પતિ-પત્નીના સંબંધમાં આ નાની-નાની વાતો વઘારે છે પ્રેમ અને મધુરતા

relationship for new married couple

divyabhaskar.com

Oct 26, 2018, 07:16 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: લગ્ન માત્ર એક સ્ત્રી અને પુરૂષ સાથે સહજીવન વિતાવવું જ નથી પરંતુ બંને પરિવારનું મિલન પણ છે. આ મિલનમાં ક્યારેક તકરાર, વિવાદ થવો સ્વાભાવિક છે.આ સ્થિતિમાં સમજદારીથી કામ લેવું જરૂરી છે. સંબંધમાં મધુરતા બનાવી રાખવા માટે કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી છે. રિલેશનશિપ એક્સપર્ટ અર્ચના દગાંવકરથી જાણીએ કે સંબંધને કેવી રીતે વુધી ગાઢ બનાવી શકાય.


-વિશ્વાસ
પતિ-પત્નીના સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો છે. કોઈપણનું દિલ આપણે એકબીજાના વિશ્વાસથી જીતી શકીએ છીએ. ભરોસો જીવનમાં સામેલ હોય તો નાની-નાની મુશ્કેલીથી સાથે સરળતાથી ડિલ કરી શકાય છે.


-ઇમોશનલ સપોર્ટ
એકબીજાને ભાવનાત્મક રીતે સપોર્ટ કરવો જરૂરી છે. ખાસ કરીને પત્નીને ઇમોશનલ સપોર્ટની વધુ જરૂર હોય છે કારણ કે તે તેનો પરિવાર બઘું જ છોડીને નવા પરિવાર અને માહોલમાં આવી છે. આ સમયે પત્નીની ભાવનાને તેની મૂંઝવણને સમજીને ભાવનાનો આદર કરવો જોઇએ.

-સમજદારી
સંબંધને વધુ આત્મિય અને ગાઢ બનાવવા માટે તેમજ સંબંધમાં ઉત્પન થઈ નાની મોટી ગેરસમજ અને તકરારને નિવારવા માટેનો મુખ્ય મંત્ર સમજદારી છે. જ્યારે બંને પાત્ર વચ્ચે અરસપરસ સમજદારી હોય તો સંબંધ ગમે તેવી કપરી સ્થિતમાં પણ તરોતાજા રહે છે.

- સન્માન

સંબંધમાં સ્નેહની સાથે સન્માન પણ એટલું જ જરૂરી છે. કોઈ એકની ભૂલ થઈ જાય તો બધાની સામે બૂમો પાડવાની બદલે એકાંતમાં સમજાવી શકાય. આવું વર્તન જીવનસાથીની નજરોમા સન્માનને ઓર વધારશે.


- પ્રશંસા કરો
જો આપનો સાથી કોઈપણ સારૂ કાર્ય કરે તો તે સમયે તેની તારીફ જરૂર કરો. સ્ત્રીઓને ખાસ કરીને પ્રશંસા વધુ પ્રિય હોય છે. રોજ નહીં પરંતુ પ્રસંગોપાત પાર્ટનરની પ્રશંસા કરો. તેનાથી સંબંધમા સામીપ્ય વધશે.


-ક્વોલિટી ટાઈમ આપો
આજની વ્યસ્ત જિંદગીમાં કેટલીક વખત આપણે એવી ભૂલ કરીએ છીએ કે જેના કારણે જીવના અણમોલ પળને ગુમાવી દઈએ છીએ. સંબંધને તરોતાજા રાખવા માટે એકબીજાને કોઇ ભેટ સોગાદ આપવા કરતા પણ જરૂરી છે બંને ક્વોલિટી ટાઈમ વિતાવો સમય જ સંબંધને વધુ આત્મિય અને ગાઢ બનાવે છે.

-ફાઈન્શિયલ સપોર્ટ આપો
જયારે સંબંધ લગ્નના બંધંનમાં બંધાઈ છે. તો બંનેએ દરેક રીતે એકબીજાને સપોર્ટ કરવાનો હોય છે. આર્થિક પાસુ પણ લગ્નજીવનમાં મોટો ભાગ ભજવે છે. બંનેએ આર્થિક ઉપાર્જનમાં પણ એકબીજાને સહયોગ કરવો જોઇએ અને ખોટા ખર્ચાથી દૂર રહીને બજેટ બનાવીને ખર્ચ કરવો જોઇએ.

- સ્પેસ આપો
લગ્નજીવન બાદ મોટાભાગના કેસમાં એવું થતું હોય છે કે પર્સનલ સ્પેસ જાણે ખત્મ થઈ જાય છે. સંબંધ એક સમયે બંધન ન લાગે માટે એકબીજાને પર્સનલ સ્પેસ આપવી જરૂરી છે. મિત્ર વર્તુળ પસંદગીના લોકો સાથે સમય વિતાવવાની સ્પેસ આપો.

X
relationship for new married couple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી