સંબંધોનું મેનેજમેન્ટ
Home » Divyashree » Relationship » relationship tips

શું આપ સાચા પ્રેમી છો? જાણો સાચા પ્રેમની આ પાંચ નિશાની

divyabhaskar.com | Last Modified - Aug 31, 2018, 11:47AM IST
 • શું આપ સાચા પ્રેમી છો? જાણો સાચા પ્રેમની આ પાંચ નિશાની

  દિવ્યશ્રી ડેસ્ક:આમ તો પ્રેમના કોઇ નિશ્ચિત માપદંડ નથી હોતા. આ અઢી અક્ષર પ્રેમની કોઇ ચોક્કસ વ્યાખ્યા પણ નથી. જો કે પ્રેમ એવી માયાજાળ છે કે તેમાં કયારેક શું સાચુ? શું ખોટું? એ સમજવું અઘરૂ થઇ જાય છે. જો કે થોડી વિવેકબુદ્ધિ વાપરીને આપ સાચા પ્રેમીના લક્ષણને જાણી શકો છો.

  બિનશરતી પ્રેમ
  સાચો પ્રેમી તેના સાથે કોઇ ઉમ્મીદ નથી રાખતો. તે તેમના સાથીને કોઇ શરત વિના જ સ્વીકારે છે. સાચો પ્રેમ કોઇ શરતનો મોહતાજ નથી હોતો. જો આપની સામે કોઇ પ્રેમ માટે શરત મૂકતું હોય તો સમજી લો કે આ રિયલ લવ નથી. પ્રેમ કોઇ શરતમાં ક્યારેય બંધાતો નથી.

  વફાદારી પહેલી શરત
  જ્યાં સાચો પ્રેમ હોય છે. ત્યાં વફાદારી પણ એટલી જ હોય છે. પ્રેમ અને વફાદારીને એકબીજાથી અલગ ન કરી શકાય. પ્રેમ અને વફાદારી એકબીજા સાથે વણાયેલી બાબત છે. જો પ્રેમમાં વફાદારીની ઉણપ જણાતી હોય તો શરૂઆતથી જ ચેતી જવું. રિયલ પ્રેમ તેમના પ્રેમિકાનું સ્થાન અન્ય કોઇને નથી આપતા. રિયલ પ્રેમ કરનારને તેમના પ્રેમ સિવાય કોઇ તે નજરથી જોવાનું પસંદ નહી કરે.

  પ્રેમ પર આરોપ નહીં
  સાચો પ્રેમી ક્યારેય તેમના પ્રેમ પર આરોપ કે આપેક્ષ નથી કરતો. ગમે તેટલું મોટું નુકસાન ભલે પ્રેમી પાત્ર દ્રારા જ થયું હોય તો પણ તે આ નુકસાનનો ઇલ્જાન તેના પ્રેમ પર ન મૂકે.
  પ્રેમ એકબીજા પર આક્ષેપ પ્રતિક્ષેપ કરવાને બદલે એકબીજાના દોષને ભૂલોને ઢાંકવાની કોશિશ કરે છે. જો આવી નિશાનીઓ આપના પ્રેમમાં હોય તો સમજવું કે તમે સાચા પાત્રાની પસંદગી કરી છે.

  દુરિયાથી ઘટતો નથી પ્રેમ
  પ્રેમમાં હંમેશા જરૂરી નથી કે પ્રત્યક્ષ રીતે સાથે રહેવું. જો રિયલ પ્રેમ હોય તો, જોજનોનું અંતર પણ પ્રેમને ઓછો નથી કરી શકતું. વર્ષો સુધી પણ દુર રહ્યાં બાદ પણ દીલથી દીલનો નાતો બરકરાર રહે છે. જુદાઈ અને વિરહની વ્યથામાં પ્રેમ વધુ ગાઢ બને છે.સમય અને સ્થળનું અંતર પ્રેમને ઓછો કરવાને બદલે વધુ પ્રબળ બનાવી દે છે.


  સન્માનિય દૃષ્ટિ
  પ્રેમમાં એકબીજા પર વિશ્વાસ,વફાદારીની સાથે સન્માનનો ભાવ પણ હોવો જરૂરી છે. પ્રેમી તેમના પ્રિયપાત્રનું અપમાન ખુદ તો ક્યારેય નથી કરતો પરંતુ તેમને અપમાનજનક સ્થિતિમાં જોઇ શકતો નથી. જો તેમનું કોઇ અપમાન કરે તો તે અપમાન સામે તે અવાજ ઉઠાવવા માટે હંમેશા તત્પર હોય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી