મેચ્યોર લાઇફ પાર્ટનર હોવાના છે આ ફાયદા, રિલેશનશિપમાં નથી થતી તકરાર

ઉંમરમાં મોટા પુરૂષની સાથે રિલેશનશિપમાં રહેવાનો સૌથી મોટો ફાયદો હોય છે કે તેમને દરેક સમયે તમારી ખુશીનો ખ્યાલ રહે છે.

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 06:09 PM
mature life partner  and married life
દિવ્યશ્રી ડેસ્ક: જ્યાં પ્રેમ છે ત્યાં રંગ, રૂપ, જન્મ, ઉંમર અને સરહદના સીમાડાના મુદ્દો ગૌણ બની જાય છે. કારણ કે પ્રેમ રંગ-રૂપ, કદ-કાઠી અને ઉંમરનો અંતર નથી જોતો તે તો બસ થઈ જાય છે. આજકાલ એક ટ્રેન્ડ નીકળ્યો છે રિલેશનશિપમાં મેચ્યોરિટી લેવલ જોવાનો, કદાચ આ જ કારણ છે કે પુરૂષ હોય કે મહિલા, બંને ડેટિંગથી લઈને રિલેશનશિપ સુધી ઉંમર નથી જોતા. મેચ્યોર ડેટિંગમાં અંડરસ્ટેંડિંગ સારી હોય છે અને વાદ-વિવાદ કે ઝઘડાની શક્યતાઓ ઓછી. આજે જાણીશું આખરે મહિલાઓની આ પસંદની પાછળ તેમની કઈ વિચારધારા છે.

કાળજી લેવી
પોતાનાથી ઉંમરમાં મોટા પુરૂષની સાથે રિલેશનશિપમાં રહેવાનો સૌથી મોટો ફાયદો હોય છે કે તેમને દરેક સમયે તમારી ખુશીનો ખ્યાલ રહે છે. તમારી સાથે જોડાયેલી નાની-મોટી વસ્તુઓના વિશે તેમને ખબર હોય છે. કઈ વસ્તુઓ તમને હર્ટ કરી શકે છે, કઈ ઇમોશનલ, આ બધાનું તેમને ધ્યાન હોય છે. કદાચ આ જ કારણ છે કે તે તમારા માટે કોઈ પણ વસ્તુઓની પ્લાનિંગ કરતા પહેલા તમારેથી પૂછે છે. આવા પુરૂષોને પ્રેમ કરતા પહેલા કે હગ કરતા પહેલા તેમના મૂડને જોવાની જરૂર નથી હોતી.
માર્ગદર્શન
પુરૂષ કેટલીય બાબતોમાં પ્રેક્ટિકલ હોય છે અને ઉંમરનો એક મુકામ પાર કરી લીધા પછી તેમનામાં મેચ્યોરિટી પણ આવી જાય છે જેનાથી જો મહિલાઓ કોઈ વસ્તુને લઈને કન્ફ્યૂઝ હોય તો તેઓ તેમને યોગ્ય સલાહ પણ આપે છે. તેમની અંદર ધીરજ એટલી હોય છે કે મહિલાઓની ઊંધી-સીધી વાતોથી શરૂ થઈ સીરિયસ ફેમિલી પ્રૉબ્લમ્સને પણ આરામથી બેસીને સાંભળી શકે છે.
સરપ્રાઈઝ
જ્યારે મેચ્યોર હમસફર હોય ત્યારે દરેક દિવસ જાણે સરપ્રાઈઝથી ભરેલો હોય છે. ઉંમરમાં અંતર તેમના રોમાન્સ અને પ્રેમને ઓછો નથી કરતો બલકે તેને ઓર વધારે જ છે. તમારી ઑફિસમાં ફૂલોથી લઈને લવ લેટર, વેકેશન એન્જૉયમેન્ટ અથવા પછી કેંડલલાઇટ ડિનર જેવી કોઈ પણ વસ્તુઓથી તેઓ તમને સરપ્રાઇઝ કરી શકે છે. એટલું જ નહીં તેઓ ડિનર પછી તમને કહ્યા વિના લોંગ ડ્રાઇવ ઉપર પણ લઈ જઈ શકે છે, જે મહિલાઓને ખાસ પસંદ હોય છે.
સપોર્ટિવ નેચર
મેચ્યોર પુરૂષ ઉંમરના અંતરને પોતાના સંબંધોમાં નથી આવવા દેતા. તેઓ જે મહિલાની સાથે રિલેશનશિપમાં છે માત્ર તેમને પ્રેમ જ નથી કરતા બલકે તેમને પોતાની પ્રેરણા પણ માને છે. તેઓ પોતાના કામ અને ટાઇમને મેનેજ કરીને વધુમાં વધુ સમય સાથે વિતાવવાનો પ્રયાસ કરે છે. તમારી એક્સરસાઇઝથી લઈને ડાઇટિંગ સુધીમાં તેમનો સપોર્ટ આ વાતની સ્પષ્ટ સાબિત છે.
સારા શ્રોતા
પુરૂષોને મહિલાઓની સરખામણીમાં સારા શ્રોતા માનવામાં આવે છે. આ મુદ્દામાં સ્ત્રીઓ વધુ બોલવાની આદી હોય છે જ્યારે પુરૂષ સાંભળવાની ક્ષમતા ધરાવે છે. મેચ્યોર પુરૂષ સ્ત્રીઓની ક્યારેય પુરી ન થતી વાતોને પણ ધ્યાનથી સાંભળે છે એટલું જ નહીં તેનો યોગ્ય પ્રતિભાવ પણ આપવાનું ચૂકતો નથી. જ્યારે પાર્ટનર મેચ્યોર હોય ત્યારે તેનામાં જતું કરી દેવાનું વલણ પણ હોય છે જેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ ઓછા થાય છે. આવા સંબંધોમાં મનભેદ કે મતભેદ દૂર-દૂર સુધી નથી સર્જાતો.
આર્થિક સુરક્ષા
આવા પુરૂષો પોતાના ફ્યૂચરથી લઈને રિટાયરમેન્ટ સુધી પ્લાન કરી ચૂક્યાં હોય છે. કમાવવાની 100 રીત અને બચાવવાની 1000 રીતની પ્લાનિંગ તેમની પાસે હોય છે. મહિલાઓ આવા પુરૂષોની સાથે રિલેશનશિપમાં રહેવું અને ડેટિંગ કરવું એટલે જ ખાસ કરીને પસંદ કરે છે કારણ કે તેમનું ફ્યૂચર સિક્યોર હોય છે.
અનુભવ શેર કરવા
પોતાના કરતા ઉંમરમાં મોટા પુરૂષોને ડેટ કરતી વખતે અથવા રિલેશનશિપમાં રહેવા દરમિયાન ઘણું બધુ શીખવા મળે છે. પોતાની સ્ટ્રગલિંગ લાઇફથી લઈને સક્સેસ થવા સુધીની સફરને જણાવવામાં તેમને જરાય પણ સંકોચ નથી હોતો બલકે તેમને મહિલાઓને આ વસ્તુઓ સાથે રૂબરૂ કરાવવામાં સારું લાગે છે.

X
mature life partner  and married life
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App