તમારો સોલમેટ કોણ છે? આ સંકેતથી ઓળખી શકાય છે સાચો સોલમેટ

who are your soulmate?

divyabhaskar.com

Aug 28, 2018, 09:13 AM IST

દિવ્યશ્રી ડેસ્ક: ભરી દુનિયામાં કોઇએક જ વ્યક્તિને જોઈને કે પછી તેમને મળીને કેમ દિલને શાંતિ મળે છે. કેમ કોઇ એકને મળવાની અને તેમની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની ઝંખના જાગે છે. કેમ એ એક વ્યક્તિ માટે જ બધું જ લૂંટાવી દેવાનું મન થાય છે. શું તમે જાણો છો કે આવું ચુંબકિય આકર્ષણ જો કોઇ વ્યક્તિ પત્યે થાય તો તે તમારો સોલમેટ છે. જી હાં તમારો સોલમેટ કોણ છે તે કંઇક આવા સંકેતથી જાણી શકાય છે.


સોલમેટ કોને કહી શકાય?
સોલમેટ એટલે આત્માનો સાથી. આ સંબંધનું કોઈ નામ હોવું જરૂરી નથી, પરંતુ તે સંબંધમાં લાગણી હોવી વધુ જરૂરી છે. જેમાં તમે બંને એકબીજા સાથે ખુશ રહેતાં હોવ અને એકબીજા સાથે વધુમાં વધુ સમય વિતાવવો પસંદ કરતાં હોવ. સોલમેટ્સ ઇમોશનલી એકબીજા સાથે જોડાયેલા હોય છે.


ફ્લેશબેક
જો તમારો પાર્ટનર જ તમારો સોલમેટ હોય તો ચાન્સીસ વધુ હોય છે કે તમારી પાછળની જિંદગીમાં તેમનો સાથ અને સહયોગ વધુ રહ્યો હોય. એટલે જ તમે આજે એકબીજા સાથે છો.

સોલમેટ કોણ હોઈ શકે?

તમારી મમ્મી કે તમારો સૌથી નજીકનો મિત્ર, જે તમને બહુ સારી રીતે ઓળખતો હોય એ પણ તમારો સોલમેટ હોઈ શકે છે. તમે બંને એકબીજાનું દિલ દુખાવતા ન હોવ, માત્ર પ્રેમથી એકબીજાનો સાથ આપતા હોવ. એવું નથી કે તેમની વચ્ચે તકરાર કે ડિસ્ક્શન ન થતું હોય પરંતુ ત્યારબાદ પણ તેઓ સોલમેટ જ રહેતા હોય છે.

સદા સાથ આપનાર
કોઈ પણ સંબંધો પરફેક્ટ નથી હોતા. દરેક સંબંધોમાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે. સોલમેટ્સના સંબંધોમાં પણ મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ તેમની વચ્ચે કોઈ ગેરસમજ નથી વિકસતી. તેઓ એકબીજાને દરેક પરિસ્થિતિમાં સમજે છે.તમારી કોઈ પણ જાતની મુશ્કેલી હોય, તમે તેમને જણાવતાં અચકાતા નથી. તેમની સાથે સંબંધોમાં ખટાશ આવવા છતાં તમે તેને દૂર કરી સાથે રહેવાનું જ પસંદ કરો છો.


સબ સે અલગ
દિમાગમાં દરેક સમયે તેમની યાદ આવવી સ્વાભાવિક છે. આવું પ્રેમમાં પણ થતું હોય છે, પરંતુ પ્રેમમાં આ ફીલિંગ માત્ર થોડા સમય સુધી જ રહે છે, જ્યારે સોલમેટ માટેની ફીલિંગ કાયમ એવી જ રહે છે.

સોલમેટ ટયુનિંગ
સોલમેટ્સ વચ્ચેનું ટયુનિંગ પણ એટલું જોરદાર હોય છે કે તેઓ એકબીજાને ફોન કરવા માટે પણ એક સાથે જ ફોન ઉપાડતાં હોય છે. તેમની સાથે તમે સુરક્ષિતતા અને સહજતા અનુભવી શકો. કોઈ પણ જાતના ડરવાળા વાતાવરણમાં તમે તેનો અહેસાસમાત્ર કરવાથી જ સ્ટ્રોંગ થઈ જાવ છો.


આંખે બોલતી હૈ
સોલમેટ્સ એકબીજા સાથે આંખોના ઈશારાથી જ વાતો કરી લેતા હોય છે. તેમને શબ્દોની જરૂર જ નથી પડતી, તેમની ખામોશી પણ તેમના સોલમેટને કારણ સહિત બધું જ જણાવી દે

X
who are your soulmate?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી