ચીનમાં તલાક પહેલા પતિ-પત્નીને આપવી પડે છે આ ટેસ્ટ, જાણો કેમ?

ચીનમાં વધતા જતા ડિવોર્સના કેસને જોતા ચીનના ન્યાયતંત્રએ તેને રોકવા માટે કપલને એક લેખિત પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

divyabhaskar.com | Updated - Jul 24, 2018, 04:45 PM
for devorce husbnad wife must to give test

દિવ્યશ્રી ડેસ્ક:ચીનમાં કેટલાક સમયથી તલાકના કેસ વધી રહ્યાં છે. તો સરકાર લગ્ન વિચ્છેદનની ઘટનાને રોકવા માટે સક્રિય બની છે. સરકારના પ્રયાસથી તલાકની ઘટનામાં ઉતરોતર ઘટાડો થઇ રહયો છે. તલાકના વધતા જતાં કેસને ધ્યાનમાં લઇને સરકારએ તલાક પહેલા કપલની પરીક્ષા લેવાનો નવો નિયમ લાગૂ કર્યો છે.


તલાક પહેલા પતિ પત્નીને એક રિર્ટન ટેસ્ટ આપવાની હોય છે. આ ટેસ્ટમાં કપલને મેરેજ એનિવર્સરી, પાર્ટનરની બર્થ ડેટ, સહિતના અનેક સવાલ પૂછવામાં આવે છે. આ પ્રશ્નપત્રમાં ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ સહિતના સવાલ હોય છે. તલાકની અરજી દાખલ કરતા કપલે આ ટેસ્ટ આપવાની રહે છે.


ન્યોયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ આ ટેસ્ટમાં 15 સવાલોના માર્કસ 100 હોય છે. પ્રશ્નપત્રના ચેકિંગ બાદ અંક જો 60થી વધુ હોય તો સૌથી પહેલા લોકલ ઓથોરિટી કપલને લગ્ન ન તોડવા માટે વિચાર કરવાની અપીલ કરે છે.


ગત વર્ષ 2017માં પહેલા 6 મહિનામાં જ લગભગ 20 લાખ તલાક થયા હતા હતા. આ આંકડા 2016ના આંકડાથી 11 ટકા વધુ છે. તલાકના મોટાભાગના કેસમાં મહિલાઓએ પહેલા અરજી આપી હતી. સરકાર આ મુદ્દાને લઇને ચિંતિત છે કારણ કે, લગ્નસંસ્થાથી સમાજમાં સ્થાયિત્વ યથાવત રહે છે. તલાક પાછળના કારણો વિશે વાત કરીએ તો 15 ટકા તલાક ઘરેલુ હિંસાના કારણે થાય છે.

ઓથોરિટીનું માનવું છે કે આ ટેસ્ટના કારણે તલાકના કેસ ઘટી રહ્યાં છે. આ પરીક્ષાના કારણે કપલને સાથે વિતાવેલ દિવસો યાદ આવે છે જેના કારણે તે તલાકનો વિચાર માંડી વાળે છે. ક્યારેક ઓથોરિટીની સલાહ અને સમજાવટથી પણ ડિવોર્સ થતાં-થતાં ટળી જાય છે.

જો કે તલાક પહેલા લેવાતી ટેસ્ટ અને તેમાં પૂછવામાં આવતા સવાલોથી કેટલાક લોકોનો વિરોધ છે. આ મામલે લોકો સોશિયલ મીડિયા પર તેમનું અસર્થન રજૂ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, બર્થ ડેટ યાદ હોવાથી કે ન હોવાથી આખાય સંબંધનું મુલ્યાંકન કરવું યોગ્ય નથી. ડિવોર્સ પહેલા લેવાતી પરીક્ષામાં કેટલાક સવાલો અર્થહિન છે. જેનો કોઇ અર્થ જ નથી. આવા સવાલોના જવાબથી સંબંધોનું યોગ્ય મુલ્યાકન થઇ શકતું નથી.

X
for devorce husbnad wife must to give test
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App