લગ્ન બાદ પહેલા વર્ષમાં જ દરેક દંપતિ વચ્ચે આ કારણે થાય છે રકઝક

after marriage evey couple face this problem

divyabhaskar.com

Jul 25, 2018, 06:06 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: મોટાભાગે લગ્ન દંપતિનું પહેલું વર્ષ પડકારોથી ભરેલું રહે છે, કારણ કે બંને એકબીજા સાથે એડજસ્ટ થવાની કોશિશ કરે છે. આ એડજસ્ટમેન્ટ દરમિયાન તેમને બહુ બધી પરેશાનીનો સામનો કરવો પડે છે. ક્યારેક ન્યુમેરિડ કપલમાં બેહદ પ્રેમ જોવા મળે છે, તો કયારેક બંને વચ્ચે તકરાર પણ થાય છે. તો ચાલો જણીએ કે લગ્નના પહેલા વર્ષે મેરિડ કપલને કઇ-કઇ મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે.

-લવ મેરેજ હોય કે પછી અરેન્જ મેરેજ પહેલું વર્ષ દરેક ન્યુ મેરિડ કપલ માટે ચેલેન્જિંગ હોય છે. પહેલા વર્ષમાં પાર્ટનરની એવી આદતો સામે આવે છે જેનાથી પહેલા આપ અજાણ હશો. બની શકે કે આદતો આપને પસંદ ન આવે અને તેના કારણે બંને વચ્ચે તણાવ ઉત્પન થાય.

-લગ્ન બાદ નવદંપતિને ડિનર કે લંચ માટે બોલાવવાનો રિવાજ બહુ જુનો છે. લગ્ન બાદ બહુ બધા નવા-નવા સંબંધો સાથે નવદંપતિ જોડાય છે.આ બધાના નામ યાદ રાખવામાં અને બધા જ નવા સંબંધોની સાથે ડીલ કરવામાં પણ ખૂબ જ સંભાળવું પડે છે.

-લગ્નના પહેલા વર્ષે પતિ અને પત્ની વચ્ચે રકઝકની સંભાવના વધુ હોય છે. મોટાભાગે પતિને પત્નીના પરિવારથી મુશ્કેલી ઉભી થતી હોય છે. પત્ની જ્યારે રોજબરોજની બધી જ વાત પિયરમાં શેર કરે છે અને પિયરના લોકોની તેમના જીવનમાં થતી દખલગીરી પણ પતિ-પત્ની બંને વચ્ચે ઝઘડાનું કારણ બને છે.

-લગ્ન બાદ તરત જ નવદંપતિને પૂછવામાં આવતો એક સવાલ સૌથી વધુ પરેશાન કરતો હોય છે. લોકો લગ્ન બાદના ગૂડ ન્યૂઝ વિશે વારંવાર પૂછે છે એટલે કે ફેમિલીમાં આવનાર નવા મહેમાન વિશે સવાલ કરે છે. લગ્નના પહેલા વર્ષમાં જ ચર્ચાતો આ સવાલ પણ કપલને પરેશાન કરી દે છે.

-જીવનનો નવો સફર તે પણ જીવનસાથી સાથે એક સુંદર અને નવો જ અનુભવ હોય છે. આવામાં લગ્નના પહેલા વર્ષે કપલ અનુભવ અને નવી જવાબદારીઓ સાથે બહુ બધું શીખે છે. બજેટ બનાવીને ખર્ચ કરવાની સાથે પરિવારની જવાબદારીઓનું વહન કરવાનું શીખે છે.


-મોટાભાગના સમજદાર કપલ લગ્નબાદ એકબીજાને સમજવાની કોશિશ કરે છે.એકબીજાની પસંદ-નાપસંદને સમજે છે. આ સમયમાં ન્યૂ મેરિડ કપલ આવનાર સમય માટે પ્લાનિંગ કરે છે અને સુખદ લગ્નજીવનના સપના જુએ છે.

X
after marriage evey couple face this problem
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી