સંબંધોનું મેનેજમેન્ટ

આખરે શા કારણથી મેચ્યોર મહિલાથી આકર્ષાય છે નાની ઉંમરના પુરૂષ?

divyabhaskar.com | Last Modified - Aug 30, 2018, 00:08AM IST
 • આખરે શા કારણથી મેચ્યોર મહિલાથી આકર્ષાય છે નાની ઉંમરના પુરૂષ?

  દિવ્યશ્રી ડેસ્ક: પુરૂષનું સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીઓનું પુરૂષ પ્રત્યે આકર્ષણ થવું તે એક સામાન્ય બાબત છે. જો કે જ્યારે પુરૂષ કોઈ તેમનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે આકર્ષાય ત્યારે તે બાબત ચર્ચાનો વિષય પણ બની જાય છે.  હાલમાં પ્રિયંકા ચોપરાએ તેમનાથી દસ વર્ષ નાના વિદેશી બાબુને લાઇફ પાર્ટનર તરીકે પસંદ કર્યાં.ત્યારે સવાલ થાય કે આખરે કેમ કોઈ મેચ્યોર મહિલાથી તેમનાથી નાની ઉંમરનો પુરૂષ આકર્ષાય છે તેમની પાછળ કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. 

   

   

  કેટલાક સાઇકોલોજિસ્ટનું કહેવું છે કે 45-50 વર્ષની ઉંમરમાં મહિલાઓમાં સેક્સ ઉત્તેજના વધી જાય છે અને કોઈ પણ ઉંમરની મહિલાઓ કરતા તેઓ પુરૂષોને વધુ સંતુષ્ટ કરી શકે છે, આ પણ એક કારણ છે કે પુરૂષ તેમના પ્રત્યે આકર્ષિત થાય છે.

   


  -મેચ્યોર મહિલાઓ જ્યાં પોતાની જવાબદારીઓને બખૂબી નિભાવતા જાણે છે તો મુશ્કેલ પરિસ્થિતિનો સારી રીતે સામનો કરતા પણ જાણે છે. કેટલાક કિસ્સાઓમાં તેઓ માત્ર પોતાના અનુભવ શેર નથી કરતી બલકે જરૂર પડવા પર તેનો ઉકેલ પણ શોધી લે છે, જેના લીધે ઘણી જગ્યાઓ પર પુરૂષો રિલેક્સ અનુભવ કરે છે.

   

   

  -ઘણા બધા રિસર્ચમાં સાબિત થયું છે કે જ્યાં પુરૂષ ઇંટીમેટ થવામાં વધુ સમય નથી લગાવતા તો બીજી તરફ મહિલાઓને તેના માટે સમય જોઈતો હોય છે. મહિલાઓ આ બાબતમાં એટલે પોતાના કરતા નાની ઉંમરના પુરૂષની તરફ આકર્ષિત થાય છે કારણ કે તેઓ વધુ એનર્જેટિક હોય છે. સેક્સુઅલ પ્રેજેંટેશન મહિલાઓ માટે ખૂબ જરૂરી વસ્તુ હોય છે સાથે જ તેઓ ફિઝિકલ અને ઇમોશનલ બંને જ ફીલિંગને શેર કરવા ઈચ્છે છે, એટલે પુરૂષ-મહિલાઓની ઉંમરનું આ કોમ્બિનેશન પરફેક્ટ કહી શકાય છે.

   

   

  -પરિસ્થિતિ સંભાળનાર મેચ્યોર મહિલાઓ,મેચ્યોર મહિલાઓની શોધના પાછળ એક મોટું કારણ એ પણ છે કે જીવનમાં આવતા ઉતાર-ચડાવનો સામનો કરતી તેઓ એટલી વધુ કોન્ફિડેંટ અને સ્ટેબલ થઈ ચૂકી હોય છે કે તેમની સાથે લાઇફ વિતાવવી ખૂબ જ સરળ હોય છે. ઇમોશનથી લઈને ફાઇનેંશિયલ દરેક પ્રકારની પરિસ્થિતિને તેઓ ખૂબ જ સારી રીતે બેલેંસ કરી લે છે.

   

   

   

  -કોઈ પણ સંબંધમાં પાર્ટનરની વચ્ચે કોમ્યૂનિકેશન ખૂબ જ જરૂરી વસ્તુ માનવામાં આવે છે. જે મોટામાં મોટી મુશ્કેલીને દૂર કરી શકે છે અને તેનો અભાવ મોટામાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. મેચ્યોર મહિલાઓ ઇગોને સાઇડ મૂકી વાતચીત કરી પરસ્પર પરેશાનીઓને દૂર કરવામાં વિશ્વાસ રાખે છે, જે એક સમાન ઉંમરના પાર્ટનરમાં અભાવ દેખાય આવે છે. કેરિંગ, કોમ્પ્રોમાઇઝિંગ, અંડરસ્ટેંડિંગ મેચ્યોર મહિલાઓના સ્વભાવનો એક ભાગ બની ચૂક્યો હોય છે જે પુરૂષોને તેમની તરફ આકર્ષિત કરે છે.

   


  -આજકાલની દુનિયામાં કોઈ પણ ઉંમરની મહિલાઓને જજ કરી શકવું મુશ્કેલ કામ છે. 30ની દેખાતી મહિલાઓ વાસ્તવિક જીવનમાં 40ની ઉંમરને પાર કરી ચૂકી હોય છે. ગ્રેસફુલ નજર આવવામાં તેમની મદદ કરે છે બ્યૂટી પ્રોડક્ટ્સ. તો જો તમને એવી કોઈ મહિલાની તરફ આકર્ષણ થઈ જાય તો તેના પર અફસોસ કરવાને બદલે તેના પોઝિટિવ પોઇન્ટને જુઓ. જેની જરૂર લાઇફમાં આગળ જતા પડવાની છે.

આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી