સંબંધોનું મેનેજમેન્ટ
Home » Divyashree » Relationship » when you fall in love second time

બ્રેકઅપ બાદ ફરી રિલેશનશિપમાં જોડતા પહેલા આ વાતને સમજી લો

divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 14:15PM IST
 • બ્રકઅપ બાદનો પ્રેમ

  દિવ્યશ્રી ડેસ્ક: દરેક પ્રેમ સંબંધનો અંજામ સુખદ જ નથી હોતો કેટલીક વખત પ્રેમજાળમાં છળ પણ મળે છે. સંબંધોમાં વર્ષોના ઇન્વેસ્ટમેન્ટ બાદ પણ હાથ ખાલી હોય તેવો અનુભવ થાય, તો તે અનુભવ ભૂલી શકાય તેવો નથી હતો. પ્રથમ પ્રેમમાં વિશ્વાસઘાત થયા બાદ વ્યક્તિ સંબંધોને લઇને ખૂબ જ નેગેટીવ બની જતી હોય છે, આવી સ્થિતિમાં તે દરેક વ્યક્તિને નકારાત્મક ભાવથી જ જુવે છે. આવું વલણ તેમને પ્રેમ જ નહીં પરંતું ક્યારેક સાચા સંબંધોથી પણ દૂર લઇ જાય છે,


  જો એકવખતના બ્રેકઅપ બાદ તમારી તરફ કોઇ આગળ વધી રહ્યું હોય અને તમે પણ તેમના તરફ ખેંચાણ અનુભવતા હો, તો નકારાત્મકતા છોડીને સકારાત્મક ભાવ સાથે આગળ વધવું જોઇએ. જો કે બીજી વખત પ્રેમના પથ પર પગલા માંડતા પહેલા આ 4 વાતને ન ભૂલશો.

  અતીતને ભૂલી જાવ
  જિંદગીને ગતિ આપવા માટે આગળ વધવું જરૂરી છે અતિતના કડવા અનુભવને ભૂલી જાવ. જો આપ અતીતમાં બનેલી નકારાત્મક ઘટનાને સતત યાદ કર્યાં કરશો અને આજ ઘટનાને વળગી રહેશો તો તમે તમારી જિંદગીમાં આવનાર નવા પાત્રાને ક્યારે ન્યાય નહીં આપી શકો. આવું કરવાથી જિંદગી તેમને જે બીજી વખત તક આપી રહી છે. તેને પણ આપ ગૂમાવશો.

  નકારાત્મક વલણ છોડી દો
  કહેવાય છે કે દૂધના દાઝેલો છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવે, નકારાત્મક વલણ સાથે ક્યારેય તમે કોઇ સંબંધને યોગ્ય રીતે નહીં મૂલવી શકો. જુની કડવી યાદોને ભૂલીને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધો. જરૂરી નથી કે સંબંધમાં એક વખત દગો થયો, વિશ્વાસઘાત થયો તો દરેક વખતે આપની સાથે આવું જ બનશે. કારણે કે દરેક વ્યક્તિ સરખા નથી હતો. વ્યક્તિને મૂલવવા માટે તટસ્થ દૃષ્ટિ રાખો અને પૂર્વગ્રહ છોડીને વિચારો.

  આંખ ખોલીને પ્રેમ કરો
  કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ પ્રેમમાં સુખી થવું હોય તો આંખો બંધ રાખીને પ્રેમ ન કરો. ઘણી વખત પ્રેમમાં પાગલ વ્યક્તિ વિવેકભાન ભૂલી જાય છે અને સામેની વ્યક્તિ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે આવી સ્થિતિ પ્રેમસંબંધ ઘાતક નિવડે છે. તો પ્રેમમાં પડતા પહેલા, લાગણીમાં વહી જતાં પહેલા સામેની વ્યક્તિના પ્રેમીની કસોટી જરૂર કરો. તેના તેના ઇરાદાને ચકાસવાનું ન ભૂલશો.


  ભૂલોનું પુનરાવર્તન ન કરો
  બ્રેકઅપ થયા બાદ કેટલીક વખત એવું પણ જોવા મળે છે કે કોઇના સહવાસની એવી આદત પડી ગઇ હોય કે પીડિત વ્યક્તિ તરત જ મેન્ટલી સપોર્ટ માટે પાત્રને શોધી લે છે અને ફરી એજ ભૂલ કરે છે. જે ભૂતકાળમાં કરી હતી. બ્રેકઅપ બાદ માણસ અંદરથી તૂટી ગયો હોય છે અને જરા પણ કોઇ તેના તરફ સહાનૂભૂતિ બતાવે તો તે વ્યક્તિ તેમની તરફ ઢળી જાય છે આવી ભૂલ કરશો નહીં. આ સમયે સહાનૂભૂતિ અને સાચી લાગણીના તફાવતને સમજો અને વિચારીને આગળ વધો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી