મળવાની રાહે / લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપને પણ વધુ ગાઢ કેવી રીતે બનાવી શકાય?

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

divyabhaskar.com

Apr 12, 2019, 05:10 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. લગ્ન બાદ જો પતિ-પત્નીને જોબ કે અન્ય કોઇ કારણથી એકબીજાથી દૂર રહેવાનું થાય ત્યારે એકબીજાની ખોટ તો લાગે છે. પરંતુ લાંબા સમય સુધી પાર્ટનરની ગેરહાજરી હોય તો ઘણીવખત આ સમય એકબીજાને વધુ નજીક પણ લાવી શકે છે. પુરુષ હોય કે સ્ત્રી હોય એકલા રહેવાનું હોય તો શોપિંગ કરવાની સાથે ઘર સંભાળવામાં પણ મુશ્કેલી થાય છે. પરંતુ અત્યારના આધુનિક યુગમાં તે આકરા સમયને પણ પાર પાડી શકાય છે. કારણ કે ભલે પતિ-પત્ની સાથે નથી રહેતા પરંતુ તેઓ એકબીજા સાથે 24 કલાકમાં ગમે ત્યારે ઇચ્છે ત્યારે એકબીજાનો સંપર્ક કરી શકે છે.

ઘણી વખત પતિ વિદેશ હોય, તો પત્નીએ એકલા પરિવારને સંભાળવાના હોય છે, તેમાં સાસુ-સસરાની સંભાળ, બાળકનું ભણતર, ઘરમાં વસ્તુઓ લાવા મુકવાથી લઇને ઘણા કામ કરવાના હોય છે. મોટાભાગે ઘરની સ્ત્રી આ પ્રકારના કામ કરતી જ હોય છે, પરંતુ પતિ શહેરમાં ન હોય તો તેણે પૈસાનું ધ્યાન, બેન્કમાંથી પૈસા ઉપાડવા દરેક વસ્તુ કરવી પડે છે. જો કે અત્યારે ટેક્નોલોજી આગળ વધી ગઇ છે. ઓનલાઇન પેમેન્ટ થઇ શકે છે. બહારના કામ કમ્પ્યુટર કે સ્માર્ટ ફોન દ્વારા જ થઇ જાય છે.

પરિવારની સંભાળ તો પત્ની રાખે છે, પણ તેનું ધ્યાન રાખવા કે વાત કરવા માટે પતિ ન હોય તો તેની યાદ આવે છે. આ જ પરિસ્થિતિ પતિની પણ હોય છે. પૈસા કમાવાના હેતુથી બહાર ગયેલો પતિ એકલો રહે છે. જ્યાં તેને પરિવારની વાત યાદ આવે છે, તેમ છતા એકલો રહે છે. પહેલાના સમયમાં લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપને સંભાળવી મૂશ્કેલ ન હતી, પરંતુ કોઇ સંપર્ક ન થતો, જો કોઇ એક વ્યક્તિ બીજાને પત્ર લખે તો તે પત્ર લાંબા સમય બાદ મળતો હતો. જ્યારે હવે તો દુનિયાના કોઇપણ સ્થળે વ્યક્તિ હોય તો પણ વાત કરવી તો સરળ બની ગઇ છે.

ફોન પર વાત કરી શકાય, સંપર્કમાં રહેવા માટે વીડિયો ચેટ પણ બેસ્ટ ઓપ્શન છે. દૂર રહેવાના કારણે જો થોડા દિવસ પણ વાત ન થાય તો ચિંતા થાય છે. ચિંતા થાય તો તે સારી વાત છે, પરંતુ શંકા ન કરવી જોઇએ. દરેક સંબંધનો પાયો વિશ્વાસ અને પ્રેમ હોય છે. જો આ બંને હોય તો તે વ્યક્તિ દૂર હોય કે નજીક હોય સંબંધ સારી રીતે જળવાઇ રહે છે.

દૂર હોવા છતા તમે સંબંધને મજબૂત બનાવા ઇચ્છો છો, તો પાર્ટનર સાથે તમે દિવસ દરમિયાન શું કર્યું તે જણાવો, તથા તેણે શું કર્યું પૂછો. તેની તબીયત વિશે સમાચાર પૂછો, પાર્ટનરની બર્થ ડે, બાળકો કે માતા-પિતાની બર્થડે પર ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરીને બર્થ ડે કેક મોકલો, તેની સાથે ગિફ્ટ મોકલો. જેથી તમારી ગેરહાજરી તેઓને ન વર્તાય. તે ઉપરાંત તમને તેઓને ભૂલી નથી ગયા તે વસ્તુ તેમને યાદ રહેશે. તથા તેમને ખુશી મળશે. શક્ય હોય તો થોડા થોડા સમયે ઘરે મળવા આવવાનું અથવા પરિવારને પોતાની પાસે બોલાવવાનું રાખો.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી