લગ્ન માટે / ગર્લફ્રેન્ડના પરિવારને પહેલી વખત મળવા જાઓ ત્યારે ધ્યાન રાખો

Take care when visiting a girlfriend's family for the first time

divyabhaskar.com

Mar 15, 2019, 05:45 PM IST

દિવ્યશ્રી ડેસ્ક.અત્યારે લવ મેરેજ કરવા સામાન્ય બાબત બની ગઇ છે. છોકરો કે છોકરી પોતાના પસંદગીના પાત્રને પ્રપોઝ કરે છે, ત્યાર બાદ તેઓ એકબીજા સાથે લગ્ન વિશે વાત કરે છે. એકબીજાને સારી રીતે સમજતા હોવાથી તેઓ લગ્ન સંબંધમાં બંધાવાનું નક્કી કરે છે. પરંતુ તેઓ પોતાના પરિવારને પણ મહત્વ આપે છે, છોકરો હોય કે છોકરી બંને એવું ઇચ્છે છે કે તેઓ જેને પ્રેમ કરે છે. તે વ્યક્તિ સાથે તેમના માતા-પિતા જ લગ્ન કરાવી આપે. શરુઆતમાં બંને પાત્ર માટે એકબીજાના પરિવારને પહેલી વખત મળવામાં ખચકાટ જરુર હોય છે. તેની સાથે તેઓના મનમાં એક ભય હોય છે, કે તે પરિવારને હું પસંદ આવુ અને તેઓ અમારા લગ્ન માટે હા કહે. જે માટે કપડાંથી લઇને બોલવા, ચાલવા વગેરે જેવી દરેક તૈયારી વ્યક્તિ કરે છે. જો તમે પણ તમારી ગર્લફ્રેન્ડને મળવા જતા હોય આ બાબતોનું ધ્યાન રાખો

ગર્લફ્રેન્ડના માતા-પિતાના લવ મેરેજ થયા હતા કે અરેન્જ મેરેજ તે પણ મુલાકાત પહેલા જાણો કે લવમેરેજ પ્રત્યે તેમના વિચારો કેવા છે.

કહેવાય છે ને કે પહેલી ઇમ્પ્રેશન હંમેશાં મનમાં રહી જાય છે. તો ગર્લફ્રેન્ડના માતા-પિતાની સામે તમારી સારી ઇમ્પ્રેશન બનાવવા માટે પહેલા યોગ્ય કપડાંની પસંદ કરો. કોઇ એવા કપડાં પહેરીને જાઓ, જેમાં તેના પરિવારને તમે પરિપકવ લાગો, એટલે કે ફંકી કપડાં ન પસંદ કરો. તમે ફોર્મલ કપડાં પણ પહેરી શકો છો.

ગર્લ ફ્રેન્ડના ઘરે ખાલી હાથે ન જાઓ. તેના પરિવારમાં કોણ-કોણ છે તે જાણી લો. ત્યાર બાદ પરિવારમાં કોઇ નાનું બાળક હોય તો તેના માટે ચોકલેટ કે ટોય લઇ જાઓ. તે ઉપરાંત તમે ફૂલ, મીઠાઇ કે કોઇ ગિફ્ટ લઇને જઇ શકો છો.

તમે જ્યારે તમારી ગર્લફ્રેન્ડના માતા-પિતાને મળવા જાઓ ત્યારે તેઓને મમ્મી-પપ્પા નહીં પણ સર અને મેડમ કહીને બોલાવા જોઇએ.

ગર્લફ્રેન્ડના માતા-પિતાને મળવા જાઓ ત્યારે ફોન સ્વીચ ઓફ કરી દેવો જોઇએ કારણ કે જો વારંવાર ફોન અથવા તો મેસેજ આવશે. તો તમે તેમાં વ્યસ્ત જોવા મળશો તો તમારી ત્યાં ગંભીર છાપ ઊભી નહીં થાય તેથી મુલાકાત દરમિયાન ફોન સ્વીચ-ઓફ અથવા તો સાઇલેન્ટ કરી દેવો જોઇએ.

X
Take care when visiting a girlfriend's family for the first time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી