ધ્યાન રાખો / પરિવારને ખુશ રાખવા માટે પૈસા નહીં પરંતુ સમય આપો

Do not give money to keep the family happy but give time

divyabhaskar.com

Mar 06, 2019, 05:05 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. અત્યારે જોઇએ તો મોટાભાગના પરિવારમાં દરેક વ્યક્તિ નોકરી કરતી હોય છે. જેના કારણે તેઓ એકબીજા સાથે પણ સમય પસાર કરી શક્તા નથી. તેથી ઘણા વ્યક્તિ પરિવારને ખુશ રાખવા માટે તેઓને મોઘા પેકેજ લઇને ડિઝની વર્લ્ડ કે મસમોટા હોલિડેનું આયોજન કરવાનું વિચારે છે, પૈસા ખર્ચીને પરિવારના સભ્યોને ખુશ કરવું તે જરૂરી નથી. તમે ઘરે રહીને પરિવારજનોં સાથે ક્વોલીટી ટાઇમ વિતાવવાથી અને ઘરમાં જ આપણી પરિચિત પ્રવૃતિઓ કરવાથી કુટુંબીજનોમાં સુખ, સંતોષ અને આનંદની લાગણી વધે છે.

ઉલ્લેખનીય છે કે આ વાત એક રિસર્ચ દરમિયાન સામે આવી છે. આ તારણ પર પહોંચવા માટે સંશોધકોએ મિનિમમ એક સંતાન ધરાવતાં 884 કુટુંબોના 1502 લોકોનો અભ્યાસ કર્યો હતો. અને તેમને જાણવા મળ્યું હતું કે, જ્યારે નવી જગ્યાએ ફરવા જઇએ ત્યારે આપણું મગજ ત્યાંથી મળતી નવી ઇન્ફર્મેશનને પચાવવામાં જ પોતાની શકિત ખર્ચી નાખે છે અને પરિવાર માટે વધુ એનર્જી બચતી જ નથી. જ્યારે ઘરના પરિચિત વાતવરણમાં મગજને આવો શ્રમ પડતો નથી. જેથી પરિવાર સાથે મળીને જાણીતી પ્રવૃતિઓ કરે તો એનાથી પરિવારજનોં વચ્ચેના બોન્ડ વધુ મજબૂત બને છે.

જો કે આજકાલ મોટાભાગના લોકો એક જ બાળક લાવતા હોય છે. અને પછી તેમને મોંઢે ચઢાવતા હોય છે એટલે કે, પોતાના બાળકની અનેક જરૂરિયાતો મા-બાપ પૂરી કરી દેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે, જો તમે તમારા બાળકની બધી જ જરૂરિયાત પૂરી કરી દેશો તો આ ટેવ તમને જ ભવિષ્યમાં પ્રોબલેમમાં મુકી દેશે. એટલે આજે અમે તમને જણાવ્યું તેમ તમે તમારા બાળકનો ફરવા લઇ જવાની બદલે તેને જોઇન્ટ ફેમિલી સાથે રહેવાની ટેવ પાડો.

ઘણા લોકો એમ માને છે, કે પરિવારને પૈસા તો આપીએ છીએ. પછી તેઓ એમની રીતે એન્જોય કરે અને આપણે આપણી રીતે તો તમારી વિચારશરણી ખોટી છે. પરિવારને ખુશ રાખવા માટે પૈસા નહીં પણ સમય આપો. પત્ની, બાળકો, માતા-પિતા બધા સાથે બેસો, વાત-ચીત કરો, ફરવા જાવ વગેરે દ્વારા પણ એન્જોય કરી શકો છો.

X
Do not give money to keep the family happy but give time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી