સંબંધોનું મેનેજમેન્ટ

લગ્ન બાદ પુરૂષની જિંદગી આ રીતે બદલાય છે, આ પાંચ બદલાવ જરૂરી

divyabhaskar.com | Last Modified - Nov 17, 2018, 17:30PM IST
 • લગ્ન બાદ પુરૂષની જિંદગી આ રીતે બદલાય છે, આ પાંચ બદલાવ જરૂરી

  દિવ્યશ્રી ડેસ્ક: લગ્ન બાદ જિંદગી બદલાય છે, તે હકીકત છે, પછી તે પુરૂષ હોય કે સ્ત્રી હોય. કેટલાક કપલ આ બદલાવ માટે પહેલાથી તૈયાર રહે છે. તો કેટલાકએ વાતથી ચિંતીત રહે છે. કેટલાક કપલ્સ માટે આ બદલાવને સકારાત્મક રીતે જુએ છે.  . તો કેટલાક  કપલ માટે આ બદલવા  સારા નથી હોતી. મોટાભાગે એવું જોવા મળે છે પુરૂષ આ ચેન્જીસથી ડરે છે. કારણે પુરૂષને એવું લાગે છે કે લગ્ન બાદ તેમની જિંદગી બંધનોમાં કેદ થઈ જશે. કેટલાક પુરૂષ ખૂબ સમજદારીથી અને ખૂબ જ સારી રીતે  તેમની જિંદગીને સંભાળી લે છે. જો કે મહિલાઓ આ પરિવર્તન માટે બહુ પહેલાથી તૈયાર રહે છે પરંતુ પુરૂષોને આ પરિવર્તનને સ્વીકારતા થોડો સમય લાગે છે. એવામાં દરેક પુરૂષને એ વાતની જાણકારી હોવી જોઇએ કે લગ્નબાદ તેમની જિંદગીમાં ક્યાં પ્રકારના ચેન્જીસ આવશે.

   

   

   

  પુરૂષના જીવનમાં લગ્ન બાદ અચાનક જવાબદારી વધી જાય છે. તેમનું અંદરનું બાળક  ખરા અર્થમાં લગ્ન બાદ મરી જાય છે.. તે તેના વર્તનમાન અને ભવિષ્ય વિશે વિચારવા લાગે છે. આગળના જીવનની પ્લાનિંગ કરવા લાગે છે. તેમનો  વાતનો અહેસાસ થવા લાગે છે કે તેના જીવન પર હવે માત્ર તેનો જ અધિકાર નથી.

   


   
  -સામાજિક બની જવું 
  લગ્ન બાદ પુરૂષે તેમના પરિવાર, જીવનસિંગીનીની સાથે-સાથે તેમના પરિવારની લાઇફ વિશે પણ થોડુ ઘણું  વિચારવું પડે છે. તેમણે દરેક પ્રસંગ અને તહેવારમાં બંને પરિવારને સંભાળવાના હોય છે. લગ્ન બાદ માત્ર સ્ત્રી પર બેવડી જવાબદારી નથી આવતી પરંતુ પુરૂષ પર પણ જવાબદારીઓનું ભારણ વધી જાય છે. 

   

   

   

  પ્રોટેક્ટિવ બને છે 
  પુરૂષના લગ્ન બાદ તે ખૂબ પ્રોટેક્ટિવ મહસૂસ કરવા લાગે છે, કારણ કે હવે તેના પર પરિવારની જવાબદારી આવી જાય છે. લગ્ન બાદ પુરૂષ અનુભવે છે કે, એક નાનકડી બેદરકારી તેમના પરિવાર માટે હાનિકારક નીવડે છે. આ સ્વભાવ તેમના માટે કયાંકને ક્યાંક સારો સાબિત થાય છે જેના કારણે તે જવાબદારીને લઈને વધુ ગંભીર બને છે.

   

   

  બેલેન્સ રાખવું  જરૂરી 
  લગ્ન બાદ પુરૂષોને તેમના મિત્રો, ઓફિસના લોકો અને પરિવારના લોકો વિશે વિચારવું પડે છે. તેણે દરેક વસ્તુને બેલેન્સ કરીને ચાલવું પડે છે. જો ક્યાંય પણ થોડું બેલેન્સ ગરબડ થાય તો તેમના નજીકના લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે. આ માટે પ્રોફેશન અને પ્રર્સનલ લાઇફનું બેલેન્સ રાખીની ચાલવું પડે છે. 

   

   

  NO નાઇટ પાર્ટી
  આ સ્વાભાવિક છે કે લગ્ન પણ પુરૂષોની દોસ્તી તૂટતી નથી કે છૂટતી નથી. તે દોસ્તીના સંબધોને પણ બખૂબી નિભાવે છે. જો કે લગ્ન બાદ લેઈટ નાઇટ પાર્ટી પર પાબંદી લાગી જાય છે. પહેલા લેઇટ નાઇટ સુધી પાર્ટી અને નાઇટ આઉટિંગ થતું હતું. તે લગ્ન બાદ શક્ય નથી બનતુ, કારણે સવારે ઉઠીને કેટલીક રોજિંદી જવાબદારીનું વહન કરવાનું ફરજિયાત હોય છે. જો આ ચેન્જીસ લગ્ન બાદ ન લાવવામાં આવે તો લગ્નજીવનમાં વિવાદ સર્જાય શકે છે. 

   

   

  નિયમિતતા લાવવી જરૂરી
  લગ્ન પહેલા ઓફિસથી લેઈટ ઘરે આવવું. સવારે લેઇટ જાગવું, રાત્રે લેઈટ સુવું આ બધું જ ચાલતું હોય છે પરંતુ લગ્ન બાદ આ અનિયમિત લાઇફસ્ટાઇલને તદન ચેન્જ કરી પડે છે. લગ્ન બાદ નિયમિત બનવું તે પણ એક શરત છે. જો આ નિયમિતા લગ્નબાદ પણ નહી આવે તો લગ્નજીવનમાં તેની આડઅસર વર્તાયા વિના નથી રહેતી.  

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી