ફેક રિલેશનશિપમાં દગો થયા બાદ જિંદગીને કેવી રીતે આગળ વધારશો

ફેક રિલેશનશિપ ઝાંઝવાની જળ જેવા હોય છે, જે દેખાય તો છે ખૂબ જ સુંદર પણ તેનાથી તરસ નથી છિપાતી

divyabhaskar.com | Updated - Aug 14, 2018, 04:34 PM
relationship tips

દિવ્યશ્રી ડેસ્ક: પ્રેમસંબધમાં જરૂરી નથી કે અપેક્ષા મુજબ જ બધું જ બને, ક્યારેક દુર્ભાગ્યવશ એવું પણ બને છે કે, સંબંધમાં છલ થાય. આવા ફેક રિલેશનશિપને સમય રહેતા ઓળખી જવામાં જ ભલાઈ છે. જો કે કેટલીક વખત બહુ લાંબા સમયના રિલેશનશિપ બાદ સત્ય સામે આવે છે. આ સ્થિતિ કોઇપણ માટે આઘાતજનક હોય છે પરંતુ મુલ્યવાન જિંદગી આવા ફેકરિલેશનશિપ પાછળ વ્યર્થ ન કરતાં આમાંથી બહાર આવીને જિંદગીને રફતાર આપવામાં જ સમજદારી છે.


સંબંધ તૂટવાના અનેક કારણો હોય છે પરંતુ જો બ્રેકઅપનું કારણ દગાબાજી જ હોય તો તેનાથી વધારે ખરાબ કોઈ સંજોગ નથી હોતા. કોઇપણ સંબંઘ પ્રેમ, ભરોસા અને સન્માન પર ટકેલો હોય છે. પ્રેમ, વિશ્વાસ અને આદરના બદલામાં જ્યારે અપમાન, દગાખોરી અને નફરત મળે છે ત્યારે માત્ર દિલ નથી તૂટતું પરંતુ તેની સાથે સંબંધો પરથી ઇન્સાનિયત પરથી બધા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. જે પણ વ્યક્તિ આવા ફેક રિલેશનશિપના કડવા અનુભવમાંથી પસાર થાય છે તે ઇમોશનલી ભાંગી પડે છે. જો કે સામેના પાત્રને ન ઓળખી શકવાની ભૂલની ભરપાઈ આખી જિંદગી તેના અફસોસમાં જ વ્યતિત કરીને ન વિતાવવી એ જિંદગીની બીજી ભૂલ છે.


ભાવનાત્મક સપોર્ટ ન શોધો
તમે સંબંધમાં એક ભૂલ કરી ચૂક્યાં છો. આ ભૂલ એ હતી કે તમે સામેના પાત્રને ઓળખી ન શક્યા. તમે પ્રેમમાં એવા તો અંધ થઇ ગયા કે જાણી જોઇને પણ બધું જ નજરઅંદાજ કરતા ગયા. તેનું પરિણામ એ આવ્યું કે વર્ષો બાદ સંબંધોની જે સચ્ચાઈ સામે આવી તે સહ્ય ન હતી. આ ભૂલ બાદ તમારી જાતને થોડો સમય આપો. આ સમયમાં સ્વાભાવિક છે કે તૂટેલા હૃદયને કોઈ ભાવનાત્મક સપોર્ટની જરૂર રહે છે. આ સમયમાં ભાવનાત્મક સપોર્ટ માટે ફાંફાં મારીને ફરી કોઇ ફેક રિલેશનશિપ સાથે ન જોડાઈ જાવ તેનું ખાસ ધ્યાન રાખવું. આ સમયમાં તમે અન્ય સહારે નહીં પરંતુ તમારા મનોબળે જ બહર આવશો તો તમારૂ એક અલગ જ વ્યક્તિત્વ વિકસિત થશે તે તમારા ભવિષ્ય માટે પણ ખૂબ જ સારૂ રહે રહેશે.

ખુદને બદલો
આ સમયમાં દુ:ખી થઇને ભૂતકાળને વાગળશો તો મૂલ્યવાન સમયનો વ્યય કરવાની ભૂલ કરો છો. આ સમય આંતરિક બદલાવનો છો. આ સમયમાં આત્મચિંતન કરો, તમારી કઈ નાસમજી તમને આ હાલ સુધી લઈ આવી છે. નાદાનિયત અને ભોળપણ અને પ્રેમાંધ બનીને જે ભૂલ કરી છે તેવી ભૂલ ભવિષ્યમાં ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે ખૂદને બદલવાની જરૂર છે. આ આંતરિક બદલવા તમને વધુ મજબૂત બનાવશે, તમે વધુ શક્તિશાળી બનીને બહાર આવશો.


ફરી સંબંધને જોડવાની ન કરો કોશિશ
વર્ષો સુધી એક રિલેશનશિપમાં જોડાયા બાદ તે વ્યક્તિની આદત પડી જાય છે. પ્રેમસંબંધને ભૂલવા સરળ તો નથી જ પરંતુ જે સંબંધમાં પ્રેમ હતો જ નહીં માત્ર ભ્રમ હતો. તે સંબંધને ભૂલીને આગળ વધવામાં જ સમજદારી છે. જાતને એટલી મજબૂર તો ક્યારેય ન બનાવો કે ફરી તે જ રસ્તા પર એટલે તે સંબંધ સાથે જોડાવવાનું વિચારો. આવા વિચાર અને સપના તમારી જિદંગી માટે વધુ ઘાતક છે. જે આખીય જિંદગીને બરબાદ કરી દેશે. આવા સંબંધના સુઘાર માટે વિચારવાને બદલે તમે તમારી જાતને ભાવનાત્મક રીતે મજબૂત અને મક્કમ બનાવો.

ખુદનું મહત્વ સમજો
સમય દરમિયાન તમારા મહત્વને સમજો. સ્વાભિમાન જાળવો. જે વ્યક્તિ તેની જાતને પ્રેમ નથી કરી શકતો તે વ્યક્તિ તેમની જિંદગીનો સૌથી મોટો દુશ્મન હોય છે. ખુદને એટલી સામર્થ્યવાન અને શક્તિશાળી બનાવી દો કે જિંદગીના કોઈપણ તોફાન તમને ડગાવી ન શકે. આ સમય દરમિયાન તમારા કરિયર પર ફોકસ કરો. સેલ્ફ ડેવલમેન્ટ વિશે વિચારો અને તેના પર વર્ક કરો. આ રીતે જિંદગીની શૈલીને અનુસરવાથી તમે ખુદ અનુભવશો કે ખરેખર જિંદગીથી મુલ્યવાન કોઇ ફેક રિલેશનશિપ તો ન જ હોઈ શકે.


ભૂતકાળ ન વાગોળો
આ પરિસ્થિતમાંથી બહાર આવવાની પહેલી શરત એ છે કે ભૂતકાળને ન વાગોળો. તમે જો ભૂતકાળને વાગોળશો, તેમને આપેલી ગિફ્ટ, જુના મેસેજ વાંચ્યા કરશો, જોયા કરશો. જુના ફોટો જોયા રાખશો તો આ બધું જ આપને તકલીફ સિવાય કંઇક નહીં આપે. આ માટે તમારે બધું જ ડિલિટ કરી દેવું પડશે. આ બધું જ માત્ર ફોનમાંથી જ નહીં પરંતુ મનમાંથી પણ ડિલિટ કરી દેવું જોઈએ. આ સ્ટેપ જિંદગીમાં આગળ વઘવા માટે જરૂરી છે.

X
relationship tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App