લગ્ન બાદ પિયરમાં જાવ તો આવી ભૂલ નહી કરતા, નહીં તો ઘવાશે સ્વમાન

થોડા દિવસ બ્રેક લેવા માટે પિયર આવે તેમાં કંઇ ખોટું નથી પરંતુ ક્યારેક દીકરીની અપેક્ષા વધી જતી હોય છે

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 03:40 PM
if u r married dont commit this type of mistake

દિવ્યશ્રી ડેસ્ક: સામાન્ય રીતે લગ્ન થયા બાદ જ્યારે દીકરી પિયર જાય છે ત્યારે તેમની માનસિકતા થોડી બદલાય જાય છે. પરણેલી દીકરી પિયરમાં માત્ર આરામ કરવા અને એન્જોય કરવાના ઇરાદાથી જ આવે છે. જો કે જવાબદારીનો વહન કરતી દીકરી થોડા દિવસ બ્રેક લેવા માટે પિયર આવે તેમાં કંઇ ખોટું નથી પરંતુ ક્યારેક દીકરીની અપેક્ષા વધી જતી હોય છે અને તેમની અપેક્ષા પુરી કરવામાં પરિવારજનોનું આખુંય શિડ્યુઅલ ડિસ્ટર્બ થઈ જતું હોય છે. જો આપ પિયરમાં જઈને અસુવિધા અને અવ્યવસ્થા ઉભી કરતા હો તો આ 7 પોઈન્ટને સમજી લો જેથી પિયરમાં તમારૂ માન જળવાય રહે.

- સાસરું હવે તમારું પોતાનું ઘર છે. ત્યાંની કોઈ પણ વ્યક્તિની વાત પિયરમાં કરી તેનું અપમાન ન કરો. ખાસ કરીને તમારાં સાસુ-સસરા વિશે કારણ કે તે તમારાં માતા-પિતા સમાન છે. તમારી આ આદતથી તમારાં ભાભી પણ એમના પિયર જઈ આવું કંઈ કરી શકે છે. તમારા સાસરાની કોઈ પણ વાત પિયરમાં આવીને શેર ન કરો એનાથી બંને પરિવારોમાં ગેરસમજ ઊભી થાય છે.


- જો તમે ઇચ્છતા હોવ કે પિયરમાં બધાં તમારું ખુલ્લા દિલથી સ્વાગત કરે તો ખુશીથી તેમના કામમાં મદદરૂપ થાવ નહીં તો તેઓ એવું ઇચ્છશે કે તમે ક્યારે અહીંથી પાછા તમારા સાસરે જતા રહો.

- જો તમારા સાસરાવાળા બહુ પૈસાવાળા હોય તો ત્યાંનાં ઐશ્વર્યનાં વખાણ પિયર આવીને કદી ન કરો. તમને ન જાણે કેટલાંય દુઃખ સહન કરીને તમારાં માતા-પિતાએ મોટા કર્યા હશે એટલે તમારી આવી વાતો તેમને દુઃખ પહોંચાડી શકે છે. જો કે તમને ખુશ જોઈ તેઓ પણ અંદરથી તેઓ ખુશ જ થતાં હશે છતાં તમારો આવો વ્યવહાર તેમને ક્યાંક ને ક્યાંક દુઃખી ચોક્કસ કરતો જ હશે કે તમારી પરવરીશમાં તેમના તરફથી ચોક્કસ કોઈ ચૂક રહી ગઈ છે. માતા-પિતાના પ્રેમને ઓળખો અને તેને માન આપતા તેમની કદર કરતા શીખો.

X
if u r married dont commit this type of mistake
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App