આ વાતો બતાવશે પાર્ટનર તમને ખરા અર્થમાં પ્રેમ કરે છે કે નહીં

પ્રેમ પણ એક એવો અણમોલ અહેસાસ છે કે જેની દસ્તક દિલને ખૂબસૂરતીથી ભરી દે છે.

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 04:12 PM
relationship tips

દિવ્યશ્રીડેસ્ક: પ્યાર દરેકની જિંદગીનો એક ખાસ અહેસાસ હોય છે. છોકરો હોય કે છોકરી દરેક ઇચ્છે છે કે તેનો પાર્ટનર કેરિંગ હોય. સ્માર્ટ હોય તેમજ રિયલ લવ કરનાર હોય. જો પાર્ટનર ઇમાદાર અને સાચો હશે તો ન માત્ર તમને સાચા દિલથી ચાહતો હશે પરંતુ તેમની પણ દરેક આદત તમને સારી લાગશે. મતબલ કે તમને સાચો પ્રેમ કરનાર વ્યક્તિ એવી કોઈ હરકત નહીં કરે કે જેના કારણે તેમને દુ:ખ થાય. આજે અમે એવા કેટલાક પોઈન્ટસ બતાવીશું કે જો તમારા પાર્ટનર સાચો સાથી હશે તો તેનામાં એ પોઈન્ટસ અવશ્ય હશે.


પાછળથી ટીકા નહીં
જે વ્યક્તિ તેના પાર્ટનરને દિલથી ચાહે છે તે ક્યારેય તેની પાછળથી ટીકા ટિપ્પણી નથી કરતો. ભૂલો અને ખામીને સુધારવાનું પ્રત્યક્ષ રીતે સમજાવશે પરંતુ તે ક્યારેક અન્યની હાજરીમાં તમારી કમેન્ટ કે તમારી પાછળથી પણ કોઈપણ પ્રકારની કમેન્ટ નહીં કરે.

ક્ષમાભાવ
જે વ્યક્તિ તમને સાચા દિલથી પ્રેમ કરતો હશે તે તમારી બધી જ ભૂલને માફ કરી દેશે. પ્રેમ કરનાર વ્યક્તિનું મન એટલું મોટું હોય છે અથવા તો એમ કહી શકાય કે તેનો પ્રેમ એટલો પ્રગાઢ હોય છે કે તેને પાર્ટનરની દરેક ભૂલને માફ કરી દેવાની ઇચ્છા થાય છે. જો આપનો પાર્ટનર પણ તમારી દરેક ભૂલ પર ક્ષમાભાવ રાખતો હોય તો ચોક્કસ સમજજો કે આ તમારો સાચો સાથી છે.

સપોર્ટ કરશે
સાચા પાર્ટનર ન માત્ર તમને પ્રેમ કરશે પરંતુ મોરલ સપોર્ટ તેમનો હંમેશા તમારી સાથે હશે, તે દરેક સિચ્યુએશનમાં તમારી સાથે રહેશે. તે દરેક મુશ્કેલ સમયમાં તમારૂ સાચું માર્ગદર્શન કરશે અને આપને પ્રોત્સાહિત કરતો રહેશે, તમે કેટલા પણ નિષ્ફળ કેમ ન હો પરંતુ તેમ છતાં પણ તે તમને સફળતા માટે સતત મોટીવેઈટ કરતો રહેશે.

ખામી નહીં જુએ
દુનિયામાં કોઈપણ માણસ પરફેક્ટ નથી હોતો. તમારો પાર્ટનર આ વાતને સમજશે અને ક્યારેય પણ તમારી ખામી અને મર્યાદા માટે તમને ટોર્ચર નહીં કરે. સાચો સાથી તમે જેવા છો તેવી સ્થિતિમાં વગર કોઈ ફરિયાદ તમારો સ્વીકાર કરશે. પ્રેમ કરનાર પ્રાત્ર માત્ર સારા પાસાને સામે રાખીને નિરંતર સાથ નિભાતો રહે છે.

સાથ નિભાવશે
દરેક સંબંધની કોઈને કોઈ વેલિડીટિ હોય છે. પરંતુ સાચા પ્રેમનો સંબંધ એવો છે કે તે નિરંતર હોય છે. આજીવન હોય છે. સંબંધોમાં ગમે તેટલા ઉતાર-ચઢાવ આવે સાચો સંબંધ દરેક તોફાન સહીને પણ અડગ રહે છે. આવા સંબંધો દરેક કસોટીમાંથી સફળતાથી પાર ઉતરે છે અને સાથીનો સાથ ગમે તેવી મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં નથી છોડતો. જો આવા કોઈ તમારા પ્રેમસંબંધ પણ કસોટીના એરણે ચઢીને પણ હજું તરોતાજા હોય તો સમજશો કે તમારી પસંદગીનું પાત્ર દરેક રીતે યોગ્ય છે.

X
relationship tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App