દિવ્યશ્રી ડેસ્ક: લગ્નના થોડા દિવસ પહેલા સગાઈની નાનકડી વિધિ કરવામાં આવે છે. જેમાં યુવક-યુવતી એકબીજાને રિંગ પહેરાવે છે. દરેક લોકો આ વિધિને એક રિવાજ માનીને ફોલો કરે છે જો કે તેની પાછળની ધારણા જાણતા નથી. રિંગ ફિંગરમાં વીટીં પહેરવાની અલગ-અલગ ધારણા છે. તો ચાલો જાણીએ કે, ત્રીજી આંગણીમાં જ શા માટે રિંગ પહેરાવવામાં આવે છે.
1.રોમન ધારણા
રોમન લોકોનું માનવું છે કે ત્રીજી આંગણીનું જોડાણ સીધું દિલ સાથે છે. જે પણ વ્યક્તિ ત્રીજી આંગણીમાં રિંગ પહેરાવે છે તે તેમની દિલની નિકટની વ્યક્તિ બની જાય છે. આ માટે બંનેના સંબંધને વધુ મજબૂત કરવા માટે અને બંને પ્રેમથી એકબીજા સાથે જીવનભર જોડાયેલા રહે માટે ત્રીજી આંગણીમાં જ રિંગ પહેરાવવામાં આવે છે. જેને રિંગ ફિંગર પણ કહે છે.
2.ચીનની માન્યતા
ચીન અનુસાર અંગૂઠા પેરેન્ટસ માટે, તો ઇન્ડેક્સ ફિંગર ભાઇ-બહેન માટે, અને મિડલ ફિંગર ખુદ માટે અને રિંગ ફિંગર લાઇફ પાર્ટનર માટે હોય છે. તો ટચલી આંગણી બાળકો માટે હોય છે. આ માન્યતા અનુસાર અનામિકા આંગણીમાં સગાઈને રિંગ પહેરાવવામાં આવે છે.
3.ભારતીય મત અનુસાર
ભારતીય ઘારણા અનુસાર રિંગ ફિંગરનો ઉપયોગ કામકાજમાં સૌથી ઓછો થાય છે. આ કારણથી આ ત્રીજી આંગણી એટલે કે રિંગ ફિંગર વધુ સુરક્ષિત રહે છે. આ ફિંગરને ઓછું રિસ્ક છે તેથી લાઇફ પાર્ટનર આ ફિંગરમાંજ રિંગ પહેરાવવાનું પસંદ કરે છે.
4. મેડિકલ કારણ
અનામિકા આંગણી પર રિંગ પહેરવાનું બીજું કારણ એ પણ છે કે આ ફિંગરમાં ધાતુ પહેરવાથી શરીરની સિસ્ટમ સ્થિર રહે છે. આના કેટલાય આયામ પણ છે. જો કે સામાન્ય રીતે જોઇએ તો એ એક રિમોટ છે. જે તમારા શરીરના કેટલાક આયામને ખોલી નાખે છે. હકીકતમાં અનામિકાનો શરીરના તંત્ર સાથે સીધો સંબંધ છે. જેથી તે ફિંગરમાં સોનાની ધાતુ પહેરવી સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્તમ રહે છે.
ઘેરબેઠાં
કમાણી
મહિલાઓ
માટે નોકરી
આદર્શ
પેરેન્ટિંગ
આરોગ્યની
ગુરુચાવી
સંબંધોનું
મેનેજમેન્ટ
100 ગૌરવવંતી
ગુજરાતી મહિલાઓ
તમારો ઓપિનિયન પોસ્ટ કરો
તમારો પ્રશ્ન પોસ્ટ કરો
લેખકને તમારો પ્રશ્ન મોકલો