સંબંધોનું મેનેજમેન્ટ
Home » Divyashree » Relationship » relationship tips

શું લગ્નજીવનમાં તકરાર થાય છે? વાદવિવાદને આ 6 પોઈન્ટસથી નિવારો

divyabhaskar.com | Last Modified - Aug 27, 2018, 15:49PM IST
 • શું લગ્નજીવનમાં તકરાર થાય છે? વાદવિવાદને આ 6 પોઈન્ટસથી નિવારો

  દિવ્યશ્રી ડેસ્ક: લગ્નજીવન અંગે દરેક કપલના સુખદ સપના હોય છે. જો કે લગ્નજીવનમાં બંને વ્યક્તિનો સ્વભાવ સરખો ન હોવાથી બંને વચ્ચે મતભેદ સર્જાતા રહે છે. આ મતભેદને કારણે મનભેદ ન સર્જાય તેનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. જો બંને વ્યક્તિ એકબીજાના સ્વભાવ અને ગમા-અણગમાને જાણીને તે મુજબ વર્તે તો લગ્નજીવનમાં થતી તકરારને નિવારી શકાય છે.


  આક્ષેપ ટાળો
  પતિ-પત્ની વચ્ચે જે બાબતને લઈને ઝઘડો થાય છે તે વાતો હંમેશાં ટાળવી જોઈએ. એવાં કેટલાંય દંપતી છે,જેઓ ખૂબ નાની-નાની બાબતોને મોટું સ્વરૂપ બનાવી દે છે. એકબીજાના દોષ અને અવગુણોની ચર્ચા ટાળવી જોઈએ. જે બાબતોથી તમારા વચ્ચે પ્રેમ ન જળવાય, કડવાશ ઊભી થાય તેવી વાત કરવાનું ટાળવું એ જ સમજદારીભરી વાત છે.

  ક્ષમાભાવ દાખવો.

  પાર્ટનરથી કોઈ ભૂલ થાય તો જેટલી જલદી માફી આપશો તેટલાં જલદીથી ઝઘડાનો અંત આવશે. મોટા ભાગે પાર્ટનરથી ભૂલ થયા બાદ દિવસો સુધી રિસામણાં-મનામણાં ચાલતાં હોય છે. આમ ને આમ લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઝઘડામાં સુલેહ થતી નથી. એટલે જો જ્યારે પણ તમારા પાર્ટનરથી ભૂલ થાય ત્યારે તરત જ માફ કરો અથવા તમારી ભૂલ હોય ત્યારે પણ માફી માગી લો. આનાથી જે-તે તકરારનો અંત તરત જ આવી જશે. કોની ભૂલ થઈ છે અને કોણ સાચું હતું એના કરતાં તમારા લગ્નજીવનમાં આનંદ વધુ મહત્વનો છે એ બાબત હંમેશાં યાદ રાખો.


  ક્લોલિટી ટાઈમ આપો
  પતિ-પત્ની વચ્ચે તકરાર થયા બાદ મોટા ભાગે એવું બને છે કે બંને એકબીજાથી જુદાં રહીને સમય વીતાવે છે, અને સામે આવવાનું ટાળે છે, પરંતુ આવું કરવાથી તકરારનો કોઈ ઉકેલ મળતો નથી. એટલે શક્ય હોય તો એકબીજા સાથે સમય વીતાવો અને પાર્ટનરના કામમાં મદદ કરો.


  સારા શ્રોતા બનો
  મોટાભાગે એવું થાય છે કે પતિ-પત્ની વચ્ચે તકરાર થાય ત્યારે બંને એકબીજાની વાત સાંભળ્યા વિના દોષારોપણ કરે છે. આવી સ્થિતિમાં ઘણી વાર ગુસ્સામાં એવી વાત કહેવાઈ જાય છે કે તેનાથી પાર્ટનરને કાયમનો ખટકો રહી જાય છે. એટલે આવા સમયે તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળવી જેનાથી થયેલી ગેરસમજણ દૂર થઈ શકે.


  અતીતને ન છુપાવો
  તકરાર દરમિયાન સહજ રીતે લગ્ન અગાઉની વાત પણ છેડાઈ જાય છે. જ્યારે લગ્ન પહેલાંની વાત થાય ત્યારે ઘણી વાર પાર્ટનરના પાછલા જીવનની વાતો નીકળે છે. આ બાબત તમારા પાર્ટનરને હર્ટ કરી શકે છે એટલે લગ્ન પહેલાંની વાત ન કરવામાં જ સમજદારી છે.

  સંબંધને મહત્વ આપો
  એટલું યાદ રાખો કે તમારા સત્ય કરતાં તમારું લગ્નજીવન વધુ મહત્ત્વનું છે, એટલે તમારા પાર્ટનર સાથે નાહકની દલીલબાજી કર્યા વિના ચૂપ રહો. તમારા પાર્ટનર સામે ખોટા પડવા કે પછી હાર સ્વીકારી લેવામાં કશું ખાટુંમોળું થઈ જતું નથી એટલે બને ત્યાં સુધી આવી દલીલોમાં ન પડો અને જો થાય તો પછી પાર્ટનરની વાત સ્વીકારી એને મીઠું સ્મિત આપો અને ઝઘડાનો અંત આણો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી