લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છો? આ છે તેના 5 ફાયદા

relationship tips for long relatinship

divyabhaskar.com

Sep 06, 2018, 08:11 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ એ સંબંધને કહે છે. જેમાં બંને પાર્ટનર અલગ-અલગ શહેરમાં કે દેશમાં રહેતા હોય. આ સંબંધ વિશે સામાન્ય ઘારણા એવી છે કે બંને લોકો સામાન્ય રીતે એકબીજા સાથે એટલો સમય સ્પેન્ડ નથી કરી શકતા જેટલો આ સંબંધને સીંચવા માટે જરૂરી હોય છે. એવું પણ કહેવાય છે કે આવા સંબંધોમાં શંકા વધુ રહે છે. તેમજ આવા સંબંધની ઉંમર પણ ઓછી હોય છે.

જો આપ પણ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ વિશે કંઇક આવું જ વિચારતા હો તો આવી રિલેશનશિપના પાંચ ફાયદા પણ છે. આવી રિલેશનશિપમાં જો રિયલ લવ હોય તો સમય અને ભૌગોલિક અંતરની સાથે સંબંધોનું અંતર વધવાના બદલે ઘટતું જાય છે. આવા સંબંઘ શારીરિક સંબંધોથી ઉચ્ચકક્ષાના અને વધુ ગાઢ પણ હોય છે.

લવ ટેસ્ટ
આ પ્રકારનો સંબંધ એક રીતે જોઇએ તો તમારા પ્રેમ અને પ્રેમીને કસોટી પણ છે. જી હાં, ફિઝિકલી દૂર રહેવા છતાં પણ જો આ સંબંધ જળવાય રહે તો ખરા અર્થમાં તે સાચા પ્રેમની સાબિતી જ આપે છે. આ સંબંધમાં બંને પાર્ટનર એકબીજાથી દૂર હોવાથી બંનેને અન્ય પાત્ર તરફ વળવાની પુરી આઝાદી હોય છે, જો કે આવી આઝાદી હોવા છતાં પણ બંને દુર રહીને એકબીજાને ચાહતા રહે તો સમજો તમારો લવ આ ટેસ્ટમાં સફળ થયો. આમ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપનો એ ફાયદો છે કે તમને તમારા પાત્રની કસોટી કરવાનો સ્કોપ મળે છે.

કમ્યુનિકેશન સ્કિલ
લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં કમ્યુનિકેશન સ્કિલ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. કારણ કે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં આ એક જ માધ્યમ હોય છે. બંને સમજવાનું, જાણવાનું. આ સંબંધને જાળવવા માટે વાતચીતની કળામાં માહેર થવું જરૂરી છે. જે લોકો આ પ્રકારની રિલેશનશિપમાં જીવે છે તેવા લોકોમાં આ ટેલેન્ટ આપોઆપ આવી જાય છે. કારણ કે લોન્ગ ડિસ્ટન્સ રિેલેશનશિપમાં પ્રેમની અભિવ્યક્તિનું સરળ માઘ્યમ માત્ર વાતચીત જ હોય છે.

સમર્પણ ભાવ
લોન્ગ ડિસ્ટનન્સ રિલેશિનશિપમાં સંબંધ નિભાવવા માટે બંનેને પુરતી સ્પેસ મળે છે. વાત-વાતમાં રોકવા ટોકવા વાળું કોઈ જ નથી હોતું. જે લોકો એકબીજાથી દૂર રહીને પણ સંબંધને નિભાવી રહ્યાં છે તો આ સંબંધોમાં સમર્પણ ભાવ પણ જોવા મળે છે. આવા સંબંધોમાં બેઇમાની નથી હોતી. કેટલાક સંબંધોમાં સતત સાથે રહીને પણ છલના થતી જોવા મળે છે.જ્યારે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં પાર્ટનરથી દૂર જવાની પુરેપુરી સ્પેસ હોવા છતાં બંને એક બીજા સાથે બંધાય રહે છે તેમાં વિરહને સહન કરીને પણ એકબીજા માટે કંઇક પણ કરી છૂટવાનો સમર્પણ ભાવ હોય છે.

આત્મિક સંબંધ
પાર્ટનરને માત્ર વર્ષમાં એકથી બે વખત જોઇ શકવું. ઉદાસીના પળમાં તેના ખભા પર માથું મૂકીને રાહત ન મેળવી શકવાનો રંજ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતા લોકો જ સમજી અને અનુભવી શકે છે. આટલી જુદાઈની વેદના બાદ પણ બંનેનો પ્રેમ કાયમ છે તો ચોક્કસ તે શારિરીક સંબંધોથી પર આત્મિક સંબંધની અનુભૂતિ કરાવનાર છે. આવા સંબંધ સમય સાથે ઘટવાના બદવે વધુને વધુ ગાઢ બને છે. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં લાગણી જ એક એવું તત્વ છે જે બંનેને જોડીને રાખે છે. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ નિભાવવી બધા માટે સહેલી નથી હોતી પરંતુ જો આવી રિલેશનશિપ જળવાય રહે તો સમજી લો કે બંને પાર્ટનર પ્રેમની કસોટીમાં ખરા ઉતર્યાં.

મિલનની આતુરતા
જે પાર્ટનર સતત સાથે જ રહેતા હોય તેમના માટે સાથે લંચ કરવું કે કલાકો સુધી સાથે બેસીને વાતો કરવી તે ખૂબ જ સામાન્ય વાત છે. આવા કપલ આવી ઘટનાની મજા નથી લઈ શકતા જે વિરહ બાદ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતા લોકો લઈ શકે છે. 6 મહિના કે વર્ષ બાદ મળવાનું એક્સાઈમેન્ટ, જે આતુરતા હોય છે તે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેનાર લોકો જ માણી શકે છે. તેની મિલન અને તેના વિરહની વ્યથામાં જે કસક હોય છે તે સતત સાથે રહેતા સંબંધમાં ભાગ્યે જ જોવા મળે છે.

X
relationship tips for long relatinship
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી