ગલતફેહમી સંબંધોમાં લાવે છે કડવાશ, આ રીતથી કરો દૂર

relationship tips

divyabhaskar.com

Nov 03, 2018, 08:55 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: ગલતફેહમી એક બીમારીની જેમ છે જે કોઈપણ સારા સંબંધને કડવાશથી ભરી દે છે. પહેલા આ સંબંધમાં કડવાશ આવે છે અને પછી અંતર આવે છે. જો આપના સંબંધમાં પણ આ બીમારી જન્મ લઈ ચૂકી છે. તો તેને જલ્દીથી દૂર કરી દો. આ 6 સરળ રીતથી તમે સંબંધમાં કડવાશ લાવતી ગલતફેહમીને દૂર કરી શકો છો.


ભાવનાને સમજો
જીવનસાથીને મારી પરવાહ નથી અથવા તો તે માત્ર ખુદ વિશે જ વિચારે છે. આ રીતની ગલતફેહમી કપલ્સમાં થતી રહે છે. પાર્ટનરની પ્રાથમિકતા અને વિચાસરણીને ખોટી સમજવી ખૂબ જ સહેલું કામ છે પરંતુ જો તમે તેમના સ્થાન રહીને વિચારસો તો કદાચ સમગ્ર ઘટનાને સારી રીતે સમજી શકશો. કોઇપણ વ્યક્તિને સારી રીતે સમજવા માટે અથવા તો તેમની સમસ્યાને સારી રીતે સમજવા માટે જરૂરી છે કે તેના સ્થાન પર પોતાની જાતને રાખીને વિચારવું. આવું કરવાથી કદાચ સંબંધોમાં સર્જાતા પ્રશ્નોને સરળતાથી ઉકેલી શકાય છે.


ઇગોને દૂર રાખો
પોતાની સમજથી જ સાથીની વાતનો મતબલ કાઢવો, તેને વિચાર્યું પણ ન હોય તેવું સમજવું, ફુલ્યાફાલેલા સંબંધને ખતમ કરી દે છે. જો તમે કોઈને સાચો પ્રેમ કરો છો. તેમને દિલથી ચાહો છો તો સંબંધમાં ક્યારેય ઇગોને વચ્ચે બિલકુલ ન લાવો. પ્રેમ સંબંધમાં ઇગોને દૂર કરીને પહેલ કરશો તો આ સંબંધનું ભવિષ્ય ઉત્તમ હશે.


સ્વાર્થી ન બનો
સંબંધને મજબૂત બનાવવા માટે એકબીજા પર વિશ્વાસ રાખો. જરૂરી છે કે એકબીજા સાથે કંઇ ન છુપાવો. જો તમારા પાર્ટનરને તમારી જરૂર હોય તો તમે ત્યાં હાજર રહો. ગેરસમજણ પણ ત્યાં જ સર્જાય છે જ્યાં તમે સેલ્ફ સેન્ટર્ડ બની જાવ છો. માત્ર તમારા વિશે જ વિચારો છો. તમે સ્વાર્થી ન બનો અને તેની મદદ કરો.

જવાબદારી નિભાવો
જ્યારે પણ તમારો પાર્ટનર તેમની જવાબદારી ઉઠાવવાથી પીછેહઠ કરે છે તો ચોક્કસ સંબંધમાં ગેરસમજણ ઉભી થાય છે. આવા સવાલ મનમાં ઉઠવા સ્વાભાવિક હોય છે. "શું તે મને પ્રેમ નથી કરતો" "શું તેને મારી કોઈ પરવાહ નથી"આવી કોઈ ગેરસમજણ સંબંધને કડવાશથી ભરી દે તે પહેલા બંને પાર્ટનરે તેમની જવાબદારીને ખુશી-ખુશી ઉઠાવવી જોઈએ. આવું કરવાથી સંબંધમાં પ્રેમની સાથે વિશ્વાસ વધે છે.

કમેન્ટમેન્ટ સમજો
સંબંધની ગરિમાને અને સન્માનને જાળવવા માટે જરૂરી છે કે તમે તમારા પાર્ટનરના કમિટમેન્ટની અને તેના કામની કદર કરો. બદલતી પરિસ્થિતિમાં પૂરેપૂરો સહયોગ કરો. સંબંધમાં આવતા બદલાવને હેન્ડલ કરવું એ પતિ માટે કોઇ પડકારથી ઓછું નથી. કારણ કે આ એક જ મુદ્દો છે જે ગલતફહમીનું કારણ બને છે.

હસ્તક્ષેપને રોકો
ક્યારેક સંબંધોમાં અંતર અને ગલતફેહમીનું કારણ પરિવારજનો કે મિત્રો પણ હોય છે. જી હાં, કેટલીક વખત મિત્રો, પરિવાર જ કપલની જિંદગીમાં ગેરસમજણને ઉભી કરી છે. કેટલાક લોકોને સંબંધોમાં મતભેદ ઉભા કરીને અને વિવાદ સર્જાને સંતોષ મળે છે. શક્ય હોય ત્યાં સુધી કપલ્સે આવા હસ્તેક્ષેપને રોકવા જોઇએ. સંબંધમાં અન્યના હસ્તેક્ષેપ કરતા બંનેએ જ અરસપરસ વિચાર વિમર્શ કરીને પ્રશ્નોનું સમાધાન સોધવું જોઇએ.

X
relationship tips

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી