વિશ્વસનિયતા / પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ગાઢ કેવી રીતે બની શકે?

divyabhaskar.com

Feb 23, 2019, 04:08 PM IST
How can the relationship between husband and wife be intensified

દિવ્યશ્રી ડેસ્ક. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય સમય જતા દરેક સંબંધમાં પહેલા જેવી ચમક રહેતી નથી. આવું ઘણી વખત સાંભળ્યું હશે. તેની સાથે સમય જતા સંબંધ ગાઢ બને છે. આ વાત પર પણ શંકા ન કરી શકાય. તો ખરેખર શું છે. સમય પસાર થતા પતિ-પત્નીનો સંબંધ વઘુ ગાઢ બને છે તેમાં પહેલા જેવો પ્રેમ રહેતો નથી.

જો કે પતિ-પત્નીના સંબંધમાં આ બંને વસ્તુ શક્ય બની શકે છે. તમારી આસપાસના કપલ્સને જોતા આ વાત સમજાશે. લગ્નને વર્ષો થઇ ગયા હોય તેમ છતાં પતિ-પત્ની વચ્ચે ખુબ જ પ્રેમ જોવા મળે છે. આ પ્રેમ એટલે તેઓ ક્યારેય બોલીને વ્યક્ત નથી કરતાં પણ એકબીજા પ્રત્યેની લાગણીને, એક બીજાની જરૂરિયાત, ગમા-અણગમાને સારી રીતે સમજે છે, નાની-નાની વાતોનું વિશેષ ધ્યાન આપે છે.

જ્યારે ઘણા પતિ-પત્નીના સંબંધમાં લગ્નના ખુબ ઓછા સમયમાં જ અણબનાવ જોવા મળે છે. આ પ્રકારના સંબંધમાં બંને વ્યક્તિ પોતાના પાર્ટનર પાસેથી એવી જ અપેક્ષા રાખે છે, તેઓ મને સમજે ? અંતે પોતાની જીદ્દના કારણે એકબીજાને સમજવાનો એક પણ વ્યક્તિ પ્રયત્ન કરતું નથી. અંતે તેઓ વચ્ચે મતભેદ થવાની શરૂઆત થાય છે. મતભેદ બાદ મનભેદ થતા પણ વાર લાગતી નથી. મનભેદ રહેલા આ સંબંધ બહારથી લોકો માટે પતિ-પત્ની સંબંધ રહી જાય છે. જેમાં પ્રેમ, માન, લાગણી કંઇ જ રહેતુ નથી.

પતિ-પત્નીના આ સંબંધને મજબૂત બનાવાનું કામ પતિ-પત્ની બંનેનું હોય છે. જેમાં કોઇ એકવ્યક્તિના પ્રયત્નથી કંઇ થતુ નથી. પતિ-પત્ની પહેલા એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. એક-બીજાને નાનામાં નાની વાત પણ જણાવી જોઇએ. ઘણી વખત સંબંધમાં વિશ્વાસ હોવાથી પણ પ્રેમ ઉત્પન્ન થતો હોય છે, અને વિશ્વાસના કારણે એકબીજા પ્રત્યેનું માન વધે છે. જે બંનેના મનમાં પ્રેમ-લાગણી ઉત્પન્ન કરીને સંબંધને ગાઢ બનાવે છે.

જ્યાં પતિ-પત્ની બંનેને કોઇ વાત સ્પર્શે એવી હોય ત્યારે હું શબ્દ કરતાં અમે શબ્દનો ઉપયોગ કરો. એક રિસર્ચ મુજબ જે કપલ હું કરતાં અમે શબ્દનો પ્રયોગ કરે છે. તેમનો સંબંધ અન્ય કરતાં વધુ ગાઢ હોય છે. જો કે આ તો એક રિસર્ચ છે. પરંતુ જે સંબંધમાં વિશ્વાસ હોય તે સંબંધ મજબૂત જ બને છે.

X
How can the relationship between husband and wife be intensified
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી