સંબંધ / લગ્ન બાદ માતા અને પત્ની વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવી શકાય?

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

divyabhaskar.com

Apr 25, 2019, 04:05 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. એક માતા દીકરાની નાની મોટી દરેક જરૂરિયાતનું પહેલેથી જ ધ્યાન રાખતી હોય છે. દીકરાને જમવાનું શું ભાવશે?, તેને કેવાં કપડાં પહેરવાં ગમે છે?, કેવી ગિફ્ટ ગમશે?, કઇ વાત દીકરાને નહીં ગમે અને તેનાથી તેને ગુસ્સો આવે? વગેરે જેવી દરેક વાતના જવાબ માતા પાસે હોય છે. પરંતુ જ્યારે દીકરો પરણાવા યોગ્ય થાય એટલે કે દીકરો મોટો થાય તેમ તેના વિચારોમાં પણ પરિવર્તન આવે છે. આપણે ઘણી વખત સગાસંબંધીને બોલતા સાંભળ્યા હશે, કે આ દીકરો તો જો લગ્ન બાદ તો પત્નીનો જ થઇ ગયો! આ વાત સાંભળીને દીકરો તો હસી કાઢે છે, પરંતુ માતા અને પત્ની આ બંનેના મનમાં તો આ વાત ખૂંચતી હોય છે. માતાને લાગે છે, કે ખરેખર મારો દીકરો વહુનો થઇ ગયો અને વહુને લાગે છે હજી ક્યાં મારા થયા છે તે...

માતા તેની જગ્યાએ યોગ્ય છે, અને પત્ની તેની જગ્યાએ યોગ્ય છે. આ પ્રકારની સ્થિતિમાં પુરુષે દીકરા અને પતિ બંને સંબંધ ન્યાય આપવાનો પ્રયત્ન કરવો જોઇએ. પારકા ઘરેથી પોતાનું ઘર કરવા આવેલી છોકરી મનમાં અનેક ઉમંગો, સપના લઇને આવી હોય, તેની પણ મર્યાદા હોય છે. તેથી પત્નીને સમય આપવો પણ જરૂરી છે. પરંતુ પત્ની સાથે સમય વિતાવવા માટે પરિવારની અવગણના ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખો. તે જ રીતે પરિવાર સાથે હો ત્યારે પત્નીને પણ નજરઅંદાજ ન કરો.

લગ્ન પહેલાં જે કાર્ય માતા કરતી હતી, તે કાર્ય તેમને જ કરવા દો. તથા પત્નીને સમજાવો કે હું તારો જ છું. પરંતુ અત્યાર સુધી મારી દરેક વાતનું ધ્યાન મમ્મી રાખતી હતી એટલે હમણાં હું મમ્મી પાસેથી જ વસ્તુ માગીશ. આ બધી પત્નીને મિત્ર બનીને સમજાવો તે તમને સમજશે.

પત્નીને સમજાવો કે તમારી માતા સાથે વાત-ચીત કરે, તેમને જાણવાનો પ્રયત્ન કરે. તેને સાસુ નહીં પણ પોતાની માતા સમજે, તમેની જરૂરિયાતનું ધ્યાન રાખે, પતિના જન્મથી લઇને લગ્ન થયાં ત્યાં સુધીના કિસ્સા જાણો, પતિની પસંદ નપસંદ તમને ખબર હોય તો પણ સાસુ પાસેથી જાણો વગેરે દ્વારા સાસુ-વહુ વચ્ચે વિચારોની આપ-લે થશે. જેના કારણે તેઓ બંનેનો સબંધ વધુ ગાઢ બનશે. ધીરે ધીરે પતિ, ઘર અને રસોડાની જવાબદારી જાતે જ વહુને સોંપશે.

સમય જતાં દીકરાએ માતા અને પત્ની વચ્ચે બેલેન્સ જાળવવું જ નહીં પડે. તે માટે ચોક્કસ સમય તો લાગશે પરંતુ તેની સાથે તેઓનો સંબંધ પણ વધુને વધુ ગાઢ બનતો જશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી