બેસ્ટ રિલેશન / પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જ જરુરી છે

It is very important to maintain balance between personal and professional life

divyabhaskar.com

Mar 22, 2019, 05:53 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. અત્યારે મોટાભાગના પરિવારમાં પતિ-પત્ની બંને નોકરી કરતા હોય છે. જે ઘણી સારી વાત છે. પતિ-પત્ની એકબીજાને આર્થિક સહાય મળે, જવાબદારી વહેંચાય, તથા ભણતરના ઉપયોગની સાથે પોતાનું નામ બનાવી શકવાનો એક મોકો મળી શકે. આ પ્રકારના હેતુ સાથે બંને નોકરી કરે છે. વર્ષ દરમિયાન ઓફિસની જવાબદારીને ભૂલીને થોડા દિવસ રજાઓ લઇને ફરવાનો પણ પ્રોગ્રામ કરે છે. જેમાં પતિ-પત્ની એકબીજાને પુરતો સમય આપે છે. પરંતુ ક્યાંક તેઓનું રોજીંદા જીવનમાં એકબીજા સાથે વાત કરવાનો પણ સમય મળતો નથી. જેના કારણે પતિ-પત્ની વચ્ચે મતભેદની સાથે નાનામોટા ઝઘડા થતા હોય છે. તેનું ક્યાંક કારણ પ્રોફેશનલ લાઇફ પણ છે.

ઘણા પુરુષોને ટેવ હોય છે. કે ઓફિસમાં એમ્પ્લોય સાથે કે બોસ સાથે બોલચાલ થઇ હોય તેનો ગુસ્સો તે ઘરે પત્ની તથા બાળકો પર ઉતારતા હોય છે. ઓફિસમાં ક્યારેક વધારે કામ હોય કે કોઇ પ્રકારનો ટાર્ગેટ પુરો કરવાનું પ્રેશર હોય ત્યારે તે બાળક અને પત્ની પર ગુસ્સો તો કરે તેની સાથે તેમને સમય પણ આપતા નથી. તે સાથે સામે અપેક્ષા રાખે છે કે ઘરના સભ્યો તેમની લાગણીને સમજે.

જો આ પ્રકારનું વર્તન કરો તો ઘરમાં કોઇના સમજે. જે રીતે પુરુષની જવાબદારી નોકરી કરીને કમાવવાની છે. તેજ રીતે પત્ની અને બાળકોને સમય આપવો તે જવાબદારીની સાથે ફરજ છે. તેથી ઓફિસનું કોઇ ટેન્શન હોય તો તે ઓફિસમાં જ છોડીને જાઓ. જ્યારે ઘરે જાઓ ત્યારે પરિવાર સાથે વાતો કરો, બાળક હોય તો તેની સાથે રમો, ઘરના સભ્યો પાસે જાણો કે તેમનો દિવસ કેવો ગયો ? પત્નીએ જે તમારા માટે રસોઇ બનાવી હોય તેના વખાણ કરો. બાળકે સ્કૂલમાં શું કર્યું, તે જાણો, માતા-પિતા સાથે વાતો કરો. આમ કરવાથી તમારા પરિવારના સભ્યો ખુશ થશે. તેની સાથે તમને પોતાને પણ મજા આવશે.

જ્યારે પતિ-પત્ની બંને નોકરી કરતા હોય ત્યારે સૌથી વધુ સફર બાળકે કરવું પડે છે. મમ્મી-પપ્પા બંને ઓફિસથી આવીને પોતાના કામમાં વ્યસ્ત હોય તો તે બાળકના મનમાં નકારાત્મક લાગણીનો ઉદ્દભવ થાય છે. મહિલા ઓફિસ જતા પહેલા ઘરનું કામ કરે અને આવે ત્યારે પણ ઘરનું કામ કરીને થાકી જતી હોય છે. તેથી બાળક ઘણી વખત બોલાવે તો પણ એને મોબાઇલ આપી દે અથવા ટીવી જોવાનું કહી દેતી હોય છે. જો કે આમાં મહિલાનો વાંક નથી. પરંતુ મહિલાની પહેલી જવાબદારી બાળક અને પરિવાર હોય છે. તેને નિભાવા ખાતર નહીં પણ પ્રેમથી સરળ બનાવી શકાય છે.

જો મહિલા નોકરી કરતી હોય તો તેણે ઘરના દરેક કામ માટે પ્લાનિંગ રાખવું જોઇએ. જેથી પોતાના પતિ-બાળકને ક્વોલિટી ટાઇમ આપી શકે. ઓફિસના કામની વાતોની ચર્ચા ક્યારેય ઘરે જઇને ન કરો.

પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે ઘરે જઇને ઓફિસના કામનો તણાવ ઘરે કે ઘરના સભ્યો પર ન વર્તાય તેવું વર્તન કરવું જોઇએ. જ્યારે તેઓ બંને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને અલગ રાખશે ત્યારે જ તેઓ પોતાના સંબંધને સફળ બનાવી શકશે. પર્સનલ પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ રાખવાની સાથે તેઓ બેસ્ટ પેરેન્ટ્સ બની શકશે.

X
It is very important to maintain balance between personal and professional life
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી