છોકરા અને છોકરીની મિત્રતા માટે જ કેમ શંકા આવી જાય છે.

X
Could not be a friendship between a boy and a girl
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી